પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 , ગ્રંથાવલેંકન, ૮૭૫ wat ખ્યા છે તેમાં સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. આ પુસ્તક અથથી ઇતિ સુધી એક ચિત્તે વાંચવાથી આમા–પરમાત્મા–બ્રહ્મ-પરબ્રહ્મ–શુદ્ધ ચતન્ય એ શું છે અને તેની કેવા પ્રકારની શક્તિ છે એ સહજ સમજવામાં આવે છે. “ સાંપ્રત સમયની કેળવણીની દેષિત સત્તા ” દૂર થઈ શકે તથા સત્ય ધમને બાધ થાય એ હેતુથી આ પુસ્તકમાં સમાયેલા વિષયો ઉપર વ્યાખ્યાન કરવામાં આવેલાં છે. એ પુસ્તક વાંચવા તરફ આપણુ કહેવાતા વિદ્વાનોનું લક્ષ જશે તે બેશક એ હેતુ ઘણે દરજજો સફળ થશે. આ પુસ્તક આર્યવિદ્યાઓ અને આર્ય વિચા. રાની ખુબી જાણવાની ઈચ્છા રાખનાર દરેક મનુષ્યને વાંચવા યોગ્ય છે, માટે દરેક ધર્મ છે. જ્ઞાસુ ગૃહસ્થને તે પોતાની લાઈબ્રેરીમાં રાખવાની અમે ભલામણ કરીએ છીએ. આ પુસ્તક વાંચવાથી એટલું પણ જણાઈ આવે છે કે સુરત સનાતન ધર્મ સભાના આજ સુધીના પ્રયત્ન યોગ્ય વિષય ઉપર યોગ્ય દિશા તરફ જ દેરાયેલા છે, અને અવાજ પ્રયત્ન આગ્રહ પૂર્વક વારતવિક કૃત્યો તરફ વલણ થતા રહેશે તો બેશક આર્ય પ્રજાને ઘણુજ લાભકારક નિવડશે. ડીસેમ્બર-૧૮૯૧. ૯૮-ચંદ્રકાતા:—આ ગ્રંથનું અવલોકન કરતાં તેના જનારને એક કરતાં વધારે કારણથી અભિનંદન આપવાની અમને રુચિ થાય છે. સુધારાના નામે જે મિયા પાંડિત્ય એક તરફ ઘણો સમય થયાં ચાલે છે અને તેની સામે જે સબલ પ્રયત્ન પ્રાચીન શાસ્ત્રા માટે પ્રવૃત્ત થયેલ છે તેમાંથી સારાસારનું મનન કરી સત્યનો પક્ષ કરનાર બહુ થડા નીકળી આવે છે. રા. ઈરછારામે મુંબઈ નગરીમાં રહી પોતાના સમયને ઘણે સારે ઉપયોગ કર્યો છે, અને ખુલ્લી રીતે, પોતાના મનને જે ધર્મસિદ્ધાન્તો સત્ય લાગ્યા તે પ્રદર્શિત કર્યો છે. વિચારમાં આવી પકવતા લાંબે વખત આવે છે, અને તેવી પકવતાનાં સુચિન્હ આ ગ્રંથમાં જોઈ અમને બહુ હર્ષ મિશ્ર સંતેષ થાય છે. ગ્રંથગત વિચારે જે રા. ઇચ્છારામના પિતાના મનનુંજ ફલ હોય, ગ્રંથ કશાનું ભાષાન્તર ન હોય, તે ખરેખર એ ગ્રંથના જનારને બહુ માન ધટે છે, કેમકે તવ શાસ્ત્રનાં રહરયને સાદી વાતોમાં લાવી મુકવાં એ બહુ પરિપકવ જ્ઞાન થયા વિના બનતું નથી. પરંતુ જે આ લેખ ભાષાન્તરજ હોય તો તે વાત તેમણે પોતાના લેખમાં રવીકારી નથી એ તેમના પ્રયાસને પ્લાન કરી નાખનારી વાર્તા છે. વળી લેખનપદ્ધતિના સંબંધ પણ રા. ઇરછારામે “ અરેબીઅનનાઈટ્રસ ” તથા “ હિંદ અને બ્રિટાનીઆ” આદિની ભાષા કરતાં સારે સુધારે કર્યો છે. અને શૈલીને સારા સંસ્કારવાળી શિલીની લગભગ આણી મૂકી છે ઉદ્યાગથી અને વિચાર કરવાની ટેવથી આ ગૃહસ્થ આટલું કરી શક્યા છે તે સર્વ કાઈને અનુકરણ કરવા યોગ્ય છે. એટલું” તે આ ગ્રંથના કત્તો વિષે અમે અમારા હૃદયને સ્વાભાવિક ઉદ્ગાર દર્શાવવા કહ્યું. ગ્રંથને વિષય ધર્મશાસ્ત્રને લગતા છે. ધર્મશાસ્ત્ર એટલે તત્વવિવેક-જગત ઉવ શિવ, માક્ષ, તેને પરસ્પર સંબંધ અને ઉપાય, એ આદિ જે તત્ત્વશાસ્ત્ર મુખ્ય વિષયે છે તેનું આપણાં શાસ્ત્રાનુસાર વર્ણન કરેલું છે. કેવલ તત્વવિચાર પૂર્ણ ગ્રંથો, જેનું અધ્યયનજ છેવટે પણું આવશ્યક છે. તે પ્રાકૃત બુદ્ધિને જલદીથી સમજાતા નથી તેમને સમજવા માટે પુરાણ | ૯ ૮-કતો રા. ઈચ્છારામ સૂર્યરામ-મુંબઈ ગુજરાતી છાપખાનું. કીમત રૂ. ૨-૮-૦ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50