પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. નથી; પણ તેને એ મુમુક્ષતાને અભ્યાસ સર્વથા આવશ્યક છે; અસં પ્રજ્ઞાત અને સાંખ્યક્ત કેવલ્ય આગળ પુસ્થાથની અવધિ માનવામાં તે ભુલ કરે છે. ત્યારે આ સમાદિષસંપત્તિના વિવેક હવે કરીએ. શમાદિપટું તે શમ, દમ, ઉપરમ અથવા ઉપતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એને કહે છે. એમનાં સ્વરૂપ અને સંબંધનો વિચાર કરીએ. - શમ, દમ, ઉપરમ અથવા ઉપતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન એને શમાદિષટસંપત્તિ કહે છે. વિવેકથી આમભાવનાને અર્થ જાણી હૃદયવિસ્તાર અનુભવવાને ભાગે ચડેલુ અંત:કરણ, વિરાગથી સવે સ્થૂલભાવના મલનો ત્યાગ કરે છે, અને જે જે સ્થૂલ પરિચ્છેદથી સકાચ, ભય, આદિ નીપજે છે તે કુપણુતામાંથી મુકત થઇ ઉદાર ભાવમાં વળવા માંડે છે. એમ ભાવનાને પીછાનતા અને ભાવનામાં જવા ન કરતા મનને મુખ્ય ઉપગ એકાગ્રતા અથવા ત્તિનિરોધનો છે. વિવેકથી જે ભાવનાનું ભાન થયું છે તેમાં જવા વિરાગધી યત્ન થાય છે, તેની સાથે તે ભાવના ઉપર વૃત્તિને એકાય રાખવાનો અભ્યાસ પણ સર્વથા અપેક્ષિત છે. આ એકાગ્રતાનો ભંગ કરનાર અંતઃકરણમાં રહેલા અનાદિ વિક્ષેપના સંસ્કારે છે. અનેક કર્મથી, અને નેક વિચારથી, અનેક જન્મમાં તે પ્રાપ્ત કરેલા છે, વિવેક વિરાગનો ઉદય થયાથી તે સંસ્કાર હવે પરિપકવ થવા માંડ્યા છે અને ફલિત પણ થાય છે, જેથી સામાન્ય જનસમાજ કરતાં અધિક ઔપાધિક સુખ દુઃખના સપાટા આવે છે. પરંતુ તેમાં એ વૃત્તિને આંદલિત ન થવા દેનાર સમતા અથવા આત્મભાવનાની ભૂમિકાને દઢગ્રહ, તે સિદ્ધ થવાને અર્થે સમાદિપસં૫ત્તિ કહી છે. એ સંપત્તિ જ છે. સંપત્તિ એવું શાસ્ત્રમાં ભાવનાનું નામ છે, એક એક ભાવના ઉપજાવી તે તે ભાવનાને સિદ્ધ કરવી એ એક એક સંપત્તિ કહેવાય છે. અને વ્યાવહારિક અર્થ જે સમૃદ્ધિ તે પણ એ ભાવનારૂપ અર્થ માંથી જ થયું છે, કેમકે પોતે ધારેલી વ્યાવહારિક પણ ભાવનાને સિદ્ધ કરનાર પરાક્રમી પુરુષને જ સંપત્તિવાન કહેવાય છે. વિવેક વિરાગથી સ્વલદ્યને વિષે અભિરત અંતઃકરણને અનેક પ્રાર્તન સંસ્કારથિ વૃત્તિઓ વિક્ષેપમાં નાખે છે. વિષયો, પદાર્થો, વિચારે, અનેક અનેક આકારે, અનેક અનેક પ્રકારે સાધકની દૃષ્ટિ આદિ ઇદિને, મન આદિ જ્ઞાનશક્તિઓને લોભન કરવા આવી - ળે છે. તે તે વસ્તુ વિચારાદિમાં, વશે કે અવશે, પડ્યા વિના રહેવાતું” નથી; તથાપિ સાધનસંપન્ન સાધકની એવી રીતિ છે કે સર્વ ભાગ્યમાંથી તે ભાગ્યના તત્ત્વમાત્રનાજ શૈક્તા . બેંગ્ય એવાં પદાર્થવિચારાદિમાં જે જે સંકોચ, ભય, ક્ષણિકતા, નશ્વરતા, આદિ અનિત્ય અશા છે તેનો વિવેક કરીને, તેથી નિર્વેદ ઉપજતાં, તે ઉપર દુર્લક્ષ કરવું, અને એ ભાગ્યમાત્રની પરિચ્છેદ-રહિત જે ભાવના તેમાં વિરમવું: વેદાન્તીઓ અધિકાનને સાક્ષાત્કાર પામ એમ કહે છે તે કરવું; એ સાધકનો માર્ગ છે. એક પૂલમાં ધૂલ દષ્ટાંત લેઇએ. તમને ઘણી વાર આશ્ચર્ય લાગતું હશે કે સુરદાસ, તુલસીદાસ આદિ ભકતા મહાસ્ત્રીલંપટ સતે હરિભક્ત કેમ થઈ ગયા ? વિષયાસક્ત મન જેને વ્યવહારમાં અતિ તુછ કહ્યું છે તે પ્રભુને પ્રિય કેમ થયું ? સ્ત્રીના ઉપર આસક્ત મૃઢમાં મૃઢ પુણ્ય પણ, સ્ત્રીના શરીર કરતાં પિતાની આસક્તિને જુદી પાડી શકે છે એ તો સુપ્રસિદ્ધ છે. એમ ન થતું' હોય તો 'વિરહ થતાં ગ્લાનિ થવી ન જોઇ એ, રાત્રી દિવસ પેતાના પ્રિય શરીર પાસે નિર્ગમન કરવાની લાલસા રહેવી ન જોઈએ. આ વાત સત્ય હોય તે એટલું સિદ્ધ થાય છે કે ચર્મ સસ્પશના સ્થલ ભેગ કરતાં અસ્થલ અને દેવલ ભાવનાગ” એવી કોઈ આસક્તિને, મહા લંપટમાં લં andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50