પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૮૧ ૧૦૫ રાઈટ ઓનરેબલ દાદાભાઈ નવરોજજીઃ–પ્રખ્યાત વીર મી. દાદાભાઈનું તેઓ બ્રિટિશ પાર્લામે ટના મેમ્બર થયા ત્યાં સુધીનું જીવનચરિત્ર છે. ભાષા સારી છે એ ચરિત્ર સર્વત્ર સુપ્રસિદ્ધ છે અને સર્વને મનનીય તથા અનુકરણીય છે. આવા પ્રત્યેની આપણી ભાષામાં વૃદ્ધિ થવાની ઘણી અપેક્ષા છે, તેથી આવા લેખ ઉત્તેજનને પાત્ર છે. ( ૧૦૬ પ્રાસ્તાવિક બોધ –નિંદા, અપલક્ષણ, મશ્કરી, સ્વચ્છતા, વાતચીત, મંત્રી, ગૃહસ્થાઇ, લાંચ, જ્ઞાન, ઇત્યાદિ ઘણા વિષયે ઉપર સાદે અને સરલ બેધ સારી રીતે લખાય છે. જુવાન બાલકોને પુસ્તક વાચવા મેગ્ય છે. - ૧૭ સદ્ગુણ સંગ્રહ:-આ પુસ્તકમાં સામાન્ય બોધવચને, શાસ્ત્રકારના શ્લોક, અને પ્રાસ્તાવિક દૃષ્ટાન્ત આદિ પુરાણુ ઈતિહાસાદિમાંથી, છ કર્તાએ સાર સંગ્રહ કર્યો છે. કવિ ક્ષેમેન્દ્ર કૃત ચારુચયો અને ગુમાન કવિ પ્રણીત ઉપદેશ પણ પોતાના ગ્રંય ભેગાં છપાવ્યાં છે તેથી ગ્રંથના ઉપયોગમાં વધારો થયો છે-બોધકારક, અને સરલ હોઈ પુસ્તક સર્વને વાંચવા યોગ્ય છે. - ૧૦૮ લેખનશુદ્ધિ:-લખવામાં જોડણી, ચિન્હ, વાકયરચના, ઇત્યાદિ વિષે નિશ્ચય પૂર્વક લખાણુ કરવાને તો ઉંડા ભાષાજ્ઞાનની ઘણી અપેક્ષા છે, અને સંસ્કૃત સાથે પ્રાકૃત તથા તેના પ્રભેદ યથાર્થ જાણ્યા વિના એ કામ બરાબર રીતે પાર પડવું કઠિન છે. છતાં રા. જીવાભાઇએ પોતાના નાના લેખમાં નીશાળે ભણતાં બાળકોને ઉપયોગી થઈ પડે એવી જે કાંઈ સૂ ચનાઓ પોતાના અનુભવ ઉપરથી ઘડી કાઢી છે તે ઉપયોગી છે અને એકંદરે નિર્દોષ છે. આવાં સરલ નાનાં પુસ્તકોની બાલકોને માટે અપેક્ષા છે. મહેતાજીએામાંથી કાઇએ પણ આ વિષય ઉપર આપવું જોયતું લક્ષ આ તરુણે પ્રથમ આગળ આવી આપ્યું છે તેથી તેને માન ઘટે છે. . આ સિવાય સંસારબોધક ચિત્ર, જ્ઞાનગુટિકા, અંબીકા શતક, એ ગ્રંથા પણ મળેલા છે તેને સ્વીકાર કરતાં તેમના કર્તાને ઉપકાર માનીએ છીએ. ફેબ્રુઆરી-૧૮૯૩, ૧૦૯-રાજયોગ બ્રહ્મજ્ઞાનાનુભૂતિ સંગ્રહ વેદ:--શ્રી સભાપતિ સ્વામીનું નામ ધણુ ખરા જિજ્ઞાસુ મુમુક્ષુઓની જાણ બહાર નહિ હોય, તેમણે અંગરેજીમાં પણ કાસ્મિક સાઈકલોજિકલ ક્લિારી એ નામના ગ્રંથ આવાજ વિષય ઉપર લખ્યો છે એમ આ પુસ્તક પાછળના પ્રસિદ્ધ પત્રથી સમજાય છે. એ સ્વામીએ થોડા સમય ઉપર મુંબઈમાં યોગાભ્યાસ કરાવવાની શાલા પણ ચલાવી હતી. આ ગ્રંથ એ સ્વામીએ પોતાના અનુભવ જગતને પ્રસિદ્ધ કરી ઉપકાર કરવા હિંદિ ભાષામાં રચ્યા છે. શુક, ભંગી, શિવ, આદિ યોગીશ્વરએ પ્રત્યક્ષ થ. ૧૦૫ લખનાર રા. ચુનીલાલ લલુભાઈ તથા રા. જમનાદાસ મંગલ ગુપ્ત. ૧૦૬ રચનાર રા. મણિલાલ દલપતરામ પટેલ. અમદાવાદ. કીમત રૂં. ૦-૧૨-૦ ૧૦૭ સંગ્રહ કરી પ્રસિદ્ધ કરનાર રા. જીવરાજ જુઠાભાઈ લીબડી. ક. ૦-૧૦૦. ૧૦૮ લખનાર રા. રા. જીવાભાઈ દાદાભાઇ પટેલ, પીપળાવ, (ખેડા) ક. ૦–૨-૦. ૧૦૮ રચનાર મહાતમા જ્ઞાન ગુણ્યાગી સભાપતિ સ્વામી. પ્રસિદ્ધ કતાં તેમના “ શિષ્ય પુરા ” તત્ત્વ વિવેચક પ્રેસ. મુંબઈ મૂલ્ય રૂ. ૧-૦-૦ Gandhi Heri qe Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50