પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૮૩ ઝરણાદિના વિસ્તાર ઘણે છે, તથાપિ કેઇ એવી વિલક્ષણ રીતે રચના થઈ શકે છે કે એ ૨ચના થઈ છે કે એ રચના સત્ય છે કે મિયા છે, યોગરહસ્ય છે કે કેઈ ક૯૫નાએ ચઢેલા પુરુષની ઉન્મત્ત વચનજાલ છે, શુદ્ધ ઉપદેશ છે કે પ્રતારણા છે, એમાંના કેઈ નિશ્ચય બની શકતા નથી. ગુજરાતીમાં પણ આવાજ એક લેખ “ મુક્ત શાસ્ત્ર ” નામે ચાલે છે. એમ હાવાનો સંભવ છે કે સ્વામીએ પોતાના ખાસ શિષ્ય માટે આ લેખ ધાર્યો હોય, અને કેટલીક તેના ગુહ્ય જ્ઞાનની કૂચી હજી પિતાને હાથ રાખી હોય, તે પણ અનુબંધ ચતુષ્ટય ઉંપર યક્ષ રાખી ગ્રંથ પ્રસિદ્ધ કર્યાના પ્રયજનને કાંઈક ભાગે પણ સલ કર્યું હતું તે મુમુક્ષુઓને સંતોષ થાત. e ૧૧૦–સુંદરી તિલક:-જુદા જુદા કવિઓનાં, સ્ત્રીઓને નીતિ બોધ મળવા માટે વાચવા ગાવાને યોગ્ય કાવ્યાના સંગ્રહ કરી, પોતાનાં પણ કેટલાંક કાવ્યો ઉમેરી, રા. કહાનજી એ ગૂજરાતના સ્ત્રીવર્ગ માટે એક સારે કવિતાનો નાનો ગ્રંથ તયાર કર્યા છે ગરબીઓ વગેરે સાધારણ ગવાતી રાહ રાખવાથી ગ્રંથનો ફેલાવો થવામાં વધારે અનેકલતા સાધેલી છે. કવિ દ. લપતરામ તથા નર્મદાશંકરની કેટલીક કવિતાઓ છે તે જગત પ્રસિદ્ધ છે, અને કવિ કહાનજીએ જે પોતાની કવિતા તેમાં ઉમેરી છે તે પણ એ કવિતાઓમાં ભળતી આવે તેવી છે. પુસ્તક કન્યાશાલાઓમાં ચલાવવા યોગ્ય છે. ૧૧૧-કરાચાર્ય પંચરત્ન:-શ્રી શંકરાચાર્યનાં રચેલાં વિવેક ચૂડામણિ. અપરાક્ષાનુભૂતિ, સ્વાભ નિરૂપણ. આમાધ, અને વાયવૃત્તિ એનું ગૂજરાતી ગદ્યમાં વિવેચન સાથે ભાષાન્તર આ ગ્રંથમાં મૂલ સંસ્કૃત શ્લોક સમેત, સમાયેલું છે ભાષાન્તર ઉત્તમ પ્રકારનું છે, અને વિવેચન પણ શાસ્ત્રાનુસાર સારુ છે. મુમુક્ષુઓને આ ગ્રંથ આવસ્ય રાખી મનન કરવા જેવો છે.' ૧૧ર-ગોકલદાસ તેજપાલ ધર્મ ખાતાને ૧૮૯૦-૯૧ ને રીપોર્ટ:-શેઠ ગોકલદાસ તેજપાલનું ધર્મ ખાતુ પ્રસિદ્ધ છે. એ ગૃહસ્થ જે પૈસા પેદા કરેલા તેનું એવું ઉત્તમ સાર્થક કર્યું છે કે તેમણે જેલી વ્યયની પદ્ધતિથી અનેક નિરાશ્રિત વિધવા; બાલક, વર, ક... ન્યા ઈત્યાદિને સાહાસ્ય મળવા ઉપરાંત, પ્રતિવર્ષ ત્રીશને આશરે ગરીબ વિદ્યાર્થીઓ અન્ન વસ્ત્ર પુસ્તક ફી વગેરે સર્વ પામી છેક ડીગ્રીની પરીક્ષા સુધી અભ્યાસ કરવાને શક્તિમાન થાય છે તથા સંત પાઠશાલામાં પંડિતો તૈયાર થાય છે. આવી ઉદારતાથી રચાયેલી યોજનાઓને અમલ પણુ સારી રીતે થાય છે એમ કમીટીના રીપોર્ટ ઉપરથી જણાય છે એ સંતોષ કારક વાત છે; પરંતુ શેઠની જ્ઞાતિના જે ભાટીયા ગૃહસ્થા કમીટીમાં હોય છે તે પોતાની લાગ વગ ઉપર વધારે વલન રાખે છે એ જે લેકપ્રવાદ કોઈ કોઈ વાર કાને આવે છે તે બંધ પડે; અને સર્વ લોકને આ ઉદાર ધર્મ ખાતા ઉપર પ્રામાણિક વિશ્વાસ આવે એવું થાય તો બહુ ઇષ્ટ છે. ૧૧૩-લલુભાઇ શતશાઇ:-જુદા જુદા વિષયો ઉપર સાતસો દેહરા રચેલા છે. ૩૯૫ના તથા કાવ્ય રચના સારી છે, ભાષા સરલ છે. એપ્રીલ-૧૮૯૩ ૧૧૦ રચનાર રા૦ કહાનજી ધમસિંહ-નિર્ણયસાગર પ્રસ, મુંબઈ, મૂલ્ય છ આના. ૧૧૧ પ્રસિદ્ધ કરનાર રા. જયરામ રઘુનાથ. પ્રમુખ, વૈદ્યકજ્ઞાન પ્રસારક સભા મુંબઈ. મૂલ્ય રૂ. ૭-૧૨-૦ ૧૧૨ પ્રસિદ્ધ કરનાર મેનેજીગ કમીટી. ગૂજરાતી પ્રેસ, મુંબઈ. ૧૧૩ રચી પ્રસિદ્ધ કરનાર રા. એઝા. લલુભાઈ કાળીદાસ, મહુવા મૂલ્ય રૂ. ૦-૬-૦ Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50