પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 “બાવલાન, ૯ થિલ રહત, ઉચ્ચભાવનાના પ્રદેશમાં ગતિ કરવા ક૯૫નાનું જ સાધન હાથ ન રહત, અને આ કહું સંસારને શુભમય કરી શકાત નહિ. રામ નામનો મહિમા ગૃહસ્થ ત્યાગી યોગી સર્વને પ્રસિદ્ધ છે, અને તેનું સામર્થ એ બે અક્ષરમાં, એ નામદષ્ટ વ્યક્તિના ચારિત્રમાંથી પ્રાપ્ત થયું છે. એ રામ અને એ સતી શિરોમણિ સીતાના વૃતાન્તના શ્રવણુ મનનમાં આર્ય પ્રજાને પરમાનંદ લાગે છે, સ્વધર્મનુંજ તવ જણાય છે. રામાયણની ધર્મ અને ચારિત્રપરવે આવી ઉત્તમતા ઉપરાંત તેની એતિહાસિક ગણના પણ અતિ આવશ્યક એવા પ્રાચીન ગ્રંથમાં થાય છે; કેમકે એ અતિ પ્રાચીન લેખથી આપણને આપણા પ્રાચીનઋષિમુનિઓના સમયના સં. સારનું, ઘરનું, રાજ્યવ્યવહારનું, ધર્મનું, સંપૂર્ણ ભાન થઈ આવે છે; આપણી આધુનિક અને ધમતામાં તે ભાનથી તેવી ઉન્નતિએ જવાની ઉગ્ર ઇચ્છા થાય છે, અને રામ સીતા જેવાં પ્રત્યક્ષ દ્રષ્ટાન્તથી તે ઇચ્છા ઉત્કટ થઈ આગ્રહી બને છે. આવા અપૂર્વ ગ્રન્થનું યથાસ્થિત ગુર્જર ભાષાન્તર આપણને અદ્યાપિ મળેલું નથી એમ કહેવામાં બાધ નથી. ગીરધરકૃત વગેરે એક બે રામાયણ ગૂજરાતી પદ્યમાં પ્રસિદ્ધ છે, અને હિંદુસ્તાનમાં ભક્ત કવિવર તુલસીદાસની વાણીએ અનેક ભકત કવિઓ પંડિત વિદ્વાનોનાં મન હરી લીધાં છે, તથાપિ મૂલ વા મીકિ રામાયણ જેવું છે તેવું ને તેવું અદ્યાપિ આપણા હાથમાં આવેલું નથી. અને અવશ્ય જે ગ્રન્થ આવા અનેક રીતે ઉત્તમત્તમ છે તેનું યથાર્થ ભાષાન્તર હાથ આવવું એ પ્રથમે બહુ અપેક્ષિત છે. અંગરેજીમાં બે ત્રણ સારાં ભાષાન્તરે ગદ્યમાં તેમ પદ્યમાં થયેલાં છે; અને તે ભાષાન્તરકારોએ સ્લ રામાયણને ગ્રન્થ કેટલો એ વિષ્ય ઉપર ઘણો વિવાદ કર્યો છે કેમકે રામાયણની જુદી જુદી પ્રતિમાં અતિ વિશાલ પાઠાન્તર માલુમ પડે છે. આવાં બધાં સાહિત્યમથી ગૂર્જર ભાષામાં વાલ્મોકિનું કવન આપશુને સમજાવવા ઈચ્છનારને સંસ્કૃત જાણવુંજ આવશ્યક છે. યદ્યપિ ઝાઝો શ્રમ કરવાની અને પેક્ષા છે એમ નથી, તથાપિ રા. ઈચ્છારામે જે ગધમયભાષાન્તર આપણને આપ્યું છે તે ઘણી કાલથી કરેલું, સારુ અને સરલ તથા વાચવાયોગ્ય છે; એમણે કેટલે શ્રમ લીધેલ છે તે વાત પ્રસ્તાવનામાં તેમણે જે અમય હકીકત ભેગી કરી છે તેથીજ જણાય એમ છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતમાં એક પણ કુટુંબ એ ગ્રન્થનું નિત્ય શ્રવણું મનન કરવાનો લાભ લેવા ચુકશે નહિ. નવરાશને વખતે પુધા કે સ્ત્રીઓ નકામાં ગપ્પાં હાકે છે તે કરતાં આવા ગ્રન્થાને વાચે કે સાંભળે તો પરમ લાભ થવાનો સંભવ છે. e ૧૨૨ શુક્રનીતિઃ-આપણા દેશમાં ઘણીક રાજનીતિઓના ગ્રન્થ પ્રસિદ્ધ છે. ચાણક્ય નીતિ, હિતોપદેશ, પંચતંત્ર, ઈત્યાદિ ગ્રન્થાની પ્રસિદ્ધિનો હેતુ તેમાં સમાયલે નીતિબેધ છે. તેજ છે. ચાણક્યના નામથી લેકમાં એમ અર્થ પ્રવાર્યો છે કે કાંઇક કપટ, આડુ અવળું, તે ચાણકયનીતિ; અને શુક્ર એ નામનો અર્થ પણ કાંઈક તેવાજ પ્રકારના થતા ચાલે છે; પરન્તુ વાસ્તવિક રીતે તે તે લેખને વિલેકતાં એમ સમજાય છે કે કેવલ પ્રાપંચિક એટલે વ્યાવહારિક દષ્ટિને અવલંબીને એ ગ્રન્થો રચાયા છે તેથી યદ્યપિ તેમાં વ્યવહારનું પ્રાધાન્ય જણાય છે તથાપિ પરમાર્થ ઉપરથી દૃષ્ટિ ઉઠાવી લેઇને તેમણે વ્યવહારનો ક્રમ બાંધો નથી, e ૧૨૨ ભાષાન્તર કતાં રા. ર. ઇચ્છારામ સૂર્યરામ. ગુજરાતી પ્રેસ, મુંબઇ, કીમત ૩, ૨-૪-૦, Heritage Porta an 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50