પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, કહ્યું છે તે કદાપિ વીસરવું જોયતું નથી કે બાહ્ય ઇકિયાને વશ રાખી, અંતરથી વિયેનું ચિંતન કરનાર કેવલ મિયાચારીજ છે, એને કોઈ પણ ફલની પ્રાપ્તિ થતી નથી. દરિયદમનને અર્થે અનેક પ્રકારનાં જે સાધના વ્રત, હઠાગ, આદિમાં સુપ્રસિદ્ધ છે તે આદરવાની આવશ્યક્તા જણાય તો તેમ કરવાને બાધ નથી, પણ કેવલ તેવા દમમાત્રથીજ લાભ છે એમ ધારવું નહિ. આ રાજયોગના માર્ગને એવો નિયમ છે કે વિવેકથી આરંભી સાધનમાત્ર સાથે સાથેજ અભ્યસવાં. જમવામાં જેમ એકના એક પદાર્થથી રસ આવતા નથી, કે પાક કરવામાં જેમ એકના એક પદાર્થથી પાક થતો નથી, તેમ અમેદ ભૂમિકાના સાક્ષાત્કારના રસમય પરિપાક થવાને પણ સર્વ સાધના સાથે સાથે રાખવાં પડે છે. રોગીને એકલા આપધાપચાર ઉપરાંત પષણ, સ્થાન, સંસર્ગ આદિ પણ સાચવવાનાં છે, તેમાંના એકનાજ સેવનથી લ નથી, તેમ ભવદુ:ખના રોગીને પણ સર્વ સાધનો સમુદાયથી સાથેજ પાલવાનાં છે. અને સાથે પાલવામાં કઈ અંતરાય પણ આવી શકે તેમ નથી, કારણ કે રાજયેાગનાં જે સાધનચતુર્થ તે કઈ બાહ્ય ક્રિયા નથી કે જેથી બે ક્રિયા એક એકની સાથે ચાલી ન શકે. વિવેક, વિરાગાદિ સર્વે વિચાર અને ભાવનાથી ગમ્ય સાધના છે, શમાદિસંપત્તિ પણ તેવાજ પ્રકારની છે, એટલે જે પ્રસંગે જેવો વ્યવહાર પ્રાપ્ત થાય તેમાં તે તે સાધનો અનુભવ બુદ્ધિમાન અધિકારીને પરમ ઉપયોગી અને સહજે સાધ્ય છે. | શમથી કરીને શાન્તિના રવાદ અનુભવતું' અંતઃકરણ પ્રવૃત્તિના વેગમાં પડતું જ નથી, અને દમથી ટેવાઈ રહેલી ઇદ્રિ શમને વિરોધી હોય તેવા માર્ગમાં વધતી નથી. જે નિયમ મનવૃત્તિને લાગુ પડે છે તે નિયમ સ્કૂલ ઇકિય આદિને વધારે સૂદ્ધમતાથી લાગુ પડે છે. કોઈ એક શીલ મનને બંધાય છે કે પછી મન, રોકાયા છતાંએ તે ને તે માર્ગે વલવાનો યત્ન કરે છે, ને સહજે તેમજ વળ્યાં કરે છે. એમજ શરીરના અવય અથવા ઇક્રિયા પણ જે ભાગે વારંવાર પ્રયોજાય છે તેજ માગે ઈચ્છા વિના, સ્વાભાવિક રીતેજ, વળી જાય છે. આંખમાં પ્રકાશ આદિને વધારે પ્રવેશ થતો અટકાવવાને આંખને જે નિમેષ થાય છે તે આપણી ઈરછાથી થતા નથી. અનેક યુગથી સમગ્ર મનુષ્યજાતિને તેમ પ્રત્યેક વ્યક્તિને એ એક શીલ બંધાયું છે ને આંખની પાંપણે એવી પ્રવૃત્તિ સાહજિક રીતે કયાં કરે છે. કોઈ મારવા આવે કે હાથ ઉંચા કરી દેવાય છે, ખાવા વખત હાથમાં મળી આવ્યો કે હાથ મેઢા ભણીજ વળે છે, એ આદિ અનેક વ્યાપારે આપણા શરીરના અવયવો ઇચ્છા વિનાજ કયાં જાય છે. એ વ્યાપારને રોકવા માટે પ્રયત્નની અપેક્ષા રહે છે. સ્વાભાવિક વ્યાપારની પૈઠે જ કૃત્રિમ વ્યાપારે કોઈ કાઈ ઇંદ્રિય કે અવયવ કયાં કરે ને કૃત્રિમને એટલે કે ઈચ્છાસહિત કરેલા વ્યાપારને પણ સ્વાભાવિક જેવા એટલે કે ઈછા વિના થતા વ્યાપારના જેવા કરી લે ત્યારે, તેવા નઠારા વ્યાપારમાંથી તે તે ઇન્દ્રિયને રોકવાને આયાસની આવશ્યક્તા છે. ઘણાં માસેને આપણે કારણે અકારણે પણ જીભ હલાવ્યાં કરતાંજ દેખીએ છીએ; કાંઈને કાંઈ બાહયાંજ કરતાં દેખીએ છીએ; તેમની ઈચ્છા વિના પણ તે ઍલ્યાં કરે છે. આવી કુટેવ પડી જવાથી તે એક સ્વાભાવિક વ્યાપાર જેવી થઈ, અને ગમે તે સ્થાને કેાઈક સાંભળનાર મલ્યું એટલે અથવા કોઇને પણ શબ્દ કાને પડે એટલે તેવાં મનુષ્યની જીભ લાલવાજ માંડે છે અને ગમે તેવું પણ બોલ્યાં કરે છે. આવી રીતે પ્રત્યેક ઇંદ્રિયને ઘણીક અનિષ્ટ દે, ઇચ્છાથી પ્રાપ્ત થતે થતે, ઈચ્છારહિત સ્વાભાવિક જેવી થઈ રહે છે. એ સર્વને રોકવાને અર્થે દમની Sanah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 41750