પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 સુદર્શનગશાશ્વલિ, જે વિષયો વખતો વખત આપેલા તેને આ સંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે. ભાષા સરલ છે. વિષયે ઠીક વર્ણગ્યા છે, અને આ નાનાં બાલકે તેમજ સાધારણુ કેળવણીવાળા માણસને આ પુસ્તક વાચવાથી સારો બેધ થવાનો સંભવ છે. નવેમ્બર-૧૮૯૪ ૧૩પ-રસશાસ્ત્ર:-- સાહિત્ય એટલે કાવ્યાદિ પદાર્થ શું છે ? ઉત્તમ લેખ, ઉત્તમ ૨. સિક વાણી શું છે ? રસિકતામાં, સુંદરતામાં ઉત્તમતાનું બીજ અને સ્વરૂપ શું છે ? એક મકાનને જોઇએ, તેવી તે ની રચના, તેના એારડાની બારીઓની યોજના તેને રંગ, તેના ધાટ, ને એક એક સાથે તેના વિભાગનું સંવ, તેની ઉંચાઈ પહોળાઈ લંબાઈ આસપાસના દેખાવ સાથે તેની એકતા, એ બધું જોઈ મકાન “ સારુ ” છે, જોવા જેવું છે, રમણીય છે એમ આપણે કહીએ છીએ. કોઈ કવિતા વાંચી, કઈ ગદ્ય વાચ્યું, કોઈ ચમત્કાર હદયને લાગે, હદય પીગળી ગયું, વિષયમાં તન્મય થઈ ગયું, બીજી વાત પણ ભાનમાંથી નીકળી ગઈ, લખાણુ “ સારુ ” છે, એમ આપણે કહીએ છીએ. આ પ્રકારે એક એક વાતને જે “સારા” કહેવામાં આવે છે તેના નિયમનું શાસ્ત્ર થાય છે. નહિ કે તે નિયમે જાણ્યાથી હરેક વાત સારીજ કરી શકાશે, પિંગલ કે અલંકાર કે રસનું શાસ્ત્ર જાણ્યા પછી કવિજ થઈ જવાશે, માત્ર એટલું જ કે સ્વાભાવિક શકિત હશે તે તે આવાં શાસ્ત્ર જેવાથી સંસ્કાર પામશે, શકિત નહિ હોય તે પણ બીજાનામાં તેની શક્તિ જણાતી હશે તેને ઓળખતાં ને તેમાંથી આનંદ લેતાં આવડશે. આવા હેતુથી સાહિત્યસ્વરૂપ વિષે ગુજરાતીમાં એકાદ ગ્રંથ લખાય તે તે ઇષ્ટ છે, તેની બેટ છે. કવિ નર્મદ, કવિ હિરાચંદ, કવિ સવિતાનારાયણ, આદિના પ્ર. યાસ વિદ્યમાન છે, પણ પૂર્ણપણે જેવી ચર્ચા થવી જોઈએ તેવા શાસ્ત્રીય ગ્રંથ અદ્યાપિ અમારા જાણવામાં નથી. રા. છોટાલાલનું રસશાસ્ત્ર આવી કાંઈક ખોટ પૂરી પાડવાના એક યત્ન છે, પણ તે તે યજ છે એ કરતાં વધારે કહેવાવું અશકય છે. રસ એટલે શું ? તેની નિષ્પત્તિ શી રીતે નક્કી કેમ થાય ? એજ વાતને અવલંબી તેમણે ઘણુ વિસ્તારથી, શાસ્ત્રાનુસાર, અને કોઈ પણ વિચારવાનું વાચકને ઉપયોગી થઈ પડે તેવી રીતે, ગ્રંથ રચ્યા છે એમ મારે કહેવું જ જોઈએ; પણુ કાવ્યપ્રકાશ કે સાહિત્ય દર્પણ જેમાંથી તેમણે જે “બહુ મદદ ” મેળવી છે, તે વિનાનાં જે જે સ્થાનોએ પિતા તરફથી કાંઈક લખ્યું છે ત્યાં પિતાને એ વિષયને દઢ સંસ્કાર નથી એમજ બતાવી આપ્યું છે. અર્થાત તેમણે રચેલે આ ગ્રંથ વાચકવર્ગને વાચવાની ભલામણ કરવા સાથે તેવાં કેટલાંક સ્થલવિશેષ અત્ર દેખાડી, વાચકોના મનમાં થતે ભ્રમ નિત્ત કરી. એ ગ્રંથની ઉપયુક્તતામાં વધારે કરો એ અમારો ધર્મ છે.. કાવ્યનું લક્ષણ બાંધતાં લખનાર કહે છે કે “ એકાગ્રતા પ્રાપ્ત કરી આપવાના ઘણા પ્રકારમાંનો કાવ્ય એ પણ એક પ્રકાર છે . કાવ્ય લક્ષણ કેઇએ આપ્યું નથી તેથી તે રા. છોટાલ નવીનજ ક૯યું છે એટલી તેમની શકિતની ઉત્તમતા છે, પણુ એ લક્ષણ અયોગ્ય છે એમ કહેવાથી પાછા, નવીન લખતાં તેમણે ભુલ કરી છે એ ની અમારી ઊંકિત ના પુરાવા છે. “ રસાત્મક વાક્ય ” તે કાવ્ય એમ સાહિત્યદર્પણકાર કહે છે. “ દેષ રહિત, ગુણ સહિત ૧૩૫-રચનાર રા. રા, છોટાલાલ નરભેરામ ભટ્ટ, વડોદરા. ' Ganan Heritage e Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50