પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૯૮ સુદીન ગદ્યાવલિ, યોગ્યતાનું ચિન્હ છે, અને તે લક્ષણનેજ માન્ય કરતાં, તેમણે તેની ઉપધાતમાં કરેલી ઉકત ભુલોથી શ્રમ ન થાય એ બતાવવાનેજ આટલું કહેવાની અપેક્ષા છે. ( કાવ્યને અંગે શબ્દશકિતનો વિચાર પ્રાપ્ત થાય છે. અભિધા, લક્ષણા, જયંજના, ત્રણ શકિત સર્વત્ર પ્રસિદ્ધ છે. રસાત્મક વાકય તે કાવ્ય એમ તે રા. છોટાલાલ માને છે, પિતાને ગ્રંથ પચાસેક પાનાં આગળ વધે છે એટલે રસ વ્યંજિત થાય છે એમ પણ સ્વીકારે છે, છતાં શબ્દશકિતના વિચારમાં લખે છે કે આ “ વ્યંજના પણ કાવ્યો જીવ નથી, ” અર્થોત “ રસ ” નથી. આ વાત કેવલ બ્રમરૂપ છે. એટલું પણ તેમણે વિચાર્યું નથી કે “ અ. ભિધા " રસ નથી, “ લક્ષણ” રસ નથી, અને “ વ્યંજના ” પણ “ કાવ્યનો જીવ ” (રસ) નથી, અને જેટલું વક્તવ્યર્થ છે, શબ્દમાત્રથી જેટલા અર્થ બતાવવાના છે, તે અભિધા લક્ષણા ને વ્યંજના વિના અન્ય છે નહિ, ત્યારે “ કાયને આમા “ જે રસ તે કયાંથી આવે છે ? આકાશમાંથી પડે છે ? શૂન્યમાંથી ઉપજે છે ? અર્થમાત્ર તે આ ત્રણું શબ્દશકિતમાં ગયા, રસ તેમાં ગયો નહિ, ત્યારે એ ત્રણ બહાર કોઈ અર્થ ન નીપજ્ય કે જ્યાંથી રસ ઉપજ્યા? આ વાત તેમણે વિચારી હોત તે, પાછળથી તેમણે સ્વીકાર કર્યો છે કે રસને વ્યંજના સાથે સંબંધ છે તેજ વાત ખરી લાગી હોત, અને આ ભ્રમ વાચનારના મનમાં તેમણે ઘાલ્યો ન હોત. પરંતુ શબ્દશકિતના સ્વરૂપ વિષે તેમને પૂરો ખ્યાલ ન હોય એમ લાગે છે, ને તેને થીજ આવી સરતચૂક તેમનાથી થઈ છે. વ્યંજનાનું ઉદાહરણ આપતાં “ શેઠ ગામ ગમ છે ” એ ઉદાહરણ તેઓ આપે છે, અને એમાંથી “ શેઠની સાથે ચાકર છે” એટલી વ્યંજના ઉ૫જાવે છે !! આ વાકયને કોઈ અમુક વક્તા તેમણે કર્યો નથી, એટલે “ શેઠ ” શબ્દની “ચાકર સહિત શેઠ ” એવી અજહલક્ષણા માનવાને કશું પ્રયોજન ( વ્યંજના સિદ્ધ કરવાની અપેક્ષા ) નથી. છતાં “ શેઠ ગયા છે ” એ વાક્યથી આવી વ્યંજના કેમ થઈ તે ગ્રંથકાર જાણે. પણ લક્ષણાનાએ તેમને સ્પષ્ટ પ્રહ થયો હોય એમ લાગતું નથી, લક્ષણાનાં પ્રવૃત્તિનિમિત્ત ત્રણ છે (૧) મુખ્યાથબાધ, ( ૨ ) તાગ, (૩) રૂઢિ અથવા પ્રયાજન-રા. છોટાલાલ લખે છે કે “ રૂઢી કે પ્રજનને લીધે શબ્દને ચાલુ અર્થ પ મુકીને બીજ અર્થ સમજવામાં આવે ” ત્યારે લક્ષ્યાથે ઉદ્ધવે. “તદ્યાગ ” એ નિમિત્ત તેમના સમ જવામાં નથી, અર્થાત જે શબ્દના લાક્ષણિક અર્થ કરવો હોય તેના વાગ્યા સાથે જેને યોગ, સંબંધ, હાય, એજ લક્ષ્યાર્થ લેઈ શકાય, રા. છોટાલાલ કહે છે તેમ, “ બીજેજ ” અર્થ ન લેવાય, એમ હોય તે તે ગમે તે શબ્દની ગમે ત્યાં લક્ષણા કરી દેવાય ને અવ્યવસ્થા થઈ. જતાં વાણીથી વિચારનો વિનિમય કરવો અશકય થઈ પડે. આ ભુલને લીધેજ લક્ષણાના ઉદાહરણમાં પણ ભુલ થઈ છે “ છાપરા ઉપર બીજને ચંદ્રમાં દેખાય છે ” આ વાક્યમાં * છાપરા” શબ્દનો અર્થ “ નળિયાંથી બાંધેલું ઘરનું ઢાંકણુ” ન સમજતાં, “ તે જગે ઉમ પર દેખાતું આકાશ ? એમ લક્ષણથી કર્યો છે, ત્યાં “ તાગ ” નો અર્થ જે લક્ષમાં રહ્યા હોત તો આવા “ બીજ ” અર્થ કર્યો ન હોત. વળી રા. છોટાલાલ લખે છે કે આ ઠેકાણે * છાપરાપર કહેવાની રહી છે અને આકાશમાં જોવાનું પ્રયોજન છે” તે લક્ષણાનાં પ્રકૃત્તિનિમિત્ત ન સમજવાનું જ કુલ છે. તેમણે પોતે “ રૂઢી કે પ્રજન” એ બેમાનું એક નિમિત્ત માન્યા છતાં, અત્ર બન્ને ને નિમિત્ત માન્યાં છે એ ચૂક છે. બંને નિમિત્ત થતાંજ નથી, રૂઢિ હોય તે પ્રયોજન નહિ, અને પ્રોજન હોય તે રૂઢિ નહિ એજ વ્યવસ્થા છે. રૂanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50