પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 be૮. સુદર્શન ગદાવલિ ગારરૂપ હતી તે કરવાનું કારણુ રહત નહિ. રાજ્યબંધારણ સાથે કવનના સંબંધ બતાવવા યત્ન કર્યો છે તે કરવો પડત નહિ. કવિઓ પોતપોતાના જમાનાના કુસુમરૂપ છે, ને યદ્યપિ ઉત્તમ પ્રતિભાનાં ચિત્ર સર્વ કાલને માટે સિદ્ધ રહે છે, તથાપિ, કવિતાની અસર મંડલ ઉપર છે કે મંડલનું પ્રતિબંબ કવિતામાં છે એ પ્રશ્ન વિષે અમુક નિર્ણય થવા અશક્ય નહિ તે કહિન છે. રા. ગોવર્ધનરામે પોતાના વ્યાખ્યાનમાં જે વર્ણન કરેલું છે તે જોતાંતો કવિતામાં સમાજનું પ્રતિબિંબ હોય છે એ મતને પુષ્ટિ મળે છે. અને એમણે વ્યાખ્યાનને “ કવિઓ અને તેમની સમાજ તથા નીતિ ઉપર અસર ” એવું નામ આપ્યું છે તેના અર્થ કવિઓ અને તેમની કવિતામાં સમાજનું પ્રતિબિંબ એવાજ થાય છે એ રીતેજ કવિતામાં રહેલી ઐતિહાસિક ઉપયુક્તતા સિદ્ધ થતાં કેવલ હૃદયરસના સાર ઉપરાંત પણ પ્રાચીન કવિતાને પરપગ સિદ્ધ થાય છે, મહાભારત, રામાયણ, પુરાણ, આદિ નાજ અર્થ ગૃહે છે, આ જમાનામાં આપણે પ્રાચીન કવિઓને વીસરતા જઈએ છીએ, તેમની શૈલી મુકતા જઈએ છીએ, અને નવીન સંસર્ગોમાં તણુઈ નવી નવી યોજનાઓ લેખન શૈલીમાં દાખલ કરતા જઈએ છીએ તે વખતે કવિતામાં રહેલા આ ઐતિહાસિક મર્મ આપણને સમજાવવામાં આવે તે બહુજ અગત્યનું છે. પ્રેમાનંદને માટે વડોદરામાં દયારામને માટે સુરત અને મુંબઈમાં, જે થયું છે, તેવું શામલ, અખો, મીરાં, ભાલણુ તથા અનેક સાધુ આદિને માટે થવાની પૂર્ણ આવશ્યકતા છે. વળી આપણા લોકોમાં ચાલતી નાની નાની અભણ જેવી કવિતાઓ જેમાં ઘણે મર્મ, અને ઉંડે અનુભવ રહેલું હોય છે, ખેતી કરતાં, વાવતાં, રાંધતાં, ચાલતાં, પરણતાં, પ્રેમ કરતાં, અનેક પ્રસંગે ગામડામાં લોકો જે ગીત, રાસ, દુહા, આદિ મૈઢે બોલે છે, તેનો પણ સવેળા સંગ્રહ થવાની પૂર્ણ આવશ્યક્યા છે. એમાં આપણે દેશને ઈતિહાસ, આપણા લોકને અનુભવ, ઘણી સારી રીતે જામી રહેલા છે. આ બન્ને વિષયે કોઈ ખંતી પુર્વે હાથ ધરવા જેવા છે, એમાં મહેનતનું જ કામ છે. ને તે મહેનત સર્વ રીતે ઘણી સફલ થવાનો સંભવ છે. રા. ગોવર્ધનરામે આ ભાષણ જે ધારણુથી રમ્યું છે તેજ ધારણે આપણી ભાષાના લેખન માત્રને ઈતિહાસ રચાવાની પણ આવશ્યકતા છે, અને અમે એ વિદ્વાનને જ તે કામ કરવાની ભલામણ કરવા ઉત્સુક છીએ. આ ભાષણનું ભાષાન્તર થઇ જેમ વધારે પ્રસાર પામે તેમ લોકને આ વિષયની યોગ્યતા સમજાય તેમ છે.. ૧૪૯–તવિવેક-બ્રહ્મજ્ઞાનના અભ્યાસીઓને આ ૧૬ પૃષ્ઠના લેખથી, બ્રહ્મ, અ. વિદ્યા, પંચીકરણ, જગત , તત્વમસિ, લક્ષણ, આદિ વચનોના મર્મનું ફીક જ્ઞાન થાય તેવી રીત રા. વિશ્વનાથે સારી લેજના કરી છે. ભાષા સરલ અને સંસ્કારવાળી છે. ૧૫૦-આકાશત-આકાશતત્વ વિષેનું આ ગૃહસ્થનું પુસ્તક પ્રયમ બહાર ૫ડયું ત્યારે જ તે ઉપર અમે યોગ્ય વિવેચન કર્યું હતું. આ તેની બીજી આવૃતિ છે; પણુ વિષય એટલે બધે ઉપયોગી અને મનન કરવા યોગ્ય છે કે પુન; પણ વાચકવર્ગના લક્ષ ઉપર આ ગ્રંથનું નામ લાવવું એ અમારી ફરજ છે. ૧૪૯-રચનાર રા. રા. વિશ્વનાથ પ્રભુરામ. મુંબઈ. . ૧૫૦-રચનાર રોઠ. નસરવાનજી ફરામજી બીલીમારીયા. મુંબઈ. Ganan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50