પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૧૧ છે. આ સિવાય આય (સ્ત્રી ઉપયોગી બાધ પુસ્તક રચનાર રા. રા. રણછોડલાલ અને મૃતરાય દેશાઈજી વડાદરા ), તથા શાલાપાગી લેખચ'દ્રિકા, રુદ્રપ્રાથના વ્યાકરણના, એ પુરતા પણ અમને મળ્યાં છે જેને ઉપકાર સાથે સ્વીકારી કરીએ છીએ. મે-૧૮૮૫ ૧૫૯-રાજર્ષિ–શુદ્ધબુદ્ધિ, આર્યધર્મની મહત્તા ઉપર શ્રદ્ધા, એ ધર્મનાં તત્વને સિદ્ધ કરી આપવાની આતુરતા, અને ઘણી ઘણી વિજ્ઞાનવાર્તાના સામટો ભંડોળ, એ સર્વથી ગ્રંથની ઉત્તમત્તા સિદ્ધ થતી હોય તો આ ગ્રંથને ઉત્તમોત્તમ કહેવોને કાંઈ આંચકે ખાવાનું કારણ નથી. આવા પ્રયાસને આર્યધર્મના નિગૂઢ તત્ત્વની સપ્રમાણુ સર્વોપરી મહત્તા માન્ય કરનાર અમારા જેવાઓએ તો અવશ્ય વધાવી લેવા જોઇએ; અને ખરેખર, સત્યની વકીલાત પણ અમુક નિયમથી થઈ શકે છે એ ધારણ ઉપર અમે અમારી ફરજને સ્થાપી ન હોત તો આ ગ્રંથની સ્તુતિ કરી સર્વને તે વાંચવાની ભલામણ કરવાથીજ અમારા વિવેચનની સમાપ્તિ કરત. આમ કહેવાનું તાત્પર્ય એવું નથી કે ગ્રંથ નિરુપયેગી કે નાપાયાદાર છે; એના ઉપર આ સ્થાને વિવચન થાય છે એજ એમાં કાંઈક સાર છે એની પ્રથમ પ્રતીતિ છે, અને સારવાળી વસ્તુનેજ વધારે સારવાળી બનાવવાના હેતુથી વિવેચકની પ્રવૃત્તિ છે, દોષમાત્ર જેવાથી કશો લાભ નથી, ગ્રંથગત વિષય જે તેમ કરવાથી વધારે સુદઢ થતો હોય તો એ કામ, અરુચિકર છતાં કર્તવ્ય છે. પ્રથમથીજ કહેવું જોઈએ કે આ ગ્રંથમાં દોષ નથી, પણ અવ્યવસ્થા અને અપ્રમાણ વાતઓ કેટલેક ઠેકાણે વિદ્યમાન છે, જેથી જિજ્ઞાસુને કવચિત ઉલટો બાધ થવાનો સંભવ છે. ગ્રંથકારે ચર્ચા કરવાને જે વિષ લીધા છે તે પ્રસ્તાવનાને પાને ૩થી ૫ સુધી આપ્યા છે. અત્ર તેમના પૂરેપૂરો ઉતારી લેવાની જગા નથી; લેશમાત્ર ઉતારે કરીએઃ “૧ પરમાત્મા અથવા સર્વ વસ્તુના મુળ કારણરૂપ ઈશ્વર છે કે નહિં; (૨) એવીજ રીતે આત્મા અથવા જીવની સિદ્ધિ; (૩) “ ત્યારપછી મુળ પ્રથમ બુદ્ધિ અથવા વિશેષ જ્ઞાન સ્વાભાવિક છે કે ઈશ્વરપ્રેરીક ” ( અમે ધારીએ છીએ કે પ્રેરિત ) “ છે, અને જે નિર્દોષ રીતે ઈશ્વરપ્રેરિક સિદ્ધ થાય તો તે જ્ઞાનનું મુળ બીજ પ્રથમ સૃષ્ટિકાળની મુળ ભાષાઢારે થવું જોઈએ. ઈત્યાદિ; (૪) ઈશ્વર પ્રેરીક જ્ઞાનનાં મુળતરા ઉપર કહ્યું એવી રીતે સિદ્ધ થયેલી મુળ ભાષામાં આ સૃષ્ટિની ઉત્પત્તિ * સ્થિતિ વિગેરે સત્ય વિદ્યાના નિયમ પ્રમાણે સિધ્ધ થવાં જોઈએ; (૫) આ થયા પછી ધર્મ “ અને અધર્મ એ બેઉના મુળ દોષરહિત અર્થ શું છે ? (૬) ઈશ્વરપ્રેરીક સનાતન સત્ય ધર્મ K અને અધર્મની બુદ્ધિવાદથી જ્ઞાનદ્વારા પરીક્ષા કરવામાં કાંઈ સાધન છે કે નહિ ? (૭) ઈ. « શ્વBરીક સનાતન સત્ય ધર્મ અને અધર્મની મર્યાદામાં રહેનાર પુરુષને ઈશ્વરની પ્રાર્થના કેરવાની કાંઈ અગત્ય હાય નહિ...... હોય તે તેના નિર્દોષ હેતુ શું છે ? (૮) ઉપાસના અને પ્રાર્થના એના સ્પષ્ટ નિર્દોષ અર્થ જાણવાની અગત્ય છે; (૯) તે માટે કેવી સ્થિતિ રીતિની અગત્ય છે; (૧૦) સાંપ્રતકાલમાં જે અનેક ધર્મ મત પંથ ચાલેલા છે તે સધળા ક૯પીત છે કે તેમાં મુળ ઈશ્વરપ્રેરીક સનાતન ધર્મ અને અધર્મનો કાંઈ પણુ આધાર લીધેલ છે.” આવો ઉપક્રમ જણાવ્યા છે, તેમાં અમને પતને તે કાંઈ પણ પદ્ધતિ, કાંઈ પણ ધરણને આભાસ થતો ૧૫૬-રચનાર રા. રા. નાતમરામ ઉત્તમરામ ત્રિવેદી-સુરત. પ્રસિદ્ધ કર્તા રા. રા. મનમોહનદાસ દયાળદાસ. મુંબઈ. બીજી આવૃત્તિ. મુલ્ય રૂ. ૩-૦-૦ નિર્ણયસાગર પ્રેસ, Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150