પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગયાવલિ, નથી, કવચિત સ્પષ્ટ અચધ પણ ઉપજતો નથી. આ ઉપક્રમ કરીને પ્રતિજ્ઞા એવી કરી છે, કે “ ગ્રથ વાંચ્યા અથવા સાંભયાથી બુદ્ધિ અને જ્ઞાનના કાંઈ પણ અધિક પ્રકાશ થઈ કોઇ પણ વિષયને સત્ય અને અસત્ય નિર્ણય કરવાની શક્તિ આવે છે કે નહી.... ......” ઇત્યાદિ. આ ઉદેશ અને આ પ્રતિજ્ઞા જોઈનેજ ગ્રંથને તપાસવાની અર્થ થાય છે. - ગ્રંથના પ્રતિપાદ્ય વિષય “ સનાતન ધર્મ ” છે, અને તે સનાતન ધર્મ એટલે મન્હાદિએ રાયમલ્ટક્ષણમ્ એમાં જે સામાન્ય ધર્મ કહ્યા છે તે ઉદિષ્ટ છે. એ ઉપરથી સર્વ ધોના ઉધવ, સંબંધ, પ્રપંચના વ્યવહારને ઘટાવે, યોગાદિની વ્યવસ્થા, વેદ પુરાણુ દુશનસ્કૃતિ આદિનો સમન્વય, મુસલમાન ક્રિશ્ચીઅન આદિ પરધર્મોના વિસ્તાર, અને છેવટ સ્વાર્થથી એજ ધર્મમાં થયેલી વિકૃતિઓ, એ આદિ કથવાના ઉદ્દેશ છે. જ્યાંથી મળી શકે ત્યાંથી આણી ગ્રંથકારે પોતાની શક્તિ અનુસાર, સામગ્રી સારી ભેગી કરી છે, તેના ઉપગ રાજર્ષિ અને કોઈ પરીક્ષત રાજાનાં પ્રશ્નોત્તરરૂપે ઘણી સારી રીતે પોતાની શક્તિ અનુસારૂ કર્યો છે; અને અમુક અધિકારવાળા જનોને આ પ્રયાસ અવશ્ય બેધકારક થયા વિનારહેશે નહિ એ વાત પણ આ ગ્રંથની આ બીજી આવૃત્તિ છે એથી સુસિદ્ધ છે. પરંતુ આવા વિષય વિષે બોલતાં નિશ્ચયપૂર્વક બેલિવું અતિ કઠિન છે, ત્યાં “ વાચવાથી કે સાંભળવાથી કોઈ પણ વિષયને સત્યાસત્ય નિર્ણય કરવાની શક્તિ આવશે ” એ દાવા કરો એ, અમારી અકલમાં તો એક સાહસ જેવું જ લાગે છે, અને અમુક વર્ગ ના વાચકોને વખતે અરુચિ પેદા કરનાર થઈ પડવાનું પણ ભય રહે છે. એવો દાવો ગ્રંથગત વિવેચનથી વિષયની ચર્ચાની ખુબીથી, જે સિદ્ધ થયા હોત, વાચનારને તેવી શક્તિ આવત ન આવત તે જુદી વાત છે પણ વાચતે વાચતે એ કવચિત તેવા સત્યની ઝાંખી થઈ જતી હોત, તે કહેવાનું કાંઈ જ હતું નહિ. જ્યારે વિદ્યાના અતિશય વિસ્તાર થયો છે ગુઢમાં ગુઢ તત્ત્વજ્ઞાનની બુદ્ધિદ્વારે પણ છનાની થઈ રહી છે, અને હરેક વાતને સરખાવવાનાં ધોરણે કાંઈક પણ સાક્ષરત્વ પ્રાપ્ત કરેલા લોકમાત્રના હાલમાં આવ્યાં છે, ત્યારે પ્રાચીનતાની સ્તુતિ માત્રથી કે ગાંભીર્યના આકારમાત્રથી કે ઘણી હકીકતને બે મોઢા આગળ આણી આપવાથી વાચક તુરતજ “ હરેક વાતનો સત્યાસત્ય નિર્ણય કરવાનું શીખી લેશે એમ ધારવુ એક સાહસજ મનાય. આવાં સાહસ ચારે પાસા ઘણાં થવા લાગ્યાં છે, લોકોની અભિરુચિ પ્રાચીનતા ઉપર સારી થઈ છે, તે તે સમયે યથાર્થ સત્ય વિના અન્ય વાત લકાને આપવામાં ન આવે એટલા હેતુથી, અમને આવી વાર્તા અતિશય પ્રેમપૂર્વક પ્રિય છતાં, અમારે તે ઉપર કવચિત નિસાહનું જલ દિલગીરી સાથે છાંટવું પડે છે. કેટલાંક દટાન્ત આપવાં જોઈએઃ- ગ્રંથકત ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો આરંભ કરે છે ( કહેવા દે કે જીવેશ્વર ભેદ માનીને સમગ્ર ગ્રંથની પ્રવૃત્તિ થઈ છે, જો કે છેક છેવટના પાનામાં કવયને મોક્ષ કહેવા માંડયું છે, અને ભેદ ન હોય એવા ભાસ જણાવા જેવું થાય છે ). આ આરંભે લખે છે. કે “ આપણે જે કાંઈ પ્રત્યક્ષ ચક્ષુ ઇંદ્રિયદ્વારા જોઇએ છીએ તે પ્રથમજ દુષ્ટાત્પત્તિ થતુ નથી, કેમજે પ્રત્યક્ષ જોયેલો પદાર્થ જાતે કારણ નથી, પણ તે કાઈનું કાર્ય છે અને તેનું કારણ તા જીજ હોય છે. દરશન વિદ્યાથી સિદ્ધ થયું છે કે કોઈ પણ પદાર્થ જોયા પહેલાં તેની પ્રથમ ઇચ્છા ઉત્પન્ન થયાથી તેનું મનન થાય છે ત્યાર પછી ચક્ષુ ઇંદ્રિયદ્વારા પારષિક ભાગમાં anahildertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 12850