પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન ઉપહાસ સાથેજ પેદા થાય છે. પિતાને બરાબર ખબર હોય તેટલું જ લખવામાં આવતું હોય તો કેવું સારું થાય ! પ્રાચીન મહત્તાને આવી વિદૂષિત કરવી એતો પાપ છે. જ શબ્દપ્રયોગોમાં પણ માઈક (માયિક ), રધુવેદ (ઋગ્વદ) આયુદ્ધ (આયુધ) હુલાસ (ઉલાસ) અતુલ્ય (અતુલ) માન્ય (મૈન) એવા દીઠામાં આવે છે; ઘણુ કરી સરવીલીયમ હટરના ઈતિહાસમાંથી પુષ્કળ ઉતારા કર્યા છે, પણ તેને રોબર્ટહંટર અને છેવટ રેવરંડરબર્ટહંટર લખ્યો છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે સંસ્કૃતજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, કે શબ્દજ્ઞાન, સંપૂર્ણ હોય તેમજ મહાભ્ય આવે, તેજ જ્ઞાની થવાય, તોજ ગ્રંથ લખીને લોકને કહેવા જેવી ચાર વાતે પાતામાં છે એવી પ્રતીતિ થાય; શાસ્ત્રીય જ્ઞાનવિના પણ ઈશ્વરકૃપાથી કે આત્મબળથી ઘણાએ મને હામાઓ કે સિદ્ધ થઈ ગયા છે; પરંતુ ગ્રંથ લખવામાં પોતાના જ્ઞાનની પાર દાવો કરવાથી વાચનારને હાનિ થાય છે, અને સત્યનો પાયો યથાર્થ જામતા નથી એટલું જણાવવાનેજ અને મારે આટલું લખવું પડે છે. ગ્રંથ એકંદરે અધિકારીઓને મનન કરવા યોગ્ય છે, પણ એનું મનન થયા પછી તેમણે પોતાના જ્ઞાનને કોઈ અન્ય રીતે ચેકસ સંસ્કારવાળું કરી ન લીધું તો યથાર્થ વાતજ હાથ આવી છે એ વિષયે તેમના અંતરાત્માની જે સાક્ષી થાય તે ખરી જુન-૧૮૮૫ ૧૫૭-સુજ્ઞકાકી—અંગરેજી ઉપરથી આ વાર્તા ભાષાન્તર છે. ભાષાન્તર કર્તાએ વાતોનુ વડુ ગૂર્જરવાચકવર્ગ આગળ મૂકવા ઉપરાંત અભ્યાસીઓને પણ અંગરેજી ઉપરથી ભાષાન્તર કરતાં ઠીક પડે એવા ઉદેશ રાખે છે. આ ઉભયે ઉદ્દેશ સારી રીતે જળવાયા. છે એમ જે પ્રતિષ્ઠિત વિદ્વાનોના અભિપ્રાય થયા છે તેને અમે પણ અનુમાદન આપીએ છીએ વાતનું વસ્તુ ઘર કેળવણીના સામર્થ્યથી બાલકની કેળવણી ઉપર કેવી અસર થાય છે, તેના સારા અને નઠારા બે દાખલા બતાવી મુકાબલાથી ઉપદેશ આપવો એવું છે. કેળવણી એટલે શાલાની કેળવણી તે તે ખરેખર માણસની આખી કેળવણીનોધણો નાના હિસ્સા છે, અને ખરી કેળવણી તો ઘસ્ની કેળવણી છે તેજ છે. પરંતુ આ વાર્તામાં ધરસત્તાનું સામર્થ જણાવવાને જે ઉદ્દેશ છે તે સિદ્ધ થવામાં અમને એટલીજ અડચણ જણાય છે કે અંગરેજી રીતભાત, પાઠશાલાની વ્યવસ્થા, ઘરની સ્થિતિ, એ આદિનાં વર્ણનથી વસ્તુનો વિસ્તાર છે, અને પાત્રનાં નામ પણ પરદેશી છે, જેથી ઘરકેળવણી કેમ આપવી ને કેવી અસર ઉપજાવવા કેવાં સાધન યોજવાં એ વાત સમજવા માટે આ દેશનાં માબાપને આ પુસ્તક વાચતાં કેવળ વાચીને સમજવા ઉપરાંત એક બે ઘણા કઠિન બુદ્ધિ વ્યાપાર કરવા પડશે. પ્રથમ તો તેમરો વાતોના પ્રસંગ વાચી પ્રસંગના બનાવમાંથી જે કેળવણીના નિયમ ત્યાં પ્રવર્યો હશે તેને જુદો કાઢવો જોઈશું, અને પછી તેના તે નિયમને અત્રના તેવા પ્રસંગે કેમ લાગુ કરવા તે વિચારવું જોઈશું. આ ઉભય વ્યાપાર કરવાનું કામ વાચકને સાંપવાનું રહ્યું એટલે વાતો લખવાનો જે મુલ ઉદેશ કે વાચકને એનાં એજ કામ લેખકે કરી બતાવવાં તે રદ થઈ ગયા, અને આવું ભાષાન્તર કુલમાં ઉપયેગી થવા ઉપરાંત બીજા ઉપયોગનું ૧૫૭ભાષાન્તર કરનાર રા. રા. જગજીવન ભવાનીશંકર કાપડીઆ. આર્યોદય પ્રેસ, . અમદાવાદ. કી. ૦–૮–૦ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.