પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ. રહ્યું નહિ. અમને એમ લાગે છે કે ભાષાન્તરક્તએ પોતે આ દેશના રીત રીવાજને અનુસરી આ વાર્તાના વસ્તુમાં અને પાત્રનાં નામે વગેરેમાં યોગ્ય ફેરફાર કર્યો હોત તો ઘણા લાભ થાત. એક યાહુદીપાત્રના મેઢામાં સુરતી વાણીઆના તેતડા શબ્દો મુકવા જેટલા ફેરફાર કર્યો છે તે તે પાત્રનું નામ યાહુદી રહેવાથી, અને બીજી રચના તેમની તેમ રહેવાથી ઉલટે વિચિત્ર લાગે છે. પાશ્ચાત્ય લોકો એમજ માને છે કે કેળવણી અને યોગ્ય માવજતથીજ માણસનામાં ગુણે આવે છે અને મરણુજીવન પણ ટાળી કે સાચવી શકાય છે; પ્રારબ્ધ, અદટ, કે સંસ્કારને તે માનતા નથી. જે ફેરફાર કરવાના તેમાં આ વાતને પણ કાંઇક વિચાર આવો જોઈએ, અને આ દેશની રીતિ સ્થિતિ અનુસાર બે બાળકો ઉપર ઘરસંસારની શી અસર થાય તે બતાવવું જોઈએ; તેજ આ પુસ્તક પૂર્ણ ઉપયોગી થાય. - ૧પ૮–આહાનિર્ણય-વૈદ્ય ગિરજાશંકરે માંસાહારનો નિષેધ બતાવવા ધર્મ, વૈદ્યક. તથા સૃષ્ટિવ્યવસ્થાને અનુસરી સારાં પ્રમાણ આપી આ ગ્રંથ થાળે છે. આજ કાલ માંસાહાર વિરુદ્ધ ઘણી ચર્ચા ચાલે છે, અને વૈદ્યરાજનો આ આયાસ પ્રત્યેક આર્યસુજને મનન કરવા યોગ્ય છે. લખવાની છટા સારી છે, કે તેને અંગરેજી ભાષાનું જ્ઞાન હોત તો કેટલીક વધારે યુક્તિઓ તેમના સમજવામાં આવી હાત એ સ્પષ્ટજ છે. આર્યધર્મગ્રંથોમાંથી પ્રમાણા આપ્યાં છે તે યોગ્ય છે, પરંતુ તેમાં અર્થજના પર દયાનંદપદ્ધતિનો આદર કર્યાથી કાઈ કોઈ વચનનો અર્થ અશ્રદ્ધેય જેવો લાગી આવે છે. એમ થવાથી ગ્રંથના મુખ્ય ઉદ્દેશમાં કશી હાનિ આવતી નથી એટલે તેની વિશેષ ચર્ચા કરવી નિરર્થક છે. આ ગ્રંથની પાછળ રા. બા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ એમણે રચેલે આહારમિમાંસા નામના એજ વિષયને લેખ જોડેલે છે જે પણ ઘણા વિદ્વત્તાવાળા છે, અને સર્વને મનનીય છે. ૧પટગોકલદાસ તેજપાલ ધર્મખાતાનો રીપેર ( ૧૮૯૩ )-શેઠ ગોકુલદારાની અતિ ઉદાર અને ભવ્ય દાનશીલતાની વ્યવસ્થા કરવામાંથી ઉદ્દભવેલાં શાલા, પાઠશાલા, બાર્ડિગ, નિરાશ્રિત કુંડ, આદિ અનેક ખાતાં જેવી ને તેવી વ્યવસ્થામાં યોગ્ય રીતે ચાલે છે એ જોઈ સંતોષ થાય છે. આ વૈષ્ણવ શેઠે પોતાની દાલતને ઉપયોગ કરવાનો જે ધર્માદાપ્રકાર યાજ્ય છે તે સર્વથા સ્તુત્ય છે અને અન્ય શ્રીમાનોને અનુકરણ કરવા યોગ્ય છે. e આ સિવાય ચંદ્રકાન્ત ચંદ્રાવતિ દુ:ખદર્શક નાટક એ નામની એક રચના પણ અમને મળી છે જેને ઉપકાર સાથે સ્વીકાર કરીએ છીએ. ૧૬૦-ગૃજરાતી શબ્દાર્થસિંધુ:- કવિ નર્મદાશંકરે ગૂજરાતી કેશ રો એ ભગીરથ પ્રયત્ન હતા એમાં શંકા નથી, અને એ પ્રયને કવિના નામને અમર કર્યું છે એ પણ નિર્વિવાદ છે. એ કાશ બહુ માં હતા, તેમજ આરંભના હોવાથી કાંઈક ન્યુનાધિક પણ હોવાનો તેમાં સંભવ હતો. રા. વિઠ્ઠલદાસે તે કેશને આધાર રાખી, તથા તે ઉપરાંત બીજ પણ શબ્દ ઉમેરી આ એક નાના સરખા કેશ સરતામાં બહાર પાડ્યા છે તેથી | ગુજરાતી વાચક વર્ગને ધણા લાભ થવાનો સંભવ છે. જયારે ગુજરાતી ભાષામાં પ્રસ્થા તિપ્ર. ૧૫૮-રચનાર વૈદ્યરાજ રા. રા. હરગોવિંદ ગિરજાશંકર, અમદાવાદ, યુનિયન પ્રેસ, મુલ્ય ૧-૦-૦ ૧૫૮-પ્રસિદ્ધ કરનાર મેનેજીંગ કમીટી મુંબઈ. ૧૬ ૦–રચનાર રા. રા. વિઠ્ઠલદાસ રાજારામ મુંબાઈ. મૂલ્ય રૂં, ૫) Janahitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50