પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ८२४ | સુદશીન ગદ્યાવલિ ભાષા વિષે આટલી ચર્ચા કરવાનો હેતુ એ છે કે આવી વસ્તુવિન્યાસ કરવાની સારી ઉત્તમ શક્તિ ધરાવનાર લેખક આગળ જતાં પોતાની ભાષાને પણ સારા સંસ્કાર આપી શકે. આ ગ્રંથને બનતી ત્વરાથી પૂર્ણ થયેલ જેવાને અમે ઉસુક છીએ; એમાંથી ઘણાંને ધણું જાણુવા શીખવાનું મળશે એમ આશા છે. આ વાત સર્વને વાંચી મનન કરવા યોગ્ય છે કે ચાલુ જમાનાની અસરનો ચીતાર કાંઈક દૃષ્ટિમાં આવતાં તેની અસારતા સમજાય. વાતો પૂર્ણ થયે ફરીથી તેની રચનાની ને તેના પાત્ર વર્ગની ભેટ લઇશું. સપ્ટેમ્બર -૧૮૯૫. ૧૬૪-અનુભવિકા:-નીતિવિનાદ અને બીજા કેટલાક ગૂજરાતી તથા અંગ્રેજી લે. ખાના રચનાર ઈન્ડિઅન સ્પેકટરના એડિટર મી. બેરામજી. એમ. મલબારીને સર્વ કાઈ. જાણે છે. નીતિવિનોદ એ નામના કાવ્યસંગ્રહ તેમણે રચી અને કેટલાંક વર્ષપર છપાવ્યા હતા; એક પારસી ગ્રહસ્થને હાથે બનેલી તેમાંની કવિતા ભાષા પરત્વે શુદ્ધ અને રસ્તુતિપાત્ર ગણાઈ હતી, પરંતુ આ “ અનુભવિકા ” માં જે કાવ્યત્વ છે તે એ સંપ્રદુમાં જણાતું ન હતું; પ્રેમમાં ખંડિત થયેલી સતીની ભાવનાને અન્ય પ્રેમથી અખંડિત કરાવી આપવાનો આગ્રહ કરનાર આ ઉદયમાં આટલું બધું મધુર સંગીત ભરેલું છે એ જોઈ અમને ખરેખરે સંતોષ થાય છે, અને લાંબા તથા વિવિધ પ્રકારના વિકટ અનુભવમાંની સુવાસરૂપે પ્રસરતી આ અનુભવિકાની કવિતાને વારંવાર માનપૂર્વક અવલોકવાની સર્વે અનુભવીઓને ભલામણ કરવાની અમને રુચિ થઈ આવે છે. અનુભવ આ જગતમાં મહાન શિક્ષક છે; બુદ્ધિના ચમત્કારની ઉપર તેના અધિકાર છે. આવા અનુભવમાં કસાતે કસાતે, ઘસાતે ઘસાતે, આ કવિએ જે ઉíાર કાઢયા છે તે ધણા માર્મિક અને અનુભવીને આનંદ સાથે આશ્વાસન આપે તેવા છે. ઉત્તમ કાવ્યની ચમસ્કૃતિ એવા ઉારમાં અને તે ઉદ્ગારેથી અન્યત્ર પણ તે અનુભવ ઉપજાવવામાં રહેલી છે. અનુભવથી નિર્મલ અને આર્ક થયેલા હૃદયમાં અનાચાર, સંકોચ, અધમતા, આદિ જોઇને આધાત થાય છે, કે સ્વાપણુ, અનંતતા, પ્રમ, આદિ જોઈ વિરતાર વ્યાપે છે, ત્યારે જે અપૂર્વ વિક્ષોભ અનુભવાય છે તેની રતિમાં સહુજે કેટલાક ઉદ્ગાર નીકળી જાય છે. તેમના સંગ્રહ વારંવાર તેની તે રતિ અનુભવાવી શકે છે. “ ભવના ભવ વહિ જાય પરંતુ નવ અનુભવની સત્તા ખુટે” એમ અનુભવનું સામ્રાજ્ય સમજનાર અને તે અનુભવ લેવાની પોતાને દૃષ્ટિ મળી છે એવું પછીનાં બધાં પદ્યામાં જણાવી આપનાર આ કવિની ઉક્તિઓ આવાજ ઉદ્દગાર છે. - સ્વર્ગ નરક ” “ જ્ઞાન ” “ કામ” (કતવ્ય ), “ કરણી ” ( પાર ઉતરણી ” “ મરવાથી શું બીહે ? ”, “ આવ્યું તે જાય ”, “ દુનીયાં મતલબની ,', “ દુનીયાં દોરંગી” દુનીયાં ગતની નહી, સતની ” “ દુનીયાં હજી ભલી ” “ રડી મરવા કાં બેસે ? ” “ મેળ ” “ બગભગત ”, “ પેટની વેઠ ”, “ નકટા ” “ એવું પણ દીઠું” ” “ દુ:ખના સાથી” એટલા વિષયો ઉપર ભૈરવી, ઠુમરી, પદ, વગેરે રાહનાં કાવ્યો છે તે પ્રત્યેક બહુ ગેધદાયક, રસિક, અને માર્મિક છે. પારસી હોવા છતાં આ ગૃહસ્થની ભાષા અને કાવ્યરચના કોઈ સારા ગૃજરાતી લે| ૧૬૪-રચનાર નીતિવિનાદના કર્તા, પ્રસિદ્ધ કરનાર જહાંગીર બેક રાણીની કંપની, મુંબઈ handle lace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850