પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, અંગભૂત શિક્ષણ પદ્ધતિશાલા (ટેનિંગ કે લેજ ) ના પ્રિન્સીપાલ છે તેમની કૃતિ છે, જે ભગીરથ, ઉદ્ધારક પ્રયત્નનું આ ગ્રંથ પ્રથમ ફલ છે તેનું વિવેચન કરતા પૂર્વે એ ગ્રંથના ઉ• ત્તમ સંબંધની અને એ આખા પ્રયાસના નૈરવથી તેના ઉપર પ્રતિબિંબિત થતા ગૌરવની મહત્તા ઉપર આ રીતે વાચકોનું લક્ષ ખેંચીએ છીએ, ક ગ્રંથમાં પ્રાચીન અર્વાચીન કેળવણીનો ઈતિહાસ છે, ને ભાષા અધરી છે કે સહેલી છે. એટલુંજ અથવા એ અર્થનું અન્ય કોઇ પિષ્ટપેષણ કરવામાં વડોદરાના ટીકાકારે પોતાના કર્તવ્યની પ્રાપ્તિ માને; પણ ભાષામાં ઉત્તમ શાસ્ત્રીય વાચનની વૃદ્ધિ કરવાના હેતુથી નિર્મલા પુસ્તકની પરીક્ષા એટલામાંજ થાય નહિ; એ યોજના કરનાર અને તેને આશ્રય આપનારતા મનને તેમના પ્રયાસની કીંમત સમજાય નહિ; અને ગતાનુગતિક ખુશામદીઓ સિવાય અન્યને એ પુસ્તક વિષે કાંઈ મત પણ બંધાય નહિં. અમને એમ કહેતાં સંતોષ થાય છે કે જે ઉદ્દેશથી આ મંજુષા ઉત્પન્ન કરવામાં આવી છે તે ઉદેશને શોભે તેવો આ કૃતિ છે, અને તેમાં ચલાવેલી ચર્ચા ઘણી શાસ્ત્રીય, ઉપયોગી, અને વિદ્વત્તા સાથે વિચારથી ભરેલી જણાય છે. અર્થની ગહનતાને આરોપ ભાષાને કરી જે લેખના વિચારે ન સમજાય તે લેખની ભાષા કઠિન છે એવું મૂર્ખ પાંડિત્ય કરનારાને આ ગ્રંથની ભાષા અઘરી લાગશે, પરંતુ શાસ્ત્રીય ગ્રંથ રચવાને અર્થે જે નરી પરિભાષા કઃપવી પડે છે, સમાન અથ વાળા શબ્દે ભાષામાં વિદ્યમાન હોવા છતાં પણ તેમના અર્થની વ્યવહારમાં શિથિલતા થયેલી હોવાથી જે નવી પરિ. ભાષા ક૯પવી પડે છે, તેને પંડિતમન્ય એવા પ્રાકૃત જનોને ખ્યાલ નજ હોય, અને તેથી તેઓ આવા મહાપ્રયત્નનું સ્વરૂપ ન સમજે એ સ્વાભાવિક છે. અમને પિતાને આ ગ્રંથની ભાષા સાથે કશો વાંધો નથી, ગ્રંથના વિષયને તે સર્વથા અતુલ છે. વાચકોને અમારી વિનતિ છે કે ભાષા વાચવા કરતાં તેમણે વિચારોને વાચવા યત્ન કરો એટલે ભાષાની મુસ્કેલી તેમને નહિ નડે. આયોવત, ગ્રીસ, રામ, ચીન, ઈજીપ્ત, ઈઝરાયલ, અર્બસ્તાન, યુરપ એ દેશોમાં શિક્ષણ જે પ્રકારે ચાલેલું, શિક્ષણના ભકતા અને ઉપાસકોએ તે તે દેશમાં જે ઉદ્દેશ ઉપજાવેલા ને યોજનાઓના માર્ગ સૂચવેલા, તે સર્વના આ લેખમાં સારો સંગ્રહ થયો છે. અને ગ્રંથ કર્તાએ એ અર્થ ધણું વિશાલ વાચન શોધન કરી ગ્રંથની પૂર્ણતા સાધવા સારા યત્ન કર્યો છે. શિક્ષણ એટલે નિશાળ અને મહેતાના કે માસ્તરના ભણાવવાના પાઠ અને થવા પ્રોફેસરનાં લેકચરે તેજ એમ ન સમજવું. મનુષ્યજીવન અને તેની આસપાસના સંસર્ગો એમાંથી અનુભવે પામતે પામતે જીવનનો ઉદ્દેશ સમજી તેને સિદ્ધ કરવા યોગ્ય થવું એ શિક્ષ ના અતિ વિશાલ અર્થ છે; અને તે અર્થ લક્ષમાં રાખી તેવા અર્થની સિદ્ધિને માટે વાચકોને શિક્ષણ આપવાની યોજના કેવી કરવી એ શિક્ષણનો પારિભાષિક વિશિષ્ટાર્થ છે. ગ્રંથક તએ આ ઉભયે અર્થ લક્ષમાં રાખ્યા છે, અને જે દેશ કે કાલની શિક્ષણ પદ્ધતિ તેમણે તપાસી છે તે દેશ ને તે કાલતા શિક્ષક મહાત્માઓના અમુક પ્રકારના વિચારો તે દેશ કાલના જીવન અને સંસર્ગના સ્વરૂપે કરીને કેવા થાયલા તે સમજાવ્યું છે. શિક્ષણમાત્રનો ઇતિહાસ આપવામાં એથીજ રાજકીય, સાંસારિક, તાવક, એવી અનેક ચર્ચાએાના ઉપર વિસ્તાર કરવા પડ્યા છે. એવા વિસ્તાર ઈષ્ટ છે, તથાપિ ગ્રંથકતને પોતાને તે તે વિષયમાં જે નિ. શ્રય હશે તેનાથી દોરાઈ તેમણે કોઈ કોઈ વાર એ વિસ્તારને લંબાવ્યા છે તે એટલું બધું ઇષ્ટ હોય એમ અમે ધારતા નથી, anahi itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850