પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ८२८ સુદર્શન ગયાવલિ, શિક્ષણથી કરીને બાળકોનામાં મનુષ્યત્વનાં અને તેનામાં એકંદરે જે જે શક્તિઓ છે તેના પૂર્ણ વિકાસનાં બીજ શી રીતે રોપવાં એમાં જુદા જુદા સમયમાં દેશકાલાનુસાર, જીવનદ્દેશની સમજ પ્રમાણે યોજનાઓ થઈ છે. તે બધી આપણા આ લેખકે સારી રીતે ઈતર પ્રથામાંથી પ્રાપ્ત કરીને આપી છે. રેમ, ઈજીપ્ત, ગ્રીસ, ચીત ઈત્યાદિ દેશના શિક્ષણ વિષે ગ્રંથકર્તા જેટલું લખી શકયા છે તેટલું આવર્તના પ્રાચીન શિક્ષણ વિશે તેઓ લખી શકયા નથી, જો કે તે શિક્ષણમાંથી જે ભવ્ય પરિણામે નીપજ્યાં છે તેવાં અદ્યાપિ નીપજ્યાં નથી એ નિર્વિવાદ છે; ને જે કાંઈ લખ્યું છે તેમાં પણ તેમણે બીજા દેશો ઉપર જેટલી દૃષ્ટિ પહોચાડી છે તેટલી આ દેશ ઉપર પહોંચાડી નથી એમ માનવાનું કારણ મળે છે. કવચિત આ દેશને માટે તેવાં લિખિત સાધને તેમને મળ્યાં નહિ હોય. પરંતુ અનુભવ અને સંસ્કૃત પુરાણ ઇતિહાસાદિના વાચનથી એ ખોટ પૂરી પડી શકી હોત. આ ખામીને ઈશારો કરવાની આવશ્યક્તા એટલાથીજ લાગે છે કે આ દેશની કેળવણી પદ્ધતિ ઉપર કાંઈ, પણ અસર પેદા કરવાનો આ ગ્રંથના ઉદેશ હોય તે કબલ અને આર્નોલ્ડની ઉત્તમ શિક્ષણ પદ્ધતિને અને આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિને કેવો સંબંધ હોઇ શકે, આપણે આપણી રીત ભાતને કેવા વલનથી નવા માર્ગ પર લાવી શકીએ, એ બતાવવું અતિ આવક હતું. ગ્રંથની સમાપ્તિએ “પ્રાચીન અને અર્વાચીન' એ નામના પ્રકરણમાં પણ આ દેશની કેળવણીને પરદેશની જે પદ્ધતિઓ વીચારી તેના અજવાળાથી તપાસવાનો ઉદેશ રાખ્યા છતાં, ઉપયોગમાં આવે તેવી ઝાઝી સૂચનાઓ ગ્રંથકાર શિક્ષણનો આ ઉત્તમોત્તમ ઉદેશ ગ્રતુણુ કર્યા છતાં, કરી શકયા નથી એ કાંઈક અનુભવની ન્યૂનતા છે. અમેરિકા જેવા સ્વતંત્ર પ્રજાસત્તાક દેશમાંની શિક્ષણપદ્ધતિમાં જે કે બહુ વિશિવ નહિ હોય તોપણ તે વિશે કાંઈ વિવેચન થયું હોય તો ગ્રંથની પૂર્ણતામાં અને સર્વદેશિતામાં વધારો થાત. T શિક્ષણ માં ત્રણ વાતના મુખ્ય રીતે સમાસ છે. શિક્ષકની પિતાના કાર્ય સાથે પૂર્ણ હૃદયથી ત૬૫તા જોઈએ, શિષ્યની પ્રકૃતિના અનુસરણ કરતાં બીજી રીતે કાઈ પણ શિક્ષશું આપવું ન જોઈએ, અને આખી શિક્ષણપ્રવૃત્તિને લક્ષ કોઈ ઉત્તમત્તમ પશુ સાધ્ય ઉદ્દેશ. ઉપર રહેવા જોઈએ. શિક્ષણના ઇતિહાસમાં જુદી જુદી પદ્ધતિઓ તપાસી છેવટ જે પદ્ધતિને ગ્રંથકારે પસંદ કરી હોય એમ લાગે છે તેમાં આ ત્રણે અંશનું પૂર્ણ પ્રકટપણું જણાય છે. આવા અથવાળા શિક્ષણને આ ઇતિહાસ હોવાથી એમાં અમુક વિષયે અમુક વયે દે! અમુક ધારણમાં શીખવવા, અથવા અમુક શિક્ષણુ અમુક રીતે આપવું, એવી વ્યાવહારિક વાતોએાના અત્યંત અભાવ છે તે કોઈ પ્રકારની ખામી નથી, ઉલટી ખૂબી છે, કેમકે શિક્ષણમાં. ત્રનું રહસ્ય હાથ આવ્યા પછી તે કામ સહજ છે. રહસ્ય બતાવવા ઉપરાંત અનેક વિદેશી દષ્ટાંત આપીને પણ ગ્રંથકતાં શિક્ષણનો અર્થ, શિક્ષકની ફરજ, અને શિક્ષણ પદ્ધતિના પ્રકાર દર્શાવવા ઈચ્છે છે, ને તે જાણ્યા પછી વિયેની રચના કરવી કે અમુક વિષય કે પ્રકારે શીખવા, એ બધી યેજના શિક્ષકે પોતે મનુષ્ય પ્રકૃતિમાં ચેતનવિકાસનો જે ક્રમ છે અને જદા વિષયોમાં જે જે ચેતનશક્તિની અપેક્ષા છે તેને યથાર્થ અભિગ સમજીને દેશકાલાનુસાર કરી, લેવાની છે. આપણી શાલાએાના અને સ્કુલના મહેતાઓ અને માસ્તરે સર્વને આ ગ્રંથ મનન કરવા યોગ્ય છે, અને શિક્ષણપદ્ધતિશાલા (ટ્રેનિંગ કોલેજ )માં તે શિક્ષણની પદ્ધતિના અભ્યાસમાં આ ગ્રંથને મુખ્ય સ્થાન મળવું જોઈએ. ડીસેમ્બર-૧૮૮૫ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50