પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાવલિ, તેમ સદાચરણ શાને કહેવું તે બતાવી શકાયું નથી. યથાર્થ વાત એ છે કે ધર્મની સાથે વ્યવ. હારને જોડયા વિના અને જીવિતના પરમ ઉદેશ જે ચતુર્થ પુરુષાર્થ તેનો વ્યવહારમાંથી ઉદ્દભવ સમજાવ્યા વિના “ સદાચાર ' ના સ્પષ્ટ અર્થ થ અશકય છે, અને ક્રીસ્થીઅનધર્મપ્રતિપાદિત ઇશ્વરસ્વરૂપ માનનાર, આર્ય ધમના શ્રેતાઓને સદાચાર સમજાવતાં એક માર્ગ ન લઈ શકવાથી ( સદાચાર ” ને અંતરિઆલ રહેવા દે એ સ્વાભાવિક છે. એવા “ સદાચાર ' ની અસ્પષ્ટ ભાવનાને લીધેજ કોલેજમાં ભણી આવેલા સામાન્ય જનો તેમ રાજકુમારોના સદાચારની જે કહાણીઓ આપણને વારંવાર કંપિત કરે છે તેનું અસ્તિત્વ સમજાય છે. મરચુ પામેલા માભુસને જીવ હાલ જે પરમ વિશ્રાંતિમાં જઈ પડ્યા છે એવો ઉપદેશ પણ પુનર્જન્મ માનનાર આર્ય ક્ષત્રિયોને કેવા નિશ્ચયમાં દોરી શકે તે એ શ્રેતાઓજ કહી શકે. આ અને એવા નાના મહેટા આક્ષેપ કરી અમે આ ગ્રંથના ગારવામાં કઈ રીતે ન્યૂનતા કરવા ઈચ્છતા નથી, પરંતુ રાજ્યકર્તાઓમાં જ્યારે વિદ્યાવિલાસનાં શુભ ચિન્હ જશુવા લાગ્યાં છે ત્યારે અમે અમને અમારા દેશ અને ધર્મના રક્ષકો ગણી તેમની પરંપરાગત ક્ષત્રિયવટ સંભાળવાનો આગ્રહ કરીએ છીએ. એ અર્થે તેમણે મહાભારત અને રામાયણ કે મને નુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ, શુક નીતિ આદિ ગ્રંથમાંથી જે જે વ્યવહાર, નીતિ, ધર્મ, રાજ્ય, ઇત્યાદિને લગતાં આખ્યાન, ઉપદેશ, કથા, આદિ હોય તે સાંભળવાં, વિચારવાં, અને તેમને સંગ્રહ કરાવા એજ ઉત્તમ શ્રેયને માર્ગ છે. આજથી બહુ થોડાં વર્ષ ઉપર એક પણ દર બાર એ નહિ હતો કે જ્યાં મહાભારતની કથા નિરંતર ને થતી હોય અને રાજાઓ તે કથાના પ્રસંગે ઉપર ચર્ચા કરી પોતાની રાજનીતિને વિશુદ્ધ કરવા વિચારવાનું ન થતા હોય. ૧૬૭--તુલસી શતશ–વૃદ, બિહારી, આદિ અનેક કવિઓએ સપ્તશતી એટલે સાતસે દુહાને સંગ્રહ એ નામના પ્રારતાવિક ગ્રંથ રચેલા છે. ભકત કવિ તુલસીદાસે પણ તેવી સપ્તશતી હિંદીભાષામાં રચેલી છે; તેઓ રામત હતા એટલે તેમની સપ્તશતીને વિષય રામરસાયનથી પરિપૂર્ણ રીતે અભિવ્યાત છે. એનું ભાષાન્તર કરી રા. રા. છોટાલાલજીએ ગૂર્જરવાચક વર્ગ ઉપર મોટો ઉપકાર કર્યો છે. રા. છોટાલાલ પોતે સારા સાક્ષર અને કવિ છે એટલે તુલસીદાસના દુહાનો મમ સારી રીતે સમજી ગૂજરાતી દુહામાં ઉતારવાને સમર્થ થાય એ યોગ્ય છે. તથાપિ તેમણે કેટલાક દુહા તથા એકાદ સર્ગ ગૂર્જર વાચકો ને સમજતાં દઈટ લાગે એમ માની રહેવા દીધાં છે તે યોગ્ય કર્યું હોય એમ અમે માનતા નથી. હા બધાએ સરલ છતાં ઘણે ઠેકાણે ખુલાસાની આવશ્યકતા રહે છે એટલે સર્વત્ર એક સ્રામાન્ય ટીકા યે જવાની આવશ્યકતા હતી, જેને સ્વીકાર થતાં ઉક્ત જે દુર્ઘટ દુહા તથા સર્ગ તેમના પણ અવકાશ થઈ રહત. અમને આશા છે કે આવા ઉત્તમ ગ્રંથની બીજી આવૃત્તિ છે કે સત્વર થવાનો સંભવ છે તે થાય ત્યારે વિદ્વાન ભાષાન્તરકાર આ સૂચના ઉપર લક્ષ દેશે. - આ ઉપરાંત બ્રહ્મનિરૂપણુ નામના લધુ સંય તેના ર્તા રા. ભટ કેશવરામ છેમર્શ કરે મોકલ્યા છે તે ઉપકાર સાથે સ્વીકારીએ છીએ. મળવાનું ઠેકાણું કતો પાસે વલસાડ. મૂલ્ય ૦-૧૦-૦ ૧૬૭–ભાષાન્તર કર્તા રા. રા. છેટાલાલ સેવકરામ. કચ્છ દેશાધિપતિ શ્રીમન મહારાજા સાહેબના સૈક્રેટરી. અમદાવાદ, ગુજરાત ગેઝેટ પ્રસ. મૂલ્ય ૦-૮-૧ Gandh Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50