પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, તને વારંવાર વિલેકતા રહેવું. જે જે વિચાર ઉઠે, જે જે વાસના પ્રકટે, જે જે વલન થાય, તેનું પૃથક્કરણ કરતા રહેવું, તેનાં નિદાન વિચારવાં, તેનાથી લાભાલાભ વિચાર, અને યોગ્ય જણાય તેટલે, શમ દમથી સિદ્ધ થયેલા વશીકાર તેના ઉપર કામે લગાડી તેને યથેષ્ટ માર્ગે રાખતાં શીખવું. આવી રીતે આત્મનિરીક્ષણ કરવાનો જે માર્ગ, કર્મ માત્રના પોતે દષ્ટા થઈ પિતાનાં એવાં સર્વ કમ વિચારાદિના દ્રષ્ટારૂપે પૃથક્કરણ કરનાર થઇ, ન્યાયાધીશ બનવાના પ્રચાર, એ અભ્યાસીને પરમ ઉપયોગી, શ્રેયસ્કારી, માર્ગ છે. એજ વૃત્તિ અંતર્મુખ થયાનું ફલ અને લક્ષણ છે. વિચારાદિ માનસિક તેમ આચારાદિકાયિક પ્રવૃત્તિનું આ રીતે વિચન કરવાથી સારાસાર સમજાય તે અનુસાર વિવેક કરી વશીકારને પ્રવેગ કરતા રહે એતો કહેવાની અપેક્ષા નથી કેમકે જે વશીકારનો પ્રયોગ કરી યથાયોગ્ય માર્ગે આંતર તેમ બાહ્ય પ્રવૃત્તિને નિયમાય નહિ તો અંતર્મુખવૃત્તિ કરીને પ્રાપ્ત કરેલા વિવેકના કરો ઉપયોગ કે અર્થ રહે નહિ. જેનો અભ્યાસ દઢ થયો છે તે પુરો ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, ચાલતાં ચાલતાં, તત્કાલ આવો વિવેક કરી શકે છે ને વશીકાર પ્રજી શકે છે. સમયસૂચકતા આદિ સુદ્ર નામાથી જેને આધુનિક યુવકે ઓળખી શકે તે ગુણનું પરમ સ્વરૂપ આ આત્મનિરીક્ષણ છે. જેને એ આત્મનિરીક્ષણ એવું સિદ્ધ નથી થયું તેણે નિત્ય પ્રાત:કાલે શુદ્ધ થઈ એકાન્તમાં બેસી તેવા આત્મનિરીક્ષણનો કલાક બે કલાક અભ્યાસ રાખો. એમ કરતાં એ અભ્યાસ જ્યારે અવકાશ મળે ત્યારે કરવાની ટેવ પડશે, અને છેવટે તે સર્વદા થઈ શકે એવું શીલ બંધાશે. સાધકને મુખ્ય રીતે સિદ્ધ કરવાનું આ આત્મનિરીક્ષણ છે. ઉપરતિને પરિપાક એથી થાય છે. આત્મનિરીક્ષણ કરવાથી સાધક પિતાને અધિકાર સમજી શકે છે. આત્મજ્ઞાનના સાધનદશામાં એજ અર્થ છે કે પોતે પોતાની પ્રકૃતિ અને પોતાની સર્વ ખાશીતાને યથાર્થ રીતે સમજી પોતાના અધિકાર કેટલો છે તે જાણી લેવું. એટલું બરાબર જાણ્યા પછી કીયે માર્ગે જવું તે સહજે સમજાય છે. રોગનું જ્ઞાન થયાથી ઔષધ તુરત સુજે છે, પણ આપણો રેગ આપણે સમજીએ નહિ ને જે વૈદ્ય મળે તેને નાડ બતાવ્યાં કરીએ તો લાભને સંભવ બહુ થોડા છે. શ્રમ ઘણા છે, કાલ તથા બલ વ્યર્થ જવાનું ભય છે, ને વ્યાધિ દુ:સાધ્ય થતાં મરણ સમીપ છે. જ્યારે અધિકાર સમજાય ત્યારે ચિત્તમાં વિષય ઉપર રાગાદિ રહેતાં હોય અને એ મલ સમજાતો હોય તો જે ધર્મ કમદિ આપણા વણાશ્રમનુસાર પ્રાપ્ત થયેલાં હોય તેમાં શ્રદ્ધા પૂર્વક પ્રવૃત્ત થવું; મલ ન હોય અને ચિત્ત સ્થિર નથી રહેતું એ વિક્ષેપ સમજાય તો ઉપાસનાનો માર્ગ લે; અને મલ તથા વિક્ષેપ ઉભયે ન હોય તે સાધનસંપત્તિને માર્ગે વેદાન્તશ્રવણાદિથી ભેદજ્ઞાનના વિલય સાધવા યનવાન થવું. જગતમાં જેટલા જેટલા ધર્મ છે, જેટલી જેટલી પ્રક્રિયા છે, તેમાંનું એક પણ વ્યર્થ, નિરપગી કે ખોટું નથી. અધિકારાનુસાર સર્વ વરતુની વ્યવસ્થા છે. જેવો રાગ તે ઉપચાર સર્વત્ર નક્કી કરેલ છે, ઉપચાર માત્ર ઉપયોગી છે, પણ બધા ઉપચાર સર્વ ને ઉપયોગી નથી, જેને જે ઘટે તેને તે ઉપયોગી છે. માટે સર્વથા પોતે પોતાના અધિકાર સમજવાને અંતર્મુખ વૃત્તિ રાખી, તે અધિકારોનુસાર આગળ વધવા યત્ન કરો. આતમજ્ઞાનનું અંતિમ સ્વરૂપ જે અભેદસાક્ષાત્કાર તે થતા પૂર્વે પણ આ પ્રકારે આત્મનિરીક્ષણ ચલાવી પ્રકૃતિ ઉપર વશીકારનું સામ્રાજ્ય સ્થાપવા યત્ન કરતા સાધકને પણ આત્મજ્ઞાનીજ જાણ. એવા સાધકોને પણ ઈરછા હોય તે શાસ્ત્રમાં સંન્યાસ લેવાની આજ્ઞા કરેલી છે. એ સંન્યાસને વિવિદિવાસanaihi ileritage: Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50