પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

- શ્રેયાવલોકને, - અત્રે રા. કેશવલાલની પ્રાચીન ભાષાપરવે વધારે લખવાની જરૂર નથી. “ સાંઈ=આલિંગન, ” ૮૮ હીર=ધીરજ ” “ વામ=વામા, ‘વાલમા,’ ‘જાવરી’, ‘સંજે'ઈત્યાદિ અનેક પ્રાચીન શબ્દોને પોતાના ભાષાન્તરમાં વારંવાર વાપરી અર્વાચીન કાવ્યમાં રૂઢ કરવા એમના યન છે, પણ તેમ કરવા જતાં કાવ્યને પ્રસાદ કેટલે ધટે છે, એ ઉપર એમણે લક્ષ આપ્યું જણાતું નથી. પ્રાચીન કાવ્યના વિષયમાં સંપાદન કરેલી અતિ અપૂર્વ અને માનનીય વિદત્તાને લીધે રા. કેશવલાલને આ વાત કદાચિત સ્વાભાવિક હશે પણ એમણે એટલું વિચારવાનું છે કે આ ભાષાન્તરો પ્રાચીનકાવ્યના વિદ્વાને માટે નહિ પણ સાધારણ વર્ગના વાચકો માટે ઉદિષ્ટ છે. વળી લાલાજી’ વગેરે શબ્દો પણ અમને તો જરા ગ્રામ્ય લાગે છે. | આ પ્રકારે અનેક પ્રસંગો ઉપર ચર્ચા કરવાથી અમે આ ભાષાન્તરને ઉલટું વધારે વખાણીએ છીએ એ સ્પષ્ટજ છે. હીરાની પરીક્ષા વધારે આપવાથીજ થાય છે તે તેનું મૂલ્ય પણ ત્યારેજ સમજાય છે. અર્થાત રા. કેશવલાલના ભાષાન્તરની સવિસ્તર સ્તુતિ ન કરતાં અત્રે એટલું જ કહેવું બસ થશે કે આવું રસિક અને યથાર્થ ભાષાન્તર અન્ય કોઈ વિદ્વાનથી ન થઇ શકત. એપ્રીલ–૧૮૮૬ - ૧૭૭—એનીબેસંટ કૃત વ્યાખ્યાનમાલા. ૧:થીઓસોફીકલ સોસાઈટીએ આયોવર્તન અને આખા જગતને શે ઉપકાર કર્યો છે તે જાણવાનું એક મુખ્ય સાધન પ્રખ્યાત વિદુષી અને સ્વાતંત્રયપ્રિય એનીબેસંટનાં જાહેર વ્યાખ્યાનો છે એમાં કોઈ શક નથી. એ વ્યાખ્યાને બહુ સૂક્ષ્મવિચારથી ભરેલાં અને વિશાલ હૃદયને આવિર્ભાવ દર્શાવનારાં છે; એમના મનનથી જિજ્ઞાસુને ઘણા લાભ થવાનો સંભવ છે. શેઠ મનમેહનદાસ દયાલદાસ એક થીઓ ફિરટ હોઈ, થીઓસોફીના વિચારોને અંગરેજીમાંથી ગૂજરાતીમાં ઉતારવાને પતાથી બને તેટલે તન મન અને ધનથી જે શ્રમ ઉઠાવે છે તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેમને ઉસાહ બહુ રીતે સ્તુતિપાત્ર છે. તેમણે ઘણા નાના નાના લેખાનાં ભાષાન્તર કર્યા કરાવ્યાં છે, અને એનિબેસંટનાં વ્યાખ્યાનોનાં ભાષાન્તરો પ્રસિદ્ધ કરવાના ઉપક્રમને આ પ્રથમ અંક છે. આવા રસ્તુત્ય પ્રયત્ન આદરણીય છે તથાપિ તેમાં ઘણી સાવધાનતાની અપેક્ષા છે. અને ગરેજી ભાષામાં લખનાર અને બેલનાર ઘણું કરીને, અંગરેજી ભણેલા અને અંગરેજ લોકોને અનુકલ થાય તેવી પદ્ધતિથી વિચાર દર્શાવે છે. એના એજ વિચારનું ગૃજરાતીમાં શબ્દશઃ ભાષાન્તર કરવાથી લાભને બદલે હાનિ થવાનો સંભવ છે; કારણ કે ગૂજરાતી વાચકવર્ગને તે આપણા દેશના જે ધર્મવિચારે, અદ્વૈતવાચક શબ્દ, આદિ છે તેનાજ, થાડે સરખે પણ પરિચય હાય છે; અને જયારે તેવા વાચકો આમા, બ્રહ્મ, ઉપાધિ, આદિ શબ્દોને નવી નવી રીતે વપરાયલા દેખે છે, ત્યારે બેાધ પ્રાપ્ત કરવાને બદલે ગુચવણ પ્રાપ્ત કરે છે, અને વખતે શ્રેષમાં શ્રેષ્ઠ એવી અદ્વૈતભાવનાને અન્યથા ગ્રહણ પણ કરી લે છે. પ્રાકૃત અને એમ પણ માનતા હોય છે કે છાપેલા અક્ષર તે બધા વેદવાકયજ છે, અને તેમાં પણ થીએસૈકી અને એનિસટના નામથી આવેલા અક્ષર તે તે મુખ્ય પ્રમાણુરૂપેજ જણાવા જોઈએ. છતાં | ૧૭ પ્રસિદ્ધકતો રોહ. મનમોહનદાસ દયાલદાસ નિર્ણયસાગર, મુંબઈ. મૂલ્ય. ૧-૪-૦ Gananifleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750