પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુદર્શન ડાહ્યાવલિ, એવી પ્રમાણુતા તેમાં હોવાનો સંભવ, શબ્દશઃ ભાષાન્તર કરવાને લીધે, લેશ પણ રહી શકતા નથી. આમ થવાથી આવા રતુત્ય પ્રયના લાભને સ્થાને હાનિ કરે છે. “ જીવાત્મા અને ચતન્યામા, ” “ મનુષ્યને દ્વિરૂપ નહિ માનતાં ત્રિપુટીરૂપ માનેલો છે, ” “ આધ્યા ત્મિક સિદ્ધિઓ ” “ ગુપ્ત પુરણા ' (Voice of Silence ), “ નિવણધામ, મેક્ષધામ, ” ઈત્યાદિ વચનો સ્પષ્ટ અર્થ બોધતાં નથી, પણ ઉલટા શ્રમ પેદા કરે તેવાં છે. રા. મનમેહનદાસે ઘણે ઠેકાણે પરિભાષા સાચવવા પ્રયત્ન કર્યો છે તે અમારા લક્ષમાં લેતાં પણ આટલી સૂચના કરવી ઉચિત ધારી છે. આ વાત ઉપર લક્ષ ન અપાયાને લીધે ઘણી ગુંચવણ પેદા થાય છે. થીઓસેટ્ટીકલ મંડલીવાળા અંગરેજીમાં અનેક શાસ્ત્રીય વિષય છે, તેમાં સંસ્કૃત પરિભાષાઓના અંગરેજી ભાષાને અનુલ અર્થ કરી ગમે તેવા શબ્દો વાપર્યા હોય છે. એ શબ્દોનું અક્ષરશઃ ભાષાન્તર સમવાચકો કાશમાં તેમના અર્થ શોધે છે, કેદ શાસ્ત્રી કે પંડિતને પૂછે છે; પણ મૂલ લખનારે જે સંસ્કૃત પરિભાષાને અંગરેજી અનુવાદ કર્યો છે તે પરિભાષા હાથ આવતી નથી અને અંગરેજી અનુવાદના તરજુમાને આધારે આખા વાયના અર્થ બંધ બેસતો નથી. આવું થવાથી પચીશ પચીસ વર્ષથી થીઓસોફી અભ્યસનારા પણ હજી થીઓસોફી સમજતા નથી, અને ઢોંગી, યેગી, ફકીર, ગુરુ, આચાર્ય, એવાની પાછળ પૂછતા ફરે છે. આ અનિષ્ટ પરિણામનું એક અને ખરું કારણ અંગરેજીમાંથી ગુજરાતીમાં કે સંસ્કૃતમાંથી અંગરેજીમાં તરજુમ કરતી વખતે પરિભાષા ન સમજાયાથી ગમે તે શબ્દ પ્રયોજવામાંથી ઉપજે છે - જ્યાંસુધી કથા, વાર્તા, કાવ્ય, નાટક, આદિ ગ્રંથ ગૂજરાતીમાં લખાતા હતા ત્યાંસુધી ભય ઓછું હતું; પણ તત્ત્વશાસ્ત્ર, સાહિત્ય, આદિ પારિભાષિક વિષય ઉપર જનસમાજનું લક્ષ ખેંચાતું જાય છે તે સમયે જેટલા બને તેટલા આગ્રહથી એવી પ્રસિદ્ધિ કરવી આવશ્યક છે કે તે તે વિષયની પરિભાષા સંપૂર્ણ રીતે સમજ્યા વિના તે તે વિષય હાથમાંજ લેવા નહિ; હાથમાં લેવો તે તે વિષયની પરિભાષાને ત્યાગ કરવો નહિ; અને અંગરેજીમાંથી ભાષાન્તર કરતી વખતે શબ્દશઃ ભાષાન્તર કરવાને બદલે માત્ર વિચારોનેજ લઈ લેવા અને આપણી પરિભાષામાં તેમને બનતા સુધી દર્શાવવા. ભાષાન્તરોમાં પારિભાષિક શબ્દ વાપરવામાં પણ થોડાક વિવેકની અપેક્ષા છે; જ્યાં પરિભાષા યથાર્થ રીતે બંધ ન બેસતી હોય ત્યાં ના શબ્દ રચવે એજ સારુ” છે, નહિ તો પારિભાષિક શબ્દને અન્યાર્થ પ્રજવાથી ઉલટી ધટાળા થાય છે. ગૂજરાતી ભાષામાં આજકાલ જે શાસ્ત્રચર્ચાના લેખ લખાય છે તે લેખોમાં જુદા જુદા લેખકો એકનો એક અર્થ દર્શાવવા અનેક અનેક પરિભાષામાં વાપરે છે; ભાષાન્તરકારે તે ઘેટાળામાં એથી પણ અધિક ઉમેરે કરે છે; અને કવચિત તેના તે લખનારા પોતે પોતાના જ લેખામાં એકની એક પરિભાષાને વળગી રહેતા નથી. આ ઉપરથી અમને એવું ભય લાગે છે કે થોડાજ સમયમાં એક એક વિષય વિષે કોઈ બે સાક્ષરો સામાન્ય રીતે વિચાર ચલાવી શકે એવી પરિભાષા રહેશે નહિ, વિચાર વિનિમય થઈ શકશે નહિ, અને ગમે તે મૂર્ખ માણસ પણ ભારે ભારે પરિભાષાઓવાળાં વાક્યો ગોઠવી ગ્રંથ લખશે તો તે પંડિતમાં ગણાઈ ભ્રમ વિસ્તારી શકો. આટલું જ નથી, જગતના ઇતિહાસમાં તે તે શાસ્ત્ર સંબધે જે જે વાત આજ પર્યત જણાઈ છે. તેનાથી પણ આપણા સંબંધ છુટી જશે, અને એક નવીજા અંધપરંપરામાં આપરો અથડાઈશું. શાસ્ત્રીય વિષયે હાથમાં લેતા પૂર્વ-પછી સુલ લેખ લખGanani erlaaie Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50