પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૪૪ સુદર્શન ગદ્યાવલિ, અનેકા તું એકા સુખ સ્વરૂપરૂપે રહી રમા, તમે વિશ્વામિકા મન પવન આમા ઉર ઉમા; દિસે શક્તિ શેષે ગજવદન દંતે દમકતી, નમું જોડી પાણી પરમ પદ પ્રીતે ભગવતી. અકારેથી વિષ્ણુ સલિલ મહી સ્નેહ સમરતા, ઉકારાન્ત બ્રહ્મા પશુપતિ મકારે ઉચરતા; રહી મંત્રોચ્ચારે અરધ રૂપ માત્રા અરપતી, નમુ જોડી પાણી પરમ પદ પ્રીતે ભગવતી. આવા શ્લોકે યદ્યપિ સપ્તશતીગત વચનના અનુવાદરૂપ છે તથાપિ રચના સારી છે, અને કર્તાને ઉત્તજન અપાવે તેવી છે. ૧૮૧-કન્યાવિયનિષેધ-દલપતશાહી વ્યવહાર પદ્ધતિના સા ક્ષેકથી કન્યા વિક્રયનું અધમપણું બતાવવા યત્ન કર્યો છે. આ રચનામાં એક પણ શ્લેક એવો નથી કે જેની ખુબી ગદ્યમાં કહેવાથી ઓછી થાત. અમે તો એમ ધારીએ છીએ કે આવા વિષયની કવિતા કરવા કરતાં દલીલવાળું ગદ્ય લખાણ કરવું તેજ વધારે ઉચિત છે. ૧૮૨–ધપત્રિકા--“ ભક્તિધર્મસુરત ”ની સ્તુતિથી મંગલાચરણ કરનાર આ કાવ્યકતો સ્વામીનારાયણ પંથના અનુયાયી જણાય છે, અને તે મતના સિદ્ધાન્તાનુસાર, ધમ કર્મ, માક્ષ, આદિ વિષપરવે તેમણે સરલ કવિતા રચીને આ ગ્રંથ તૈયાર કર્યો છે. કવિતા કરવાની સરલતા સારી છે, પણ કાવ્યત્વનાં ઝાઝાં બીજ નથી. ' ૧૮૩-ધર્મની સત્યતા-મન અને બુદ્ધિના સંવાદથી ધર્મને વિષય ચર્ચવાની ૫દ્ધતિનો અંગીકાર કરી આ લેખ રચાયા છે. એમાં ધર્મ, ઇશ્વર, કર્મ, પરાક, કામ, ક્રોધ, લોભાદિ દુર્ગુણો, શ્રદ્ધા, ન્યાય, મેક્ષ, ઇત્યાદિ વિષયોનો સમાસ કરવામાં આવ્યો છે. કર્તાના આશય અદૈતવેદાન્ત પ્રતિપાઘ મેક્ષ વ્યવસ્થા સ્વીકારવાનો હોય એમ લાગે છે, જો કે વચમાં વચમાં અદ્વૈત સિદ્ધાન્તને અનુકૂળ નહિ એવા તર્કો પણ દેખાય છે. “ મન એટલે શું ?—જીવ; જીવ એટલે શું ?-કર્મની છાપ અથવા વાસના; વાસના એટલે શું ?-મન ”, આવી દલીલો અને એવા વાદ પણ ઠેકાણે ઠેકાણે છે; તેમજ ઈસ્લામ ધર્મના હદીસ શરીફમાં ફરમાવ્યા પ્રમાણેની કેટલીક વ્યવસ્થાની અદ્વેત સાથે એકવાક્યતા કરવાની પણ કહિ? કહિં પ્રયત્ન છે. ઈશ્વરને કઈ કઈ ઠેકાણે તટસ્થ અને કર્તા માન્યો છે, જો કે છેવટ પાછા તેને જીવથી ભિન્ન ન ગણી અદ્વૈત બ્રહ્મરૂપજ સ્વીકાર્યો છે. મુઆ પછીનાં ફળ, કૃત્યનાં ફળ, જીવ ઈત્યાદિ ચર્ચાઓમાં “ જીવ અમર ' એવા નિષ્કર્ષ આપીનેજ લખનાર વારંવાર અટકે છે. પુનર્જન્મ ઉપર જાણે બોલવાનેજ ન ઈચ્છતા હોય તેવી કાળજી રાખે છે. અને છેવટા બહ ખીહીતે ખીહીતે મુનર્જન્મનું કાંઇક સ્વીકાર કરે છે. આ પ્રકારે જોતાં આ ગ્રંથને શાસ્ત્રાધાર ગ્રંથ તરીકે તો કોઈ માની શકશે નહિ તથાપિ, એકંદરે શાસ્ત્ર કરતાં યુક્તિ ઉપરા વધારે આધાર રાખી ધર્મની કેટલીક ઉપયોગી બાબતો વિશે આ ગૃહસ્થે વિચાર કરે છે, ૧૮૧–રચનાર રા. છોટાલાલ દલપતરામ ડાહ્યાભાઈ, અમદાવાદ, કીમત ૦–૧-૦ ૧૮૨-રચનાર રા. શામજી વિશ્વનાથ એઝા, મહેતાજી ચમારડી, કીમત ઇ-૪-૦ ૧૮૩-રચનાર શેઠ સચેદીના નાનજી આણી કચ્છ. કિંમત ૧-૦-૦ Gana Hen 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50