પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૪૫ દૃષ્ટાન્તા પણ સારાં આપ્યાં છે, અને સાધારણુ વાંચનારને આ ગ્રંથ સર્વ રીતે ઉપયોગી થાય તેવા કરવા તેમણે સારી મહેનત લીધી છે. ૧૮૪–ધર્મવિચાર—સંગતીદાસ નામે ગુરુના સમાગમથી મળેલા ઉપદેશને આ ગ્રંથની કવિતાઓમાં સંગ્રહ કરેલો છે. કાવ્ય રચવાની સરલતા સારી છે, અને કેટલીક ચાપાઇઓમાં અખાનું અનુકરણ કરવાના પ્રયત્ન છે. પ્રયન જારી રાખવાથી કાવ્ય કરવાની શક્તિ સારી થશે એમ સમજાય છે. ઉપદેશનું તત્ત્વ ભક્તિની પ્રધાનતા ઉપર સમજાય છે. ૧૮૫ છોટાલાલ બાવની-આ નાના ગ્રંથમાં બાવન બાવન મનહર છંદની બે બાવની સમાવેલી છે. જ્ઞાનમાર્ગને અનુસરી સંસારમાં સરલતાથી ચાલવાને અ ઉપદેશ આ• પવાનો આશય રાખી આ પધા રચાયેલાં છે. રા. છોટાલાલજીને કાવ્ય રચવાને ઘણો શોખ છે, અને તેમનાં ધણાં કાવ્યો સારા કાવત્વને પાત્ર પણ છે, તથાપિ આ બાવનીના મનહરામાં જે વ્રજભાષાનાં કવીતો ઉપરથી ગુજરાતીમાં કવીત રચવાનો પ્રચાર દાખલ થયો છે તેના જેવી મીઠાશ, કે તે મરેડ જણાતાં. નથી. અરે દેવ દેવ માટે હાથમાં તે ધર્યો સેટે, ઠાર હાર પ્રકારનો પોકાર પડાવે છે; દુર્જન સુજન કેરે જય પરાજય જુઓ, ઉત્તમ ને અધમને રેતમાં દોડાવે છે; સાધુ ને અસાધુ જુઓ ખેદને વિવશ થવા, ધટના વિચિત્ર એવી કેમ તું ઘડાવે છે; ન્યાયના નિયમ તારા વિપરીત કાણુ કહે, વાત વિપરીત ખરી સર્વને રડાવે છે. ' આ અને આવા વિચારોમાં ગદ્યવિસ્તારથી ભંગ થઈ જાય એવો ચમત્કાર અમને સમજાતું નથી કે જેથી તેમને મનહરામાં ગોઠવવાની સાર્થકતા સિદ્ધ થાય. રા. છોટાલાલ જેવા સાક્ષર કાવ્યરસિકને હાથે આવા મનહર રસાયલા જોઈ આટલું બોલીએ છીએ, બાકી મનહર રચવાની આપણા ગુજરાતી કવિતાકારાની જે પદ્ધતિ છે તેમાં તો આ મનહર ઉત્તમ પંક્તિ ભાગવે તેમ છે; પરંતુ એકદંર જ્ઞાન અને તત્વચર્ચા એ કાવ્યનો વિષયજ થઈ શકો બહુ કઠિન છે, ને તેને લીધે જ આ કાગ્યામાં જે કાંઇ માધુરીની ખાટ છે તે આવી હશે; છતાં કેટલાંક કવિતામાં રા. છોટાલાલની સ્વાભાવિક પ્રતિભાનું દરૉન થયા વિના રહેતું નથી, જેથી ગ્રંથ વાંચવાની ચી થવાનો પૂર્ણ અવકાશ છે. એમાં સમાયેલા બોધપર બાલીએ તે એ ગ્રંથમાં રા. છોટાલાલે જે અનુભવને સમાસ કર્યો છે તે અવશ્ય કરીને સર્વને મનત કરવા યોગ્ય છે, અને તેના મનનમાંથી ઘણો લાભ થઈ આવવાનો સંભવ છે. જુન-૧૮૮૬. ૧૮૪-રચનાર રા. ગોપાળરાવ પ્રભુરામં શુકલ. પેટલાદ. કીમત. ૦-૪–૦ પૃષ્ટ રાયલ સાળમેજી; ૭૪. ૧૮૫-રચનાર રા, રા. છોટાલાલ સેવકરામ, ક૭, ભૂજ, મૂલ્ય ૦-૪-૦ પૃષ્ઠ 3યલા બાર પેજી* ૪૩, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50