પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.


નિશાળમાં તે માસ્તર થયો. આવા આવા અનેક પ્રયાસ તે કરવા લાગ્યો, પણ પ્રભુની ઇચ્છા કંઈક જુદી જ હતી. કુટુંબમાં અન્ન અને દાંતને વેર થઈ રહ્યું હતું. આ દુઃખના દિવસોનું સ્મરણ નરેન્દ્રને તેના જીવન પર્યંત રહ્યું હતું. ધૈર્યશીલ માતાએ અને શુરવીર પુત્રે આ ભયંકર દિવસો કેવી રીતે ગાળ્યા તે કોઈના જાણવામાં આવ્યું નથી; એ હાડમારીનું વર્ણન માતા અને પુત્રના હૃદયમાં જ સદાને માટે ઢંકાઈ રહ્યું છે; કારણ કે ભુવનેશ્વરી દેવી અને નરેન્દ્ર – માતા અને પુત્ર – બંને એ બાબતમાં એવાં તો મગરૂર હતાં કે પોતાના મનની લાગણીઓ કદી પણ કોઈને દર્શાવતાં નહિ.

અન્નની ઓછપને લીધે અને અન્ય નાની ઉમરનાં સંતાનોને પુરતો ખોરાક મળી રહે તેટલી માટે કેટલીકવાર માતા તબીયત વગેરે કારણો કહીને નરેન્દ્રના આગ્રહ છતાં જમતી નહિ; તો કેટલીક વાર નરેંદ્ર મિત્રોને ત્યાં જમવાને બહાને માતાના આગ્રહ છતાં જમવાનું માંડી વાળતો ! પરમાત્માન ! અસામાન્ય મનુષ્યોપર આવી આપત્તિઓ આવવામાં તારી કળા ગમે તેટલી હિતાવહ હશે; પરંતુ અમો સાધારણ માનવો તો આવા પ્રસંગો વાંચીને પણ હઇયું હાથ રાખી શકતા નથી. આ વિપત્તિઓએ માતા અને પુત્ર વચ્ચેના પ્રેમને બહુજ દૃઢ કર્યો. નરેન્દ્ર સાદા ખોરાકનો મહિમા સમજ્યો અને એક ત્યાગી તરીકેના ભાવી સાદા – સહનશીલ – જીવન માટે અજાણતાં તૈયાર બન્યો. ભુવનેશ્વરી દેવી આ દુઃખકારક અવસ્થા કોઈ આગળ આડકતરી રીતે પણ કહેતાં કે કબુલ કરતાં નહિ અને નરેન્દ્રનું પણ તેવું જ ધોરણ જોઈને અત્યંત ગૌરવ માનતાં. નરેન્દ્રને પ્રથમથી જ વિષય વાસનાનો તિરસ્કાર હતો, અગાઉ તેને જુદા જુદા દેવોની મૂર્તિઓ ખરીદવાનો શોખ હતો ત્યારે પણ ખરીદ કર્યા પછી જો તેને એમ માલમ પડે કે અમુક દેવને સ્ત્રી હતી તો તે દેવની મૂર્તિને