પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે ડોક મચડીને ભાગી નાંખતો અને તેને કુવામાં ફેંકી દેતો ! અમુક દેવ પરણેલા હતા એ વિચાર પણ તેને પસંદ પડતો નહોતો. લગ્ન એ તેને મોટા બંધન રૂપ લાગતું.

તેની નાસ્તિક દશામાં પણ જગત માત્ર ખાવા પીવા અને મોજમઝા મારવાને માટે જ છે એમ તે માનતો નહોતો. જગતના વૈભવોમાં માત્ર તેને ડોળ જ માલમ પડતો. ખાવું પીવું અને મોજ મારવી એ કાંઈ ખરૂં જીવન નથી; એમ તે સમજતો. લોકોને તે તેવાજ જીવનમાં ડુબી રહેલા જોઈ દુઃખી થતો. સંન્યાસ ધારણ કરી, જીવનનું ખરૂં સ્વરૂપ સમજી, જગતને તે માર્ગે ચલાવવાની ઇચ્છા નરેન્દ્રની થઈ રહી હતી. તે હમેશ ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યો : “હે ઈશ્વર ! સામાન્ય મનુષ્યો જગતના પદાર્થો તરફ જે પ્રેમ દર્શાવે છે તેવા જ અત્યંત પ્રેમથી હું તને નિહાળું એમ કર.”

હવે તે ઘણુંખરૂં એકાંતવાસ ભોગવવા લાગ્યો. ઉપનિષદ, દર્શનશાસ્ત્ર વગેરે ગ્રંથોનું એકાંતમાં વાંચન, વિચાર અને મનન કરી જીવનના મહાન પ્રશ્નોનું નિરાકરણ કરવાની મહેનત તેણે કરવા માંડી. વિચારોમાંને વિચારોમાં શરીરનું ભાન પણ તે ભૂલી જતો. સર્વ સંશયનો નાશ થઈ સત્ય અને નિત્યજ્ઞાન હૃદયમાં પ્રકાશવું જોઇએ; માત્ર શ્રદ્ધા કે બુદ્ધિથીજ નહિ પણ અનુભવથી સત્યનું પ્રત્યક્ષ દર્શન થવું જોઈએ એવો તેને દૃઢ આગ્રહ બંધાયો હતો. વાત પણ ખરીજ છે કે સાક્ષાત્કાર થયા વિના પારમાર્થિક સત્ય પુરેપુરૂં સમજાતું પણ નથી. પાશ્ચાત્ય તત્વજ્ઞાનનું પરિણામ માત્ર બુદ્ધિનોજ વિકાસ છે, ત્યારે આર્યતત્વજ્ઞાનનું પરિણામ બુદ્ધિનો વિકાસ અને પરમાત્મદર્શન છે. આથી કરીને નરેન્દ્રને હવે તેવું દર્શન પામેલા કોઈ અનુભવી સખા ગુરૂ કે જે તેની અપુર્ણતા દુર કરે, પરમાત્મદર્શન રૂપી અનુભવની તેની જીજ્ઞાસાને પુરી પાડી તેનો ઉદ્ધાર કરે, એવા મદદગારની આવશ્યકતા બહુ જ સ્પષ્ટપણે લાગવા માંડી, તેવા પુરૂષને મેળવવા