પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
દેશની ધાર્મિક પરિસ્થિતિ.


અને ક્ષત્રીઓ લથડતા ચાલીને માત્ર બાહ્ય ક્રિયાઓમાં અને યજ્ઞ યાગાદિમાંજ સર્વ ધાર્મિક્તા રહેલી સમજી-સમજાવીને વામમાર્ગ તરફ વળી ગયા, ત્યારે ભગવાન બુદ્ધે અવતાર લઈ અજ્ઞાન અને દુરાચાર સામે પડકાર ઉઠાવ્યો અને માત્ર ઉચ્ચવર્ણ માટેજ નહિ પણ સર્વને માટે મોક્ષના દ્વાર ખુલ્લાં છે એમ દર્શાવી આપ્યું. યજ્ઞમાં પશુવધ કરવા સામે તેણે જે પોકાર કર્યો તેની અસર અદ્યાપિ પર્યંત હિંદુ ધર્મમાં જણાઈ આવે છે. અનેક સૈકાઓ સુધી બુધ્ધદેવની સંસ્કૃતિ પ્રવર્ત્યા પછી બુધ્ધ ભિક્ષુઓ પણ કથળ્યા. એમ થતાં હિંદુ ધર્મમાં ઘણો અગત્યનો અને કાયમનો સુધારો કરનાર, અદ્વૈતવાદને ફેલાવનાર, મહાબુદ્ધિશાળી ભગવાન શંકરાચાર્ય ઉત્પન્ન થયા. લગભગ છઠ્ઠા સૈકામાં બુધ્ધધર્મમાં સડો વધી જતાં તેઓ પ્રગટ થયા. હિંદુધર્મ અને હિંદુ જીવન ઉપર તેમણે જે છાપ પડી છે તે ઘણીજ ઊંંડી અને તેની અસર કાયમની છે. તેમણે પોતાના ટુંકા જીવનમાં પણ હિંદુધર્મમાં પેસી ગએલા વહેમ અને દંભની સામે સખત લડત ચલાવીને વિકૃત બુધ્ધોના તંત્રમંત્રોમાં ફસાયેલી આર્યપ્રજાના માનસિક વાતાવરણ અને આચરણમાં મોટા ફેરફાર કરી નાખ્યા. યજ્ઞ ક્રિયાઓ સુધારી, વર્ણવ્યવસ્થાને સારા પાયા ઉપર આણી, આર્યદર્શનશાસ્ત્રોનું તેમણે અતિ સૂક્ષ્મબુધ્ધિ પૂર્વક પૃથક્કરણ કર્યું, અને પ્રજાને ધર્મનો ખરો બોધ આપવાને સંન્યાસીઓના મઠો સ્થાપ્યા. એ પછી અનેક સૈકાઓ બાદ આ અદ્વૈતવાદનાં મુખ્ય પગથીઆં રૂ૫ જે સદાચાર અને પ્રભુ ભક્તિ તે ઘટતાં ચાલી અનધિકારે અદ્વૈતવાદ દુરાચારના અને આચાર ભ્રષ્ટતાના ઓઠા રૂપે વપરાવા લાગ્યો, ત્યારે અગીઆરમા સૈકામાં ભગવાન રામાનુજ વિશિષ્ટાદ્વૈતવાદ દ્વારા કર્મ, ભક્તિ અને પવિત્ર આચાર ફેલાવવાને પ્રગટ્યા. આ વખતે મુસલમાન સત્તાએ હિંદમાં પ્રવેશ કર્યો હતો. એ પછી લગભગ સોળમા સૈકામાં જ્યારે