પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સત્યનો તેમને અનુભવ થએલો હતો. જ્ઞાન મેળવી તે પ્રમાણે ચારિત્ર ઘડવું અને જગતનું કલ્યાણ કરતે કરતે મોક્ષ પ્રાપ્ત કરવો એ એમના બોધનો મુખ્ય સાર હતો. ખરું સાધુપણું પરદુઃખભંજન થવામાં જ છે એમ શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન કહી રહ્યું હતું.

જંગલમાં જેમ એક સુંદર અને સુવાસિત ફુલ એકલું ઉગે, એકલું ખીલે, અને એકલું જ કરમાઈ જાય, તેમ આ સાધુ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં કોઈની પણ દૃષ્ટિએ પડ્યા વગર ઘણાં વરસ સુધી અંધારામાંજ રહ્યા હતા. આખરે બ્રહ્મોસમાજના નેતા કેશવચંદ્રસેનની નજરે તે પડ્યા અને તેમણે તેમને પ્રસિદ્ધિમાં આણી મુક્યા.

આવા પવિત્ર મહાત્માઓ પરમકૃપાળુ પરમાત્માની દયાના નમુનાઓ છે અને તેઓ જગતરૂપી તોફાની મહાસાગરના અંધારા તળીઆમાં ડૂબી જતા મનુષ્યોને આશારૂપી કિરણવાળા પ્રકાશની ગરજ સારે છે. પાશ્ચાત્ય સુધારાનો પવન લેશ માત્ર પણ શ્રીરામકૃષ્ણમાં નહોતો, તેમને પુસ્તકો અથવા તો વર્તમાન પત્રોની બીલકુલ જરૂર નહોતી, તે કદિ પણ ભાષણ આપતા નહિ.

જગતમાં સંસ્કૃત, અંગ્રેજી, વિવિધ ભાષાઓ તેમજ અનેકવિધ લૌકિક વિદ્યા, કળાકૌશલ્ય, સત્તા તેમજ પદવી મેળવીને, લૌકિક ઉન્નતિ અને કીર્તિ ઇચ્છુકો ભલે પોતાને કૃત્યકૃત્ય માને; પરંતુ શાશ્વત અને અશાશ્વત વસ્તુ સ્થિતિઓને સમજી શકનાર તો જગતના કરોડો મનુષ્યોને ખેંચી જઈ રહેલા તે પ્રવાહને વશ ન વર્તતાં સાચી અને શાશ્વત ઉન્નતિનાજ ઉત્કટ જીજ્ઞાસુ અને પરમ પુરૂષાર્થી બનીને એક પણ અક્ષર લખતાં કે વાંચતાં શીખ્યા સિવાય પશુ કેવી રીતે સત્સમાગમથી કર્તવ્યને અને પ્રાપ્તવ્યને સમજી લઈ તેની પાછળ જે સાધ્ય મેળવી શકે છે અને જગતને માટે કેટલા બધા ઉપકારક બની રહે