પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પરબ્રહ્મની જુદી જુદી શક્તિઓ છે, અને આ દરેક શક્તિ તે તે રૂપ ધારણ કરીને આત્મા અને પરમાત્માના સંબંધ દર્શાવી રહી છે.”

"મહાદેવનો દાખલો લ્યો. શ્રી રામકૃષ્ણ મહાદેવને ધ્યાન અને યોગનો અવતાર માને છે. સાંસારિક ચિંતાઓથી રહિત, સમાધિમાં મસ્ત થયેલા અને પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરતા તે તેમને જણાય છે. દુ:ખ, ભુખ, શ્રમ, એકાંતવાસને મહાદેવ ગણતા નથી. ઈશ્વરના ધ્યાનમાં તે મગ્ન છે. અલૌકિક આનંદ તે ભોગવે છે. તે શાન્ત, દાન્ત અને સમાહિત ચિત્તવાળા છે. હિમાલય જેવા તે અચળ છે. ધ્યાનસ્થ પુરૂષોના તે આદર્શ છે. સાંસારિક પ્રપંચ અને દુ:ખરૂપી કાર્યો તેમના શરીરે વીંટળાઈ રહ્યા છે પણ તેમને ઈજા કરી શકતા. નથી. દરેક જાતનાં ભયભિત રૂપ ધારણ કરી મૃત્યુ તેમની આસપાસ કરે છે પણ તે બ્હીતા નથી. આખા વિશ્વનું દુઃખ તે પોતે હરી લે છે અને બીજાઓને અમરત્વ આપવાને પોતે ઝેરનું પાન કરે છે. બીજાઓને માટે મહાદેવ સઘળા દ્રવ્ય અને વૈભવનો ત્યાગ કરે છે. માત્ર પોતાની પત્નીને સાથે લઈ જાય છે, અને ભસ્મ તથા વ્યાઘ્રચર્મ પોતાને શરીરે અલંકાર તરિકે ધારણ કરે છે. મહાદેવ યોગીઓના દેવ છે. આ ભલો માણસ શ્રીરામકૃષ્ણ મહાદેવના ગુણનું આવું વર્ણન કરતે કરતે તેમાં એટલો તો લીન થઈ જાય છે કે તે સમાધિમાં આવી જાય છે અને ઘણા લાંબા વખત સુધી પોતાનું ભાન પણ ભુલી જાય છે.”

“શ્રીરામકૃષ્ણ, કૃષ્ણ ભગવાનને પ્રેમનો અવતાર ગણે છે. તે કહે છે કે શ્રીકૃષ્ણનું મુખ જુઓ ! તે પુરૂષના મુખને મળતું આવે છે કે સ્ત્રીના મુખને ? કામનો અંશ પણ તેના ઉપર દેખાય છે ? તેના ઉપર પુરૂષની ઉગ્રતા દેખાય છે ? કૃષ્ણનું મુખ સ્ત્રીના જેવું કોમળ છે. તે મુખ ઉપર કુમાર અવસ્થાની કોમળતા અને કન્યાનું સૌંદર્ય