પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
શ્રીરામકૃષ્ણપરમહંસ.


ચાલતો આવે છે એમ તે બતાવી આપે છે, યુરોપિયનોનું ધારવું ખાટું છે એમ તે સાબિત કરે છે.”

“પરમહંસ કહે છે કે મારા પિતા શ્રી રામના ભક્ત હતા. હું પણ શ્રી રામનો ભક્ત થયો છું. જ્યારે હું મારા બાપની ભક્તિ વિષે વિચાર કરું છું ત્યારે જે પુષ્પોથી તે પુજા કરતા હતા તે પુષ્પો મારા હૃદયમાં ખીલી ઉઠે છે અને મારા અંતઃકરણને સુવાસથી ભરી દે છે. પુત્ર તરિકે શ્રી રામ સાચા અને આજ્ઞાંકિત હતા; પતિ તરિકે તે પ્રેમાળ અને નિષ્ઠાવાળા હતા; રાજા તરિકે તે ન્યાયી અને પ્રજાના પાલક હતા; મિત્ર તરિકે તે સાચા અને માયાળુ હતા, આવા શ્રીરામ તરફ રામકૃષ્ણ સેવકના ભક્તિભાવથી જોતા. શ્રી રામની સેવા કરવાનો માત્ર અવકાશ મળે તો સર્વસ્વ મળ્યું, શ્રી રામની સેવા કરવામાં આ શરીરનો પણ નાશ થાય તો તે પણ મોટા આનંદની વાત છે, એમ શ્રી રામકૃષ્ણ માનતા. શ્રી રામનો દાસ હનુમાન તેમને વિશ્વાસુ સેવકનો નમુનો છે. અમાનુષી પ્રેમવડે કરીને હનુમાને ભય અને મૃત્યુને નહિ ગણતાં શ્રી રામની સેવા કરી છે. હનુમાને કંઈ પણ બદલાની આશા રાખી નથી. આથી કરીને શ્રીરામકૃષ્ણે દ્રવ્યને પાપરૂપ ગણ્યું છે અને તેને તજ્યું છે. દ્રવ્ય જોઈને જ તે ભયથી આકુળ વ્યાકુળ બને છે. કાંચન અને કામિનિનો ત્યાગ તેના અનુપમ ચારિત્રનું મૂળ છે. એક હાથમાં તે સોનાના કકડો લેતા અને બીજા હાથમાં માટીનું ઢેફું લેતા, બંને તરફ તે જોતા, માટીને સોનું કહેતા અને સોનાને માટી કહેતા અને આખરે બંનેનો તફાવત તેમના મનમાંથી નીકળી ગયો. કોઈની સેવા કરવી તે બદલાની આશા રાખ્યા વગર કરવી એ એમનો સિદ્ધાંત છે. ખરા સંતોએ પ્રેમાળ હૃદયથી ફળની આશા રાખ્યા વગર સેવા કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ આ સંબંધમાં અનેક ભજન ગાતા અને આ સંબંધમાં આપણે કેટલા