પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


ખરી ધાર્મિકતા, પવિત્રતાનો પ્રભાવ કેવો છે?

આ મેળાપ થયા પછી એક દિવસ નરેન્દ્ર બ્રહ્મોસમાજમાં ગયા હતા. સઘળા ભેગા મળીને પ્રાર્થના ગાતા હતા. પહેલું ભજન પુરું થયું કે તરતજ સમાજ મંદિરના પાછલા ભાગમાંથી એક અવાજ સંભળાયો કે, "નરેન્દ્ર, નરેન્દ્ર !” તે વાક્યોનો દેખાવ ભવ્ય હતો, પણ બોલનારનું આખું શરીર ઉધાડું હતું; માત્ર કેડથી ઝાંગ સુધી એક ધોતીયું જેમ તેમ વીંટેલું હતું. તેના મુખ ઉપર વ્યથાનાં ચિન્હ દેખાતાં હતાં. તેને જોઇને આખી સમાજ સ્તબ્ધ બની ગઈ. આ માણસ કોણ હશે ? નરેન્દ્રે તેનો અવાજ સાંભળ્યો. તેમનો પોશાક જોઇને તે શરમાયો અને આવી મોટી સમાજમાં આવે વેશે આવીને તેનેજ બોલાવતા શ્રી રામકૃષ્ણને જોઈ ગભરાયો ! તેમના તરફ તે ગયો. નરેન્દ્રને જોતાંજ તેમના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. નરેન્દ્રને જોતાંજ તે બોલી ઉઠ્યાઃ “પછી પાછો કેમ જણાયો નહિ ? હું તો તારી વાટજ જોયા કરતો હતો !”

નરેન્દ્ર તેમને બે માસ ઉપર મળ્યો હતો અને ત્યાર પછી શ્રીરામકૃષ્ણ તેને ફરીથી મળવાને ઘણાજ ઉત્કંઠીત થવાથી તેને ખોળતે ખોળતે સમાજમાં આવી પહોંચ્યા હતા.

એક બાજુએ તેમનું ઉધાડું શરીર, માત્ર કેડે વીંટેલું ધોતીયું અને સાદી સીધી રીતભાત નરેન્દ્રના મનમાં ખડાં થયાં અને બીજી બાજુ એ સુધારાના શિખર ઉપર ચઢેલ સમાજના સભાસાદોનો પોશાક, ઠાઠ અને રીતભાત તેના મનમાં આવ્યાં, તે મનમાં બોલી ઉઠ્યોઃ “તે સમાજમાં શા માટે આવ્યા ! શા માટે તેમણે આ ગરબડ કરી મૂકી ! સમાજનું દરેક માણસ તેમને ગાંડા ધારશે !” નરેન્દ્ર હજી પણ પરમાત્માના પરમ ભક્ત શ્રી રામકૃષ્ણને બરાબર સમજી શક્યો નહોતો. નિયમ અને કૃત્રિમ રીતભાતો ઈશ્વરના ભક્તોની