પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
શ્રીરામકૃષ્ણના સમાગમ.


પહોંચાડવાને શ્રી રામકૃષ્ણ અનેક પ્રયાસ કરી રહ્યા હતા.

આવા પવિત્ર અને સમર્થ મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસના ચરણ આગળ બેસીને નરેન્દ્ર વેદાન્તનાં ગુહ્ય તત્વોનો અભ્યાસ કર્યો. હજી પણ શ્રીરામકૃષ્ણના શબ્દોમાં તેને પુરેપુરો વિશ્વાસ ચોંટતો નહિ. તે પ્રશ્ન પૂછતો, વાદવિવાદ કરતો અને શ્રીરામકૃષ્ણ જે બોધ આપતા તે પ્રમાણે તેમનું પોતાનું આચરણ છે કે નહિ તે બારીકીથી તપાસતો. મહિનાના મહિનાઓ સુધી તેણે આ પ્રમાણે કર્યા કર્યું; પણ શ્રીરામકૃષ્ણના અતિ ઉન્નત અને પરોપકારી જીવનનો પ્રભાવ તેના જોવામાં જ્યારે ત્યારે આવ્યાજ કરતો. એ પ્રભાવની અસર એટલી બધી થઈ કે આખરે તેની સધળી શંકાઓ એની મેળે જ શાંત થઈ ગઈ અને તેનામાં આધ્યાત્મ ચેતન વ્યાપી રહ્યું. તેના મનમાંથી તાર્કિક દૃષ્ટિ નષ્ટ થઈ અને તેને સ્થાને આધ્યાત્મિક દૃષ્ટિ સ્થપાઈ. તક બળને સ્થાને શ્રદ્ધાનું અગાધ સામર્થ્ય મૂકાયું. આમ નવું આધ્યાત્મિક ચેતન તેનામાં રૂવે રૂવે વ્યાપી રહ્યું. તેના હૃદયની પાંખડીઓ ખીલી ને ખુલી ગઈ.

અવિવાહિત રહીને નરેન્દ્રે પોતાનું સઘળું જીવન વેદાન્તમય બનાવવાનો અને તેને વેદાન્તને માટેજ અર્પણ કરવાનો નિશ્ચય કરીને હવે તે પોતાના ગુરૂની પાસેજ અહર્નિશ રહેવા લાગ્યો. આ મહાન સાધુની પાસેથી એક ક્ષણવાર પણ ખસવું તેને હવે ગમતું નહિ.

“શ્રીરામકૃષ્ણ પણ મારો નરેન્દ્ર પવિત્ર છે; તેનામાં દુનિયાદારીનો અંશ પણ નથી; તેનામાં દૈવી પ્રકાશ પડેલ છે; તે ઋષિ છે !” આવાં આવાં વચન વડે તેના હૃદયને ઉચ્ચ વાતારણમાં સ્થાપિત કરતા અને તેની વૃત્તિઓને માર્ગ બતાવી તેનું ચારિત્ર ઘડતા હતા. જ્યારે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના ગાઢ સમાગમમાં આવ્યો અને તેમના શિષ્ય