પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૧૫ મું – શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેદ્રની તૈયારી.

“પરમેશ્વર સાકાર છે કે નિરાકાર” આવો એક વખત ચર્ચાનો વિષય હતો. સમય પ્રાતઃકાળનો હતો. સઘળા શિષ્યો ચર્ચા કરી રહ્યા હતા. સર્વત્ર ધુમસ વ્યાપી રહ્યું હતું. શ્રીરામકૃષ્ણ હમણાંજ ધ્યાનમાંથી ઉઠીને બહાર આવ્યા હતા. તે એકલા હતા. આઘે વૃક્ષોની ઘટામાં શિષ્યોના અવાજ સંભળાતા હતા. તે સર્વમાં નરેન્દ્રનો અવાજ આગળ પડતો હતો. તેણે અનેક તર્ક વિતર્ક કરીને સૌને હરાવ્યા હતા. શ્રીરામકૃષ્ણ તેમની પાસે ગયા. તેમના મુખ ઉપર દિવ્ય કાન્તિ પ્રસરી રહી હતી. વિવાદનો વિષય શો છે તે તેઓ સમજી ગયા હતા. પાશ્ચાત્ય વિજ્ઞાનથી ઉદ્દભવેલા નરેન્દ્રના અનેક તર્કોનો ઉત્તર, શાંતપણે સાદા પણ ગંભીર શબ્દોમાં એક ભજન ગાઈને તેમણે આપ્યો. નરેન્દ્રને જવાબ મળ્યો. તેના સર્વ તર્ક તૂટી ગયા અને તે શાંત થયો ! શ્રીરામકૃષ્ણ કેટલીકવારે એક શબ્દ કહીને કે અમુક ભાવ પ્રદર્શિત કરીને કે કોઈ ભજન ગાઈને સમજાવવાનું સમજાવતા. કોઈ વખત ફક્ત એકજ શબ્દથી કે એક સાદા વાક્યથી જ તે નરેન્દ્રને મ્હાત કરી દેતા. નરેન્દ્રનું મુખ બંધ થઈ જતું અને શું બોલવું તે એને સુઝતું નહિ. તે ચકિત થઈ જતો અને શ્રીરામકૃષ્ણનો બુદ્ધિપ્રભાવ જોઈ રહેતો.

શ્રીરામકૃષ્ણના સઘળા બોધનો સાર એ હતો કે, “સ્વાનુભવ કરો ! સ્વાનુભવ થશે એટલે સઘળા વિતર્કો એની મેળેજ નષ્ટ થશે !” શ્રીરામકૃષ્ણ એક મહાન દૃષ્ટા હતા. પોતે અનુભવેલું હોય તેજ શિષ્યોને તેઓ કહેતા : “ષડ્‌ દર્શનમાં, તંત્રમાં કે વેદમાં પણ પરબ્રહ્મનો