પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી.


નરેન્દ્રના કુટુંબને નાણાંની અડચણ પડે છે એમ જાણી એકવાર શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું કે શ્રીમહાકાળીની પ્રાર્થના કર. નરેન્દ્ર મંદિરમાં ગયો, પણ તેણે જ્ઞાન અને ભક્તિ મળવાનીજ પ્રાર્થના કરી, દ્રવ્યને માટે પ્રાર્થના કરી નહિ. શ્રીરામકૃષ્ણે તેને ફરીથી મોકલ્યો, પણ તેનું તેજ ! ત્રીજીવાર તેને મોકલવામાં આવ્યો અને તે મુંગે મ્હોઢે પાછોજ આવ્યો !

शिवोहम्, अहं ब्रह्मास्मि એમ કહેવું એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે એમ નરેન્દ્ર ધારતો. શ્રીરામકૃષ્ણે તેને અદ્વૈતવાદનાં પુસ્તકો વાંચવાનું કહ્યું. નરેન્દ્રે ના પાડી. શ્રીરામકૃષ્ણે કહ્યું કે તું મને તો વાંચી સંભળાવ ! આ પ્રમાણે ઉપનિષદો, અધ્યાત્મરામાયણ, યોગવાશિષ્ટ વંચાયાં ! નરેન્દ્રના હૃદયમાં કંઇક પ્રકાશ પડ્યો. “આ સઘળું બ્રહ્મ છે, જે જણાય છે તે બ્રહ્મ છે, જે જણાતું નથી તે પણ બ્રહ્મ છે; આત્મા બ્રહ્મ છે, દેવો બ્રહ્મ છે; આખું વિશ્વ બ્રહ્મ છે; જે આ પરમ સત્યને અનુભવે છે તે મુક્ત બને છે !” આ બાબતમાં શ્રીરામકૃષ્ણનો જીવતો દાખલો પણ તેની આગળજ હતો. જીવ અને બ્રહ્મની એકતા તેમની સમાધિમાં અંતરના ઉંડાણમાંથી ઉચ્ચારાતાં અનેક સત્યોમાં, સમાધિ સમયે જણાતા અપૂર્વ આનંદમાં તેને નિઃશંકપણે સમજાતી.

તે છતાં હજી પણ નરેન્દ્રનું મન ફરી જતું અને તે અનેક સંશયો ઉઠાવતું. નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની સામે થતો. દરેક બાબતમાં વાદવિવાદ કરતો, ઘાંટા પાડતો અને શ્રી રામકૃષ્ણને ગભરાવતો ! કેટલીક વખત તો તે જાણી જોઇનેજ શંકાઓ કહાડતો. શ્રીરામકૃષ્ણને અપૂર્વ ધીરજ રાખવી પડતી અને શિષ્યના વાક પ્રહાર સહન કરવા પડતા. જે ધીરજથી, અમાનુષી પ્રેમથી, અગાધ બુદ્ધિથી અને ચારિત્રના પ્રભાવથી તેમણે ધીમે ધીમે પોતાના શિષ્યનું મન સ્થિર કર્યું છે તેની વિગતવાર