પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
અભ્યાસી જીવન.


મરજી વિરૂદ્ધ શાસ્ત્રો વાંચી સંભળાવ્યાં હતાં. આમ વાંચતે વાંચતે તેનો ઉચ્ચ અધિકારયુક્ત પવિત્ર આત્મા, બ્રહ્મનાં વર્ણનો, બ્રહ્મના વિચારો અને બ્રહ્મવિષેની ઉક્તિઓમાં ગરક થઈ જતો. તે વર્ણનો તેના આભામાં ઉંડાં પેશી જતાં અને તેનો આત્મા બ્રહ્મના વિચારોથી ઉછળી રહેતો. આમ શ્રીરામકૃષ્ણની યુક્તિથી અનાયાસે નરેન્દ્રના મનમાં વેદાન્તના સિદ્ધાંતો ઉતર્યા હતા અને આત્મસાક્ષાત્કારની લગની લાગી હતી.

“આ સઘળું બ્રહ્મ છે. જે દૃશ્ય છે અને જે અદૃશ્ય છે; જે જ્ઞાત છે અને જે અજ્ઞાત છે; સ્વર્ગ, મૃત્યુલોક; વેદ અને જે વેદ નથી. તે પણ; જે આદિ છે અને જે આદિ નથી તે પણ; એ સઘળું જ બ્રહ્મ છે. અખિલ વિશ્વ બ્રહ્મ છે. સત્ય બ્રહ્મ છે અને સઘળું બ્રહ્મ છે. બ્રહ્મ શિવાય બીજું કંઈ છેજ નહિ. આત્મા પણ બ્રહ્મ છે અને પરમાત્મા પણ બ્રહ્મ છે. દેવતાઓ પણ બ્રહ્મ છે. જે આ અનુભવે છે તેજ પરમ વસ્તુને પામે છે; તેજ ઇંદ્રિયો અને બુદ્ધિની મોહ જાળમાંથી ખરેખરો છૂટે છે. જેવી રીતે સર્પ પોતાની જુની કાંચળી ઉતારી નાંખે છે તેવી રીતે તે સર્વ બંધનોને કહાડી નાંખે છે, અને પોતે દિવ્ય- બ્રહ્મ-બની રહે છે.” ઉપનિષદો આમ કથે છે. જેમ જેમ નરેન્દ્ર આવા ઉચ્ચ વિચારો વાંચતો ગયો તેમ તેમ તેનો સંસ્કારી આત્મા આ જગતના તુચ્છ પદાર્થો અને વાસનાઓથી ઉંચે ને ઊંચે ઉઠતો ગયો. શ્રી રામકૃષ્ણ તો એવા પ્રસંગો વંચાતાં ભાન ભૂલી જતા અને સત્-ચિત્-આનંદ સ્વરૂપ તે બની રહેતા. ઉપનિષદો જે મહાન સત્યોને કથી રહ્યાં છે તે સત્ય આ પરમાવસ્થાનીજ ઉક્તિઓ અને ઉર્મિઓ છે. તેનાં તેજ સત્યો શ્રીરામકૃષ્ણ તેવી ઉર્મિઓમાં વારંવાર આવી જઈને ઉચ્ચારતા અને નરેન્દ્ર તેનું શ્રવણ કરતો, મનન કરતો અને નિદિધ્યાસન કરતો. આમ ઉપનિષદોનું અધ્યયન અને બ્રહ્મનિષ્ઠ