પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
નરેન્દ્રની યોગ્યતા.


અને મહાન વિચારક હતો, તે પોતાના વિચારોમાં એટલો તો મશગુલ થઈ જતો કે બીજાઓને મન તે બેદરકાર જ ભાસતો ! તેના મનમાં મચી રહેલો મહાન વૈરાગ્યભાવ જગતના તુચ્છ પદાર્થો તરફ નિસ્પૃહતા ઉપજાવી તે પદાર્થોના મોહમાં ફરી રહેલા માનવ સમાજ પ્રત્યે તેના મનમાં દયાભાવ ઉત્પન્ન કરતો અને સમસ્ત જગતનું કલ્યાણ સાધવાના વિચારોમાં તેને ગરક કરી નાંખતો, એ ભાવ તેને એવો તો ગરક કરી નાખતો કે જેના આડે સંસારનું ને તેના શરીરનું પણ ભાન તે ભૂલી જતો. કોઈપણ વસ્તુનો કે વ્યક્તિનો, ચારિત્રનો કે બનાવનો પુરેપુરો ઉંડો અભ્યાસ કરવો એ નરેન્દ્રનો સ્વભાવ હતો. ક્ષણે ક્ષણે તેના મુખ ઉપર જુદી જુદી લાગણીઓનોઆવિર્ભાવ જણાઈ આવતો. પણ જેમ સમુદ્રની સપાટી ઉપર અનેક તોફાન ચાલી રહે છે, અનેક મોજાં આવે છે અને જાય છે, તેમ તેના મનમાં અનેક લાગણીઓ ખડી થતી, અનેક ઉથલપાથલો થઈ રહેતી, જગતના સુખ દુઃખના વિચારો આવતા અને જતા, તેના ઉપર અનેક આફતો પણ પડતી, પણ તેનો અંતર આત્મા જરાયે ડગતો નહીં', તે તેની તેજ સ્થિતિમાં શાંતિ ભોગવતો અને તે પોતાના અડગ નિશ્ચયથી જરાક પણ ચલિત થતો નહીં. તેનામાં એક અલૌકિક વાત તો એ હતી કે એક ક્ષણે તે એક મહાન વિચારકની માફક જગતના મહાન પ્રશ્નો ઉપર વિચાર કરતો અને વાદ કરતો તે જણાતો, અને બીજી જ ક્ષણે એક ન્હાના બાળક જેવો નિરાભિમાની, સાદો, સરળ, પ્રેમાળ, સૌ જોડે હળતો, મળતો, ભળતો અને ગમતો જણાતો. તેનામાં મોટી વયે પણ આ ગુણ કાયમનો કાયમ જ રહ્યો હતો. તેના શિષ્યો અને ગુરૂભાઈઓ આ મહાન ઉપદેશકમાં એક બાળક જેવો સરળ, આનંદી અને ગમતી સ્વભાવજ ઘણે ભાગે જોતા અને આશ્ચર્ય પામતા. ઘણીક વખત તેઓ તેને એક બાળક જેવોજ