પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
નરેન્દ્રની યોગ્યતા.


આત્માનું જ વર્ણન અહીં અપાતું હતું ! આત્માનીજ વાણી અહીં બોલાતી, આત્માનું જ શ્રવણ અહીં આ આત્માવડે કરાતું, આત્માજ આત્મા સાથે વિહાર કરતો, આત્માનાજ પ્રદેશમાં ઉડાતું, આત્માનાજ શબ્દો બોલાતા અને આત્માનોજ ઘોષ સર્વ વાતાવરણમાં વ્યાપી રહ્યો હતો ! ઉપનિષદ્ કહે છે आत्मानं बिजानी हि अन्यां वाचं विमुच्चया । અહીઆં બેસનારનો આત્મા ઉન્નત થતો અને તે મનુષ્ય આત્માના પ્રદેશમાં ઉડી રહેતો.

આવા પવિત્ર વાતાવરણની પવિત્ર લહરીઓથી અનેક પાપીઓ પલટાયા છે. અનેક વિપથગામીઓએ પોતાના જીવનના માર્ગો બદલ્યા છે. અનેક દુષ્ટોએ પોતાની દુષ્ટતા ત્યજી છે અને સાધુ માર્ગે પ્રવર્ત્યા છે. શ્રીરામકૃષ્ણ પાપીઓ તરફ પણ અત્યંત ભાવથી જોતા. પાપીઓ પણ તેમની પાસે આવતા. શ્રી રામકૃષ્ણ એમ માનતા કે પાપીઓની પાપબુદ્ધિ પણ ફેરવી શકાય અને તેને અમુક માર્ગે વાળીને ઉપયોગી બનાવી શકાય. દરેક મનુષ્યમાં-દુષ્ટ મનુષ્યમાં પણ સાધુતાનાં બીજ રહેલાં છે. આવા સર્વ સામાન્ય પ્રેમથી નરેન્દ્ર ચકિત થતો. ઘણા પ્રકારના મનુષ્ય શ્રી રામકૃષ્ણ પાસે આવતા અને કોઈને કોઈ રીતે તેમના રંગથી રંગાઈને જતા. આથી નરેન્દ્ર ઘણોજ અચંબો પામતો !

ધર્મની આવશ્યકતા, તેનો વિજય, માનવ જીવનની સાર્થકતા, વગેરે વિષયોનાં ઊંડાં રહસ્ય સાદામાં સાદી વાણીથી સમજાવાતાં હતાં. શિષ્યોનાં હૃદયને ઉચ્ચ શિક્ષણ મળતું ચાલી તે વિકાસને પામતાં હતાં. હિંદના અનેક રૂષિઓ, મુનિઓ, મહાત્માઓ, સાધુઓ, સંતો અને ભક્તોની જીવન પોથીઓનાં પાનાં એક પછી એક ઉકેલાતાં હતાં. ક્વચિત શ્રી રામચંદ્રનો મહિમા વર્ણવાતો હતો. એક પત્ની, એક વચન, એક બાણનું માહાત્મ્ય શ્રોતાઓનાં મગજમાં ઉતારતાં