પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
નરેન્દ્રની યોગ્યતા.


અને સર્વનાં હૃદય આશ્ચર્ય અને ઉત્સાહથી ઉછળી રહેતાં ! મહાભારત અને રામાયણના નરવીરો – યુધિષ્ઠિર, અર્જુન, ભીષ્મ, રાવણ, હનુમાન, વગેરેનાં પરાક્રમોનાં શ્રવણથી સર્વનાં હૃદય ચકિત થતાં! સઘળા શિષ્યો શ્રી રામકૃષ્ણને વીંટળાઈને બેસતા અને વાર્તાલાપ કરતા ! સમસ્ત આર્ય જીવન–ધાર્મિક, સામાજીક, ઐતિહાસિક–અહીઆં ચિતરાતું, ભજવાતું અને તેના ભાવ પૂર્ણ સંસ્કારો શિષ્યોનાં હૃદય ઉપર ચીતરાઈ રહેતા. શ્રીરામકૃષ્ણ ક્વચિત ક્વચિત અપૂર્વ સ્વાનુભવનું કથન કરતા અને શ્રોતાઓ બ્રહ્માનંદના રસમાં ઝબકોળાઈ તરબોળાઈ રહેતા ! છેવટે મુસલમાન ફકીરો, જિસસ ક્રાઈસ્ટના અનુયાયીઓ અને ગુરૂ નાનકના ચેલાઓ પણ શ્રી રામકૃષ્ણની પાસે આવતા. બંગાળાનો પ્રસિદ્ધ નાટકકાર ગિરીશબાબુ કે જેણે પોતાનું જીવન જેમ ફાવે તેમ સંસારની મોજમઝા ભોગવવામાંજ ગાળ્યું હતું તે એક દિવસ શ્રીરામકૃષ્ણની પાસે આવ્યો. શ્રીરામકૃષ્ણ મહાકાળીના મંદિરમાં હતા અને શ્રીકાળીની સ્તુતિ કરી રહ્યા હતા. તેમનો સાચો ભાવ જોઇને ગિરીશબાબુ બોલી ઉઠ્યો “આ માણસ ગમે તો એક પક્કો ઠગ હોય કે સાધુ હોય !” ગિરીશબાબુએ શ્રી રામકૃષ્ણને સાધુ તરીકે કેવી રીતે ઓળખ્યા અને તે તેમનો શિષ્ય કેવી રીતે બની રહ્યો એ કથા ઘણી લાંબી છે. એક દિવસ ગિરીશબાબુ અત્યંત ભાવ ભક્તિથી શ્રીરામકૃષ્ણને પુછવા લાગ્યો કે “મારે તરવાનો કંઈ ઉપાય છે ?” શ્રીરામકૃષ્ણ કહ્યું “તમે ભગવાનનું યા મારૂં નામ દરરોજ સાચા ભાવથી ત્રણ વખત લેજો.” એટલું પણ નહી બની શકે એમ જ્યારે ગિરીશે જણાવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે તેને બે વાર નામ લેવાનું કહ્યું. તેની પણ ના પાડી ત્યારે એકવાર લેવાનું કહ્યું અને તેની પણ ના પાડી ત્યારે શ્રીરામકૃષ્ણ કહ્યું કે તું જે જે કરે તે સઘળું પ્રભુનેજ સમર્પિ દે. આમ ગિરીશબાબુ કે જે એકવાર