પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પણ શ્રીરામકૃષ્ણનું નામ લેવાની ના પાડતો હતો તે દિવસમાં ક્ષણવાર પણ તે નામના રટણ વગર રહેતો નહી અને આખરે “શ્રીરામકૃષ્ણ” એમ મુખે બોલતો બોલતો મૃત્યુને વશ થયો હતો. શ્રીરામકૃષ્ણનો આ અલૌકિક પ્રભાવ હતો. બંગાળાના પ્રસિદ્ધ પુરૂષો, વૈદ્યો, દાક્તરો, વકીલો, ગ્રંથકારો, લેખકો, પ્રોફેસરો, ધર્મગુરૂઓ, સર્વ શ્રીરામકૃષ્ણની પાસે આવતા અને તેમને નમતા. સર્વ તેમની પરિક્ષા કરતા, તેમની સમાધિ જોતા ! અને તેમનો સાચો ભાવ જોઈને આધ્યાત્મિકતા વિષે ઉંચો અભિપ્રાય બાંધતા.

આ સઘળું જોઈને નરેન્દ્ર ચકિત થતો. શ્રીરામકૃષ્ણ વિષે તેનો પૂજ્યભાવ વધતો. તેમને તે કોઈ અલૌકિક પુરૂષ ધારતો. આવા મહાન પુરૂષના વ્હાલા શિષ્ય થવાના મહદ્ ભાગ્યને તે હવે સમજવા લાગ્યો. તે નમ્રતાથી બોલવા લાગ્યો “મારા ગુરૂ આગળ હું તે કોણ માત્ર ?” આ નમ્રતા નરેન્દ્રમાં સર્વદા રહેલી જણાતી અને મોટી વયે પણ જ્યારે તેને યશ મળતો ત્યારે તે યશ પોતે પોતાને માથે લેતો નહી; પણ પોતાના ગુરૂનું નામ આગળ કરી તેનેજ તે અર્પણ કરી દેતો.

સંસારમાં ધનાઢ્ય લેખાતા અને મોટી પદવીએ ચઢેલા પુરૂષોથી શ્રીરામકૃષ્ણ જરાક પણ અંજાતા નહી કે તેમના તેજમાં તણાતા નહીં. એક ધનાઢ્ય પુરૂષને તે કહેતા “કીડાઓથી ખવાઈ ગયેલા, જુના પુરાણા સંસારમાં લુબ્ધ થયેલા ગૃહસ્થ તમે છો !” બીજા એક પ્રજાના નેતા થઇને ફરનાર પુરૂષને તેમણે કહ્યું કે “લોકો તમને મોટા ગણે છે, પણ હું તમને મોટા ગણતો નથી. તમે હલકા મનના માણસ છો.” આમ શ્રીરામકૃષ્ણની પાસે સંસારના ધનવાનો, સત્તાધીશો અને સ્વાનુભવ વગરના મોટા પંડિતોની મોટાઈ નભતી નહિ.

સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર જો આપણે બારિકીથી