પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
નરેન્દ્રની યોગ્યતા..


તેવી જમીન ઉપર શ્રી રામકૃષ્ણ ચાલતા નહોતા. લીલા ઘાસમાં જીવો છે અને તેથી ઘાસને ઇજા થાય અને તેમાં રહેલો જીવ નાશ પામે એમ તે કહેતા. કોઈ અન્ય મનુષ્યને માર મારવામાં આવે તો તે જાણે કે પોતાના જ શરીરને વાગે છે કેમ કરીને એકદમ આંચકા ખાતા, શરીરને સંકોચતા અને અત્યંત દુ:ખની લાગણી દર્શાવતા, ગરિબ અને દુ:ખી મનુષ્યોને જોઇને તેમનો આત્મા કકળી ઉઠતો અને તેમનું દુ:ખ મટાડવાને તે સર્વને વિનંતિ કરતા તથા ઘેર ઘેર ફરીને પણ કોઈવાર તેને માટે યાચના કરતા.

સાચી સાધુતા, આત્મભાવ પ્રગટાવવામાં અને દીનદુઃખીઓના દુઃખે દુખી થવામાં જ રહેલી છે, એમ શ્રી રામકૃષ્ણનું ચરિત્ર સર્વને કહી રહ્યું હતું. પ્રભુપૂજામાં ઘડી બેઘડી ગાળવી અને પછી બધો વખત જગતના પ્રપંચમાં ડુબી રહેવું કે દુઃખીઓના દુઃખ તરફ ઉદાસીનતા દર્શાવવી એ તો પ્રભુપૂજાની મશ્કરી છે એમ તે કથી રહ્યું હતું. શ્રી રામકૃષ્ણ પોતાના જીવનથી આ બાબતમાં અદ્વૈતવાદી તેમજ પ્રભુ ભક્ત તરીકે અતિ ઉમદા દૃષ્ટાંત પુરૂં પાડીને દર્શાવતા હતા કે પૃથ્વી, પાષાણ, વૃક્ષ, તૃણ, પ્રાણી, મનુષ્ય, સર્વમાં એકજ જીવ, એકજ જીવન, એકજ આત્મા વ્યાપી રહેલો છે; આ સર્વ પરમાત્માનાં જુદાં જુદાં સ્વરૂપ છે, તેમના સુખે સુખી થાવ. તેમના દુઃખે દુઃખી થાવ, જગત પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે જન સેવા વગર પ્રભુ સેવા અધુરીજ છે, તેમજ પ્રભુ ભકિતના રંગથી રંગાયા વગરની જન સેવા પણ પરમ કલ્યાણની સાધક નથી.

एकोदेवः सर्वभूतेषु गूढः सर्व साक्षि सर्व भूतांतरात्मा।
आत्मवत् सर्व भूतेषु यो पश्यति स पश्यति ॥

આર્ય શાસ્ત્રોના આ અમૂલ્ય સિદ્ધાંત શ્રી રામકૃષ્ણના જીવનમાં