પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭
કાશીપુરમાં ગળાયલા દિવસો.


આણી. એક વખત મધ્યરાત્રીએ શારદાદેવી શ્રી રામકૃષ્ણની શુશ્રષા કરતાં જણાયાં. શંકાશીલ હૃદયવાળો તે શિષ્ય એ પ્રસંગ જોવા ગયો. પણ શ્રીરામકૃષ્ણ શારદાદેવીને “મા, મા,” કહીને વાતચીત કરતા હતા. આ જોઇને શિષ્ય શરમાયો અને કેટલાક દિવસ સુધી તેણે પોતાનું મુખ બતાવ્યું નહીં. શ્રીરામકૃષ્ણે તેને બોલાવ્યો. તેના મનની વાત તે જાણી ગયા હતા તેથી તે બોલ્યાઃ “તેં શંકા ઉત્પન્ન કરી તે ઠીક કર્યું, તું મારી પરિક્ષા કરી જુએ નહીં ત્યાંસુધી શ્રદ્ધા કેવી રીતે રાખી શકે ?”

પોતાના ચારિત્રને માટે નરેન્દ્ર જેટલો ભુવનેશ્વરીનો આભારી હતો તેટલોજ તે શ્રીશારદાદેવીનો પણ આભારી હતો. શ્રી રામકૃષ્ણ પોતાની બ્રહ્મચારિણી પત્નીને હમેશાં જ્ઞાન ભક્તિનો ઉપદેશ આપતા. સર્વ શિષ્યોની તે “મા” થઈ રહ્યાં હતાં. શ્રીરામકૃષ્ણ સર્વને તેમના શિવ સ્વરૂપનું ભાન કરાવતા; શારદાદેવી દરેકમાં દૈવી સ્વભાવ જાગૃત કરતાં. આ પ્રમાણે શારદાદેવીએ ઘણાક યુવાનોને સંન્યાસને માર્ગે દોરી તેમના શિષ્યો બનાવ્યા છે. શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યોએ તો તેમની આજ્ઞાથી શારદાદેવી પાસેથી જ સંન્યાસ દિક્ષા લીધેલી છે.

એક વખત શ્રી રામકૃષ્ણની ટીકાથી શારદાદેવીને જરાક લાગી આવ્યું અને તે રોતાં રોતાં ચાલ્યાં ગયાં. શ્રીરામકૃષ્ણે તેમને પાછા લાવવાને એક શિષ્યને તેમની પાછળ મોકલ્યો અને કહ્યું કે જો તે રડશે તો હું ભક્તિ અને ધ્યાન ચુકી જઇશ.

ગુરુ અને શિષ્યના પવિત્ર ટોળામાં દેવીની માફક શ્રીશારદાદેવી વિરાજતાં હતાં. તે સર્વની સંભાળ લેતાં અને સર્વની ધાર્મિક ક્રિયાઓમાં મદદ કરતાં. સર્વના દુઃખે તે દુઃખી થતાં અને સર્વના આનંદમાં જ તેમનો આનંદ હતો. સર્વ શિષ્યો તેમનાં બાળક અને શારદાદેવી તેમની માતા હતાં. હિંદમાં ગુરૂપત્ની ગુરૂ તુલ્યજ ગણાય છે. શ્રીરામકૃષ્ણ મિશનના પ્રસિદ્ધ સંન્યાસીઓ શ્રી શારદાદેવીને ગુરૂ તરિકેજ