પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
નરેન્દ્રને નિર્વિલ્પ સમાધિ.


कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च तेन ।
अपार संवित्सुख सागरोर्स्मिंल्लीनं परे ब्रह्मणि यस्य चेतः।।

અર્થાત્ અપાર જ્ઞાન તથા સુખના સાગર સ્વરૂપ આ પરબ્રહ્મને વિષે જેનું ચિત્ત લીન થયું છે, તે જે કુળમાં અવતર્યો તે કુળ પવિત્ર છે. જે જનનીને પેટે તે જન્મ્યો તે જનની કૃતાર્થ છે. જે ભૂમિપર તે વસે છે તે ભૂમિ પુણ્યવાન છે.

એવા પરમાત્મ સાક્ષાત્કારને પામેલા પુરૂષોજ જગતમાં મહાન ધર્મસ્થાપક, પ્રતિભાશાળી આચાર્ય અથવા અમોઘ ઉપદેશક બની શકે છે. રાજા કે નેતાના પદ ઉપર તેઓ હોય તો તે પદને પણ દીપાવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ એવી મહદ્ કોટીના પુરૂષ હોવાથીજ તેઓ જગતનું અસામાન્ય કલ્યાણ કરી શકતા હતા અને તેમનો સહવાસ તેમજ સદુપદેશ એટલો બધો અસરકારક નિવડતો હતો. નરેન્દ્ર જેવા પ્રતિભાવાન, સંસ્કૃત અને અંગ્રેજીના સુજ્ઞાતા, પાશ્ચાત્ય શિક્ષણના રંગથી રંગાયેલા, અને નાસ્તિકપણાની હદે પહોંચી ચૂકેલા યુવકને ચૂસ્ત વેદાંતિ, સર્વ ધર્મપ્રેમી, અને કૃત કૃત્ય જીવન્મુક્ત બનાવવાને એવી અસામાન્ય યોગ્યતાને લીધેજ તેઓ સફળ થઈ શક્યા હતા.

શ્રી રામકૃષ્ણની સમાધિ કોઈવાર સવિકલ્પ થતી તો કોઈવાર નિર્વિકલ્પ થતી. કેટલીક વખત તો માત્ર ભાવસમાધિજ તેમને પ્રાપ્ત થતી. કોઈ વખત અમુક લાગણી કે ઊર્મિ રૂપે જ તે પ્રગટ થતી. તો ક્વચિત તે માતા કાલી જોડે જ વાર્તાલાપ કરતા જણાતા ! તેમની આ અનેકવિધ સમાધિ જોઈને શિષ્યો ચકિત બની જતા. નરેન્દ્ર પણ આશ્ચર્ય પામતો. તેના મનમાં થતું કે આવી સ્થિતિને પ્રાપ્ત કરવી એજ જીવનના ખરો હેતુ છે; એજ ખરો પુરૂષાર્થ