પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વગેરે વંચાવતો અને રૂષિમુનિઓનાં વચનનું રહસ્ય તેમના મનમાં ઠસાવતો. બે બાબતો ઉપર તે વધારે ભાર મુકતો - એકતો પરદેશીઓને વેદાન્તનું રહસ્ય સમજાવવું અને વેદાન્ત ધર્મને અખિલ વિશ્વનો ધર્મ બનાવવો, અને બીજું હિંદમાં સર્વને બ્રાહ્મણ ધર્મ સમજાવવો કે જેથી કરીને સઘળાઓ એકજ પ્રજા તરીકે જીવન ગાળી રહે.

આ સાધુઓ સઘળા ધાર્મિક મહોત્સવ ઉજવતા. શિવરાત્રીને દિવસે તેઓ આખો દિવસ અપવાસ કરતા અને આખી રાત ધ્યાન, પુજન, કીર્તનાદિમાં પસાર કરતા. પૂજા કરતી વખતે પોતાના શરીર ઉપર પુષ્કળ ભસ્મ તેઓ ચોળતા. ઘડીકમાં “શિવ ! શિવ !” બોલતા તેઓ નૃત્ય કરતા અને હાથ વડે તાળી પાડતા. આખી રાત “હર હર મહાદેવ ! શિવગુરૂ ! શિવગુરૂ !” ના પડકારોથી સઘળું સ્થાન ગજાવી મુકતા.

સ્વામી વિવેકાનંદે આગળ ઉપર ભવ્ય જીવન જગતની દૃષ્ટિ આગળ ગાળી બતાવ્યું છે તે જીવનની આ સધળી તૈયારીઓજ હતી. તેમના ગુરૂભાઇઓ પણ તેમના જેવા જ વિચાર કરતા, તેમનેજ પગલે ચાલતા અને તેમના જેવીજ ભાવનાઓ બાંધતા. અલૌકિક પ્રકારના આધ્યાત્મિક પાશથી તેઓ એક બીજાની સાથે બંધાઈ રહ્યા હતા. આ સમયે પણ નરેન્દ્ર સૌ સાધુઓને એક ઉચકોટિનો બુદ્ધિશાળી પુરૂષ હાય તેમજ જણાતો. શ્રીરામકૃષ્ણ તેના વિષે જે ભવિષ્ય ભાખ્યું હતું તે સધળું ખરું પડતું જાય છે એમ હવે તેમને લાગવા માંડ્યું. તેમાંના એક સાધુ લખે છેઃ “શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદે જીવનમાં પ્રથમજ જે જુસ્સો, વક્તૃત્વ અને ચારિત્રનો પ્રભાવ દર્શાવ્યા હતા, તેજ જુસ્સો તેજ વક્તૃત્વ અને તેજ ચારિત્ર આ સમયે તેમના ગુરૂ ભાઈઓને જગતના કાર્ય માટે કેળવવામાં તે દર્શાવી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણે જે કાર્ય કરવાનું તેમને