પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


સોંપેલું હતું તે કાર્યનું ખરું રહસ્ય અને ઉંડું જ્ઞાન, પ્રેમયુક્ત ભાષાદ્વારા તેમના હૃદયમાં તે ભરતા હતા. જગતની આગળ તેમણે જે અગાધ સત્ય આગળ જતાં મુક્યાં હતાં તે તેમના ગુરૂભાઈઓને મન નવાં નહોતાં, કારણ કે તે સત્યો આ વખતે બહુ ઉલ્લાસથી તેમને સમજાવાતાં હતાં.”

પોતાની બુદ્ધિ અને આત્માના વિકાસને માટે વિવેકાનંદે જે બહોળું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે સઘળાનો ઉપયોગ તેમણે પોતાના ગુરૂભાઈઓને કેળવવામાં કર્યો છે. ખરું જોતાં યુનિવર્સટિનો અભ્યાસ અને ડીગ્રીનો ત્યાગ કરવાથી તે સાધુઓને કંઈજ ગેરફાયદો ન થતાં ઉલટો તેમના નેતાએ તેમને એક વધારે વિશાળ, વધારે ભવ્ય, અને વધારે બુદ્ધિવાળા જીવનમાં પ્રવેશ કરાવ્યો હતો. જે અસંખ્ય વિચારોના પ્રદેશમાં પસાર થઇને વિવેકાનંદે પોતાનો માર્ગ શોધી કહાડ્યો હતો; જે અનેક વિદ્યાઓમાં પ્રવેશ કરી તેનો સાર તેમણે ગ્રહી લીઘો હતો; વિજ્ઞાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં જે અનેક પાશ્ચાત્ય અને પૌર્વાત્ય પુસ્તકોનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો; તે સઘળું જ્ઞાન તેઓ હવે પોતાના ગુરૂભાઈઓને આપતા હતા. તેમ છતાં તેઓ તેમના શિક્ષક કે ગુરૂ થવાનો દાવો જરા પણ કરતા નહીં. સઘળા સાધુઓ તેમની આસપાસ વીંટળાઈને જમીન ઉપર બેસતા અને વાતચિતમાં સઘળું જ્ઞાન ગ્રહણ કરતા. વિવેકાનંદ કલાકોના કલાકો સુધી બોલતા અને વખતે એકનો એક વિષય ઘણા દિવસો સુધી પણ ચાલતો. તે પોતાની મેળે અનેક પ્રશ્નો ઉત્પન્ન કરતા અને તેનું નિરાકરણ આપતા. કોઈ વખત સામાજીક તો કોઇવાર ધાર્મિક વિષય હાથમાં લેવાતો અને વિજ્ઞાન, કળા, ઇતિહાસ, સંન્યાસ વગેરે વિષયો એક પછી એક ચર્ચાતા. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય આદર્શોનું યોગ્ય સંમેલન કરવામાં આવતું. જુના અને નવા વિચારોનો