પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ભગવાન બુદ્ધની સાથે સ્થળે સ્થળે પ્રવાસ કરી રહ્યો. બુદ્ધગયાથી તે રાજગીરમાં અને ત્યાંથી સારનાથમાં જઈને વસી રહ્યો. જે બોધીવૃક્ષની નીચે બુધે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું તેની નીચે જઈને તે ઉભો રહ્યો. બુદ્ધના સંન્યાસની ઉત્ક્ટતા અને મહત્તા તેઓ અનુભવવા લાગ્યા પોતાની માનસિક દૃષ્ટિએ તેઓ બુદ્ધનો દેહત્યાગ જોઈ રહ્યા ! બુદ્ધના શિષ્યો સાથે તેઓ વિલાપ કરવા લાગ્યા, અને કુશીનગરના લોકો જોડે બુદ્ધની વિભૂતિ સંગ્રહી રાખવા લાગ્યા. બુદ્ધના ભિક્ષુઓની માફક તેઓ પીતવસ્ત્ર ધારણ કરીને સત્યાન્વેષણ કરતા હોય એમ માનસિક આચરણ કરવા લાગ્યા. નલન્દના વિશ્વવિદ્યાલયના સાધુઓની માફક તેઓ વર્તવા લાગ્યા. સીલોન, ચીન, જાપાન, ઇજીપ્ત અને રોમ સુધી ભિક્ષુઓએ કરેલી મુસાફરી, તેમના ધાર્મિક અને તત્ત્વજ્ઞાન વિષયક સંવાદ, વગેરેનું તેઓ મનન કરવા લાગ્યા અને આસપાસ બુદ્ધમય સૃષ્ટિ રચવા લાગ્યા. આમ નરેન્દ્રે સોના અંતરાત્માને બુદ્ધ ચરિત્રથી હલાવી મુક્યા !

થોડાક સમય પછી હિંદુદેવોના અવતારોનો તથા હિંદુ ભક્તો અને આચાર્યોની ઐતિહાસિક મહત્તાનો વિષય હાથ ધરવામાં આવ્યો. રામ, કૃષ્ણ, શંકર, રામાનુજ, કબીર, તુલસીદાસ, રામદાસ, ચૈતન્ય, રામપ્રસાદ, ગુરૂનાનક, ગુરૂગોવિંદ, વગેરેનાં ચરિત્રો એક પછી એક કહેવામાં આવ્યાં; અને ભારતવર્ષના મહિમા વધારવાને તથા સનાતન ધર્મને માટે તેઓએ શું શું કર્યું છે તે સમજાવવામાં આવ્યું. શ્રી શંકરાચાર્યે વેદાન્તનું પ્રતિપાદન કર્યું, શૈવધર્મને ઉત્તેજન આપ્યું, વિષ્ણુ, દેવી, દક્ષિણા મૂર્તિ વગેરે અનેક દેવ દેવીની ઉપાસનાનો અનેક સ્તોત્ર દ્વારા બોધ કર્યો, આ સર્વથી નરેન્દ્ર હિંદુધર્મની એકતા અને મહાબુદ્ધિશાળી શંકરાચાર્યનો તેમ કરવામાં સમાઈ રહેલો ગૂઢ હેતુ સર્વના હૃદયમાં ઠસાવવા લાગ્યો. ભારતવર્ષના પ્રાચીન રૂષિઓનું