પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતા, પણ એક દિવસ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું: “જેનું મન સર્વદા રોગની ચિકિત્સા કરવામાં અને દવાની શીશીઓમાંજ લાગી રહે તે કદી ઈશ્વરનાં દર્શન કરી શકે નહીંં !” આથી કરીને નાગમહાશયે દવાની પેટી ગંગા નદીમાં નાંખી દીધી અને આખો દિવસ પ્રભુ ભજનમાંજ ગાળવા લાગ્યા.

ગંગાનદીના કિનારા પાસે એક નાની ઝુંપડીમાં હવે નાગમહાશય રહેતા હતા. શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પછી ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની તેમને તીવ્ર ઈચ્છા થઈ હતી. રાત દિવસ તેમણે રૂદનજ કરવા માંડ્યું ! કશુંએ ખાય નહીં કે કશુંએ પીએ નહીં ! કેટલીક વખત તેમનો કોઈ મિત્ર બળાત્કારે ખવરાવતો. શરીર અને તેની જરૂરીયાતોને તો તે જાણે ભુલી જ ગયા હતા. વિવેકાનંદ જાતે એક દિવસ નાગમહાશયને મળવા ગયા. તેમણે સાંભળ્યું હતું કે નાગમહાશયે ચાર પાંચ દિવસથી કંઇજ ખાધું નથી. તેઓ એક ગાંડા મનુષ્ય જેવા દેખાયા. પુષ્કળ તાવ ચઢ્યો હોય તેમ તે પ્રભુના વિરહથી ધ્રુજતા જણાયા. તેની પાસે આવીને સ્વામીજી બોલ્યા “નાગ મહાશય, અમે તમારા અતિથિ છીએ! અમે તમારી પાસે ભિક્ષા માગવા આવ્યા છીએ !” સ્વામીજી એમ ધારતા હતા કે પ્રભુને નૈવેદ્ય ધરાવ્યા પછી અને અતિથિને જમાડ્યા પછી નાગમહાશય પણ કંઈક પ્રસાદ તરીકે ખાશે. નાગમહાશયે ઉભા થઈને શ્રીરામકૃષ્ણના શિષ્યોને બહુજ સત્કાર કર્યો તેઓ એકદમ બજારમાં ગયા, જે જોઈતું હતું તે આપ્યું, અને જાતે રસોઈ બનાવવા લાગ્યા ! સ્વામીજીએ અને બીજા સાધુઓએ ભોજન કર્યું પણ તેઓ નાગમહાશયને ખાવાનું સમજાવી શક્યા નહીં. તેઓએ ઘણાએ કાલાવાલા કર્યા, ઘણોએ આગ્રહ કર્યો, પણ નાગમહાશયે જરાયે ખાધું નહીં. અંતે જ્યારે સાધુઓએ ઘણો જ આગ્રહ કર્યો ત્યારે તેમણે ભાતનું વાસણ પોતાના મસ્તક સાથે અફાળ્યું અને બોલ્યા “આ પામર શરીર