પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
પ્રવાસી સાધુ.


વિચારો અને અલૌકિક ભાવનાઓમાં જ રમ્યા કરતું અને ટાઢ કે તડકો કશાની તેઓ પરવા કરતા નહીં. તેઓ “નારાયણ હરિ” કહીને ભિક્ષા માગતા. જે પ્રસંગે જે યોગ હોય તે પ્રમાણે તેઓ આગગાડીમાં અથવા પગે ચાલીને જતા.

પ્રવાસી સંન્યાસી તરીકેનો તેમનો બાહ્ય દેખાવ અત્યંત મોહક હતો. રાજપુરૂષની ભવ્યતા તેમાં દેખાતી હતી. તેમનું સઘળું શરીર જાણે કે એક તેજપુંજ સમાન ભાસતું. તેમનાં પ્રકાશિત વિશાળ નેત્રો, ભવ્ય ચારિત્ર્ય અને તેમના મુખારવિંદ ઉપર જણાઈ આવતાં મોટાઈનાં અમુક ચિન્હો વડે કરીને તેમનું ગમન સર્વત્ર આકર્ષક થઈ રહેતું. હાથમાં દણ્ડ, કમણ્ડલુ અને ભગવદ્‌ગીતા તે ધારણ કરતા. સ્વચ્છ ભગવું વસ્ત્ર પહેરતા અને ઓઢવાને એક કામળી રાખતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે એ સમય તેમને મન ઘણોજ આનંદમય લાગતો હતો. “ગિરિ ગુફાઓમાં, સ્મશાન ભૂમિમાં, ગંગા કિનારે કે અન્ય પવિત્ર સરિતાને કાંઠે વસતા, મિત્રરહિત, દ્રવ્યરહિત, એકલા, ઘેરઘેર ભિક્ષા માગતા કે અયાચક વૃત્તિ ધારણ કરતા, તપના તાપથી શરીરયષ્ટિને બાળી નાંખતા” સ્વામીજી તે સમયમાં અત્યંત ઉજ્જવલ જીવન ગાળી રહ્યા હતા.

वेदान्तवाक्येषु सदा रमन्तः भिक्षान्नमात्रेण च तुष्टिमन्तः
अशोकमन्तः करणै चरन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः

ભગવાન શંકરે ઉપલા શ્લોકમાં કહ્યા જેવું અતિ ભાગ્યવંતએવું વિરક્ત જીવન તેઓ ગાળી રહ્યા હતા.

કાશી-બનારસ ! ઘણા પ્રાચીન સમયથી મનાતું પવિત્ર ધામ ! હિંદુ ધર્મનું કેન્દ્રસ્થાન ! પ્રાચીન વિદ્યાનો ભંડાર ! હજારો સાધુ-સંન્યાસીઓનું નિવાસસ્થાન ! સેંકડો વાનપ્રસ્થીઓનું વિશ્રામસ્થાન ! ઉમાનાથ-મહાદેવનું