પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
પાવરી બાબા.


સ્વામી વિવેકાનંદ માનતા, તેમને ગુરૂ તરીકે ગણતા, અત્યંત ચ્હાતા અને તેમની સેવા કરતા. આ યોગી વિષે વિવેકાનંદ કહેતા “તેમનો અવાજ અત્યંત મિષ્ટ હતો. લગભગ દસ વરસ સુધી તેમણે જગતમાં કોઈને મુખ બતાવ્યું નહોતું. થોડા બટાટા અને થોડું માખણ તેમની મઢીના બારણાં આગળ મૂકવામાં આવતું અને જ્યારે તે ગુફામાં રહેતા ત્યારે તો તેટલું પણ તેમને જોઇતું નહોતું. ગમે તેવું નજીવું કામ હોય પણ તે કરવાને બેઠા તે પછી તેમાં તે પુરેપુરા ગરક થઈ જતા. રઘુનાથજીની પૂજા કરવામાં જેટલી કાળજી તે રાખતા અને ધ્યાન દેતા તેટલી જ કાળજી અને ધ્યાનથી તે એક લોટાને પણ માંજતા ! કોઈ પણ કાર્યમાં ફતેહ મેળવવાનું રહસ્ય તે આ પ્રમાણે દર્શાવતાઃ “કાર્ય કરવાનાં સાધનો અને તેના ફળનું તાદાત્મ્ય સાધો. તે બંને એકજ છે એમ ગણો.” આ સિદ્ધાંતના તે પોતે જીવંત દૃષ્ટાંત રૂપ હતા. તેમનામાં અલૌકિક નમ્રતાએ વાસ કરેલો હતો. હરેક પ્રસંગે તેઓ શાસ્ત્રનું એકાદ સુંદર વચન કહેતા અને પોતાની નમ્રતા અને નિરાભિમાનતા દર્શાવતા.

આવા મહાન સાધુનાં ફરીથી દર્શન કરવાનું મન વિવેકાનંદને થાય તેમાં શી નવાઈ ! સ્વામીજી ગાઝીપુર ગયા અને રાય ગગનચંદ્રને ઘેર મુકામ કર્યો. અહીંઆં અનેક મનુષ્યો તેમને મળવાને આવ્યા અને અનેક વિષયો ચર્ચાયા, સામાજીક સુધારણા વિષે બોલતાં સ્વામીજી કહેવા લાગ્યાઃ “તિરસ્કારથી કે સખત ટીકાઓથી સંસાર સુધારાનું કાર્ય ચલાવવું ન જોઈએ. અત્યંત પ્રેમ અને અત્યંત ધીરજથી અને શિક્ષણના પ્રચારથી તે આગળ વધારવું જોઈએ. શિક્ષણના પ્રચાર વડે કરીને સ્વાભાવિક રીતે અંતઃરણમાંથીજ સુધારો થતો આવશે. આર્યોનું શિક્ષણ આર્યોના આચાર વિચારને અનુકુળજ હોવું જોઈએ. તે શિક્ષણ હિંદુ ધર્મનાં આદર્શનું