પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હાથી આવ્યો. શિષ્ય ત્યાંથી ખસ્યો નહિ. તેણે માન્યું કે તે પોતે ઇશ્વર છે અને હાથી પણ ઇશ્વરજ છે ! મહાવતે બૂમ પાડવા છતાં પણ તે દૂર ખસ્યો નહિ અને તેથી હાથીએ તેને ઈજા કરી. શિષ્ય પોતાના ગુરૂની પાસે આવ્યો અને તેમનું વચન જુઠું છે એમ કહેવા લાગ્યો. ગુરૂ બોલ્યા: “તું ઈશ્વર છે અને હાથી પણ ઈશ્વર છે, તો જ્યારે મહાવત રૂપી ઈશ્વરે તને આઘા ખસી જવાનું કહ્યું ત્યારે તેનું કહેવું તે શા માટે માન્યું નહિ !” પુરેપુરા ત્રણ દિવસ સુધી સ્વામીજીએ આ બોધ વચન ઉપર ટીકા કરી અને સર્વને સાબીત કરી આપ્યું કે પૂર્વ અને પશ્ચિમમાં ઘણાએ પંડિતો, તત્ત્વજ્ઞાનીઓ અને ઈશ્વરવાદીઓ દ્વૈતમાર્ગ અને અદ્વૈતવાદ ઉપર જુદા જુદા મત ધરાવી રહેલા છે. પણ તે સઘળા જુદા જુદા મતોનું સમાધાન શ્રીરામકૃષ્ણના ફક્ત આ એકજ બોધ વચનથી થઈ જાય છે.

વળી થોડાક વખત પછી પાછા સ્વામીજી ગાઝીપુર જઈ આવ્યા, ત્યાં પાવરી બાબાનો પુષ્કળ સમાગમ તેમણે કર્યો હતો. આ વખતે ગાઝીપુરમાં કેટલાક યુરોપિયન અમલદારો એમની મુલાકાતે આવ્યા. રોસ નામનો એક અમલદાર હિંદુઓના ઉત્સવો વિષે તેમને પૂછવા લાગ્યો. ખાસ કરીને હોળી અને રામલીલા વિષે તેને વધારે માહિતી જોઇતી હતી. સ્વામીજીએ પ્રકૃતિપૂજા, વીરપૂજા અને ધાર્મિક વિકાસના પરસ્પર સંબંધ દર્શાવ્યા. હિંદુઓના દરેકે દરેક સામાજીક રિવાજની પાછળ આધ્યાત્મિક સત્ય રહેલાં છે એમ તેમણે પ્રતિપાદન કર્યું અને તે એવા જુસ્સાથી, તર્કથી, યુક્તિથી અને ઐતિહાસિક પ્રમાણોથી સમજાવ્યું કે રોસના મનમાં સનાતન ધર્મની મહત્તા ઠસી રહી અને તેને લાગ્યું કે, હિંદુધર્મ એક વિશાળ અને દીર્ઘદ્રષ્ટિથી બંધાયેલું આધ્યાત્મિક આદર્શ છે. રોસે ડીસ્ટ્રીકટ જડજ પેનીંગૃન સાથે સ્વામીજીનું ઓળખાણ કરાવ્યું. તેમણે તેમને હિંદુ ધર્મ, યોગ,