પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એક બીજાતી સાથે ઓતપ્રોત થઈ રહેલાં છે. હિંદમાં ધર્મ અને સમાજનો ઉદય સાથે સાથેજ છે. તેમણે અનુભવ્યું હતું કે જ્યારે જ્યારે આર્યાવર્ત ઐતિહાસિક દૃષ્ટિએ મહત્તા ભોગવતું હતું ત્યારે ત્યાં ધાર્મિક જાગૃતિ પ્રથમ થયેલી જોવામાં આવતી હતી. તેમણે પોતાના મનમાં એવો દૃઢ સિદ્ધાંત બાંધ્યો હતો અને પોતાના ગુરૂભાઈઓને પણ શિખવતા હતા કે, “ધર્મજ આર્યશિક્ષણનો પાયો છે.” ધર્મવડેજ હિંદ મહત્તા પ્રાપ્ત કરી શકશે અને હિંદનાં સઘળા સામાજીક પ્રશ્નોનો વિચાર ધાર્મિક દૃષ્ટિએજ થવો જોઇએ. હિંદના ધર્મથીજ આકર્ષાઈને સ્વામીજી દેશભક્ત બન્યા હતા અને તેમની સ્વદેશભક્તિને લીધે હિંદુ ધર્મ પ્રત્યે તેમનો ભાવ વધી રહ્યો હતો. ભારતવર્ષના લોકો વિષે અસંખ્ય વિચારો તેમના મનમાં આવતા અને હૃદયને હલાવી મૂકતા. સ્વદેશભક્તિ પણ સનાતન ધર્મનું એક અંગ છે એમ તેમને ભાસતું. આથી કરીને ભારતવર્ષના મહા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવું એવા વિચાર સ્વામીજીના મનમાં પ્રેરાઈ રહ્યા હતા. દક્ષિણેશ્વરનો યુવાન નરેન્દ્ર વેદ અને ઉપનિષદોનાં સત્યોને આર્યપ્રજાના જીવનમાં રગે રગે કેવી રીતે ઉતારવાં, તે સત્યો પ્રમાણે આર્યજીવનને કેવી રીતે ઘડવું અને તેને આધુનિક સમયને અનુકુળ કેવી રીતે કરવું, વગેરે બાબતો સિદ્ધ કરવાનાં સાધનોને મનમાં યોજી રહ્યો હતો. પણ તેનીજ સાથે મનની સઘળી શક્તિઓનો નિગ્રહ કરી પુનઃ પુનઃ આત્મસાક્ષાત્કાર કરવો – એ વિચાર પણ વારંવાર તેના મનમાં આવ્યાજ કરતો અને બીજા સઘળા વિચારોને તે દબાવી નાખતો. આથી હવે વિવેકાનંદે મનમાં વિચાર કર્યો કે “આ વખતે મારા પ્રવાસમાં ધ્યાન ધરવાને માટે એક ગુફા હું ખોળી કહાડીશ અને મારા સ્પર્શ માત્રથી હું બીજા મનુષ્યના મનને ફેરવી શકું એવી શક્તિ હું જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરૂં ત્યાં સુધી હું