પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
હિમાલયમાં પર્યટણ.


મઠમાં પાછો આવીશ નહિ.”

આમ વિચાર કરીને સ્વામી વિવેકાનંદ હિમાલયમાં જવા નીકળ્યા. જતા પહેલા શારદાદેવી – ગુરૂપત્નીનો આશિર્વાદ તેમણે લીધો.

ફરીથી પ્રવાસે નીકળવાથી વિવેકાનંદ હવે મનમાં ખુશી થવા લાગ્યા. હિમાલયમાં ઘણા વખત સુધી અભ્યાસ કરવાથી તેમના મનમાં પરમશાંતિનો વાસ થશે એમ તે ધારવા લાગ્યા. આગગાડીમાં બેસીને તે ગયા નહિ. ગંગા નદીને કિનારે કિનારે પગે ચાલીને જવું કે જેથી કરીને આખી મુસાફરી સાધના અને તપરૂ૫ થઈ રહે એવો તેમનો નિશ્ચય હતો. સ્વામી અખંડાનંદ – એક ગુરૂભાઈ – તેમની સાથે ગયા. રસ્તામાં ભાગલપુર નામના સ્થળમાં તેઓએ પ્રથમ મુકામ કર્યો. તેઓએ જેવાં તેવાં કપડાં પહેર્યા હતાં અને પહેરવશ જોતાં સામાન્ય સાધુ જેવા તે દેખાતા હતા. પણ તેમનું ચલન વલન રાજકુમારોને છાજે તેવું હતું. જ્યારે તેઓ ભિક્ષા માગવાને કોઈને ઘેર જતા ત્યારે સાધુના વેશમાં રાજા આવ્યા હોય તેવો દેખાવ સર્વને લાગતો હતો. ભાગલપુરમાં આવીને નદીને કિનારે તે બેઠા હતા.

તેઓ બંને થાકી થયેલા દેખાતા હતા, છતાં તેમનાં મુખ ઉપર વૈરાગ્યની શાંત પ્રભા છવાઈ રહેલી હતી. તેમના દેખાવથી આકર્ષાઈને ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા.

ભાગલપુરમાં મન્મથનાથ બાબુ નામનો એક નામાંકિત પુરૂષ સ્વામીજીનો ખરેખરો શિષ્ય થઈ રહ્યો. આ મન્મથનાથ પ્રથમ બ્રહ્મસમાજનો અનુયાયી હતો, પણ વિવેકાનંદના ઉપદેશથી તે સનાતન હિંદુ ધર્મને બરાબર સમજ્યો અને હિંદુધર્મનો ચુસ્ત હિમાયતી બની રહ્યો. સ્વામીજી વિષે તે લખે છે : “સને ૧૮૮૦ ના ઓગસ્ટ માસની એક સવારે સ્વામી વિવેકાનંદ અને સ્વામી અખંડાનંદ એકાએક