પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
હિમાલયમાં પર્યટણ.


કહીં, જે મેં કદીએ સાંભળી નહોતી. પછીથી તેમના ઉપનિષદોના જ્ઞાનની કસોટી કહાડવાને હું કેટલાંક ઉપનિષદો લઈ આવ્યો અને ઘણીજ સૂક્ષ્મ બાબતો વિષે તેમને પૂછવા લાગ્યો. તેમના ઉંડા અર્થભર્યા જવાબોથી મેં ધાર્યું કે શાસ્ત્રોનું જ્ઞાન પણ તે પુરેપુરૂં ધરાવે છે. જે રીતે તે ઉપનિષદનાં વચનોનો ઉચ્ચાર કરતા હતા તે રીત મને ઘણીજ મોહક લાગતી હતી. આ પ્રમાણે તેમનું અંગ્રેજી, સંસ્કૃત અને યોગ વિષયક જ્ઞાન જોઈને મને તેમના ઉપર અત્યંત ભાવ ઉત્પન્ન થયો.

“એક વખત મેં તેમને ધીમે ધીમે એક ગાયન ગાતા સાંભળ્યા. તેથી મેં પૂછ્યું “તમે ગાઈ શકો છો ?” તે બોલ્યા “થોડું જ.” અમારા આગ્રહથી જ્યારે તેમણે ગાયું ત્યારે મને માલમ પડ્યું કે વિદ્યામાં જેવા તે નિષ્ણાત છે તેવાજ તે સંગીતકળામાં પણ છે. પછી બીજે દિવસે તેમની રજા લઈને મેં ભાગલપુરના ઘણા ઉસ્તાદ ગવૈયાઓને એકઠા કર્યા: સ્વામીજીએ સાયંકાળથી ગાયન શરૂ કર્યું અને તે રાતના બે ત્રણ વાગતા સુધી ચાલ્યું. તેમના ગાયનથી શ્રોતાઓ એટલા મોહિત થઈ ગયા કે સર્વ પોતાનું જમવાનું પણ ભૂલી ગયા. કોઈ પણ મનુષ્ય પોતાને સ્થાનેથી ખસ્યો નહિ કે ઘેર જવાનો વિચાર પણ કર્યો નહિ ! સ્વામીજીની સાથે વાદ્ય વગાડનારના હાથ થાકી ગયા અને તેણે વગાડવાનું છોડી દીધું; પણ સ્વામીજી જરાએ થાક્યા નહિ ! આખરે જ્યારે તેમણે જાણ્યું કે શ્રોતાઓમાંથી કોઈ પણ જવાની ઈચ્છા કરતું નથી ત્યારે સ્વામીજી પોતાની મેળેજ ગાતા બંધ થયા. સઘળાએ ભોજન વગરજ રાત ગાળી. આવી અમાનુષી શક્તિ મેં કોઇનામાં જોઈ નથી અને કદી જોવામાં આવશે એમ હું માનતો નથી.”

“બીજે દિવસે મેં સ્વામીજીને મારી ગાડીમાં બેસાડીને સઘળા